બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / Brahmachari hanumanji was also married pawanputra sat in this temple with his wife

ભક્તિ / હનુમાનજી પરણેલા છે? પત્ની સાથે આ મંદિરમાં બિરાજે છે રામભક્ત બજરંગબલિ

Published By: Parth

Last Updated: 01:25 PM, 23 January 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

હનુમાનજી બાલબ્રહ્મચારી છે તેવું કહેવાય છે પરંતુ શું તમે જાણો છો એક મંદિરમાં હનુમાનજી તેમની પત્ની સાથે બિરાજમાન છે અને આ વિશ્વનું એકમાત્ર મંદિર છે જ્યાં તે પોતાની ભાર્યા સાથે બિરાજમાન છે.

તેલંગણામાં આવેલ ખમ્મમ જિલ્લામાં હનુમાનજીનું એક પ્રાચીન મંદિર આવેલું છે. તે મંદિરમાં હનુમાનજી પોતાની પત્ની સાથે બિરાજે છે અને તેમની પત્નીનું નામ સુર્વચલા છે. વિશ્વમાં માત્ર આ એક મંદિર જ એવું છે જે હનુમાનજીના વિવાહની સાક્ષી પુરે છે. સમગ્ર ભારતના આકર્ષણનું કેન્દ્ર છે. 

સ્થાનિકો અહી આવે છે અને જેઠ સુદ દશમની તિથીના દિવસે બજરંગબલિના વિવાહની ઉજવણી પણ કરે છે. સાઉથમાં હનુમાનજીનું મંદિર આવેલુ છે પરંતુ નોર્થના લોકો હજુ પણ આ વાતને અચરજ જ માને છે. 

શું છે વિવાહની કથા
કહેવાય છે કે હનુમાનજી સૂર્યદેવને પોતાના ગુરુ માનતા હતા અને તેમની પાસે કુલ 9 વિદ્યા હતી. તે તમામ વિદ્યા હનુમાનજી પ્રાપ્ત કરવા માગતા હતા. 5 વિદ્યાનું જ્ઞાન પ્રાપ્ત કર્યુ પરંતુ 4 વિદ્યા એવી હતી જે માત્ર વિવાહીત વ્યક્તિ જ લઇ શકે.

હનુમાનજી બ્રહ્મચારી હતા જેથી સૂર્યદેવે કહ્યું મારી પુત્રી સુર્વચલા સાથે લગ્ન કરી લો, મારી દીકરી તપસ્વિની છે અને તેની સાથે લગ્ન કર્યા બાદ પણ તમે બ્રહ્મચારી જ રહેશો. વિવાહ બાદ સુર્વચના પણ તપસ્યામાં લીન થઇ ગયા હતા. 

આ રીતે લગ્ન કર્યા બાદ હનુમાનજી બ્રહ્મચારી જ રહ્યાં અને લોકોએ આ મંદિર બનાવ્યું જેમાં તે હનુમાનજી અને સુર્વચનાના આશીર્વાદ લેવા જાય છે.

સંકળાયેલા મુદ્દાઓ

Dharma

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ