બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Bonsai Plant farming in india

ખેતીવાડી / 20 હજારનું ઈન્વેસ્ટમેન્ટ અને આવક 10 લાખ, વળી 50 ટકા સબસિડિ આપશે સરકાર, કરી લો આની ખેતી

Gayatri

Last Updated: 08:08 AM, 17 January 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

હાલ કોરોનાની મહામારી અને આધુનિક જીવનશૈલિમાં લોકમાં ઘરગથ્થુ ઔષદ્યિય પ્લાન્ટનો કન્સેપ્ટ ખુબ ઝડપથી વિકસી ર્યો છે. ત્યારે ઘણા લોકો આવા પ્લાટ્ટ માટે મોં માંગ્યા પૈસા ચૂકવે છે. આવા ઔષદ્યિય કેટેગરીમાંઆવતા બોન્સાઈ પ્લાન્ટ ( Bonsai Plant )નો ઝાડ ખુબ લોકપ્રિય થઈ રહ્યા છે. વળી આવા વૃક્ષોને ગુડલક માને છે.

ખેતીવાડી - Gayatri Joshi

  • સરકાર કરશે મદદ 
  • કેટલું કરવું પડશે ઈન્વેસ્ટમેન્ટ (Business investment)
  • શું રાખવું પડશે ધ્યાન?

શું તમે જાણો છો કે, બોન્સાઈ પ્લાન્ટ( Bonsai Plant )ની ખેતીથી સારી કમાણી કરી શકાય છે? ના તો આજે જાણી લોકે કેવી રીતે  બોન્સાઈ પ્લાન્ટ( Bonsai Plant )ની ખેતી કરીને કમાણી કરી શકાય છે. આ માટે બસ થોડો સમય અને થોડુંક ઈન્વેસ્ટમેન્ટ જોઈશે.  બોન્સાઈ પ્લાન્ટ( Bonsai Plant )ને લોકો ઘરની સજાવટમાં વાપરે છે અને ગુડલાક માટે તેમજ જ્યોતિષશાસ્ત્ર અને વાસ્તુશાસ્ત્રમાં પરણ તેનો ખાસ વપરાશ કરવામાં આવે છે. અને એટલે જ હવે ખુદ કેન્દ્ર સરકાર ( Modi Government ) આ ખેતી માટે ખાસ આર્થિક સહાય આપે છે. 

સફળ ખેડૂત

ઉત્તર પ્રદેશના ગોરખપુરમાં જનપદ મહારાજગંજ ઘુઘલી વિસ્તારના જોગિયા ગામના અજીત ઓઝાએ પોતાના ઘરના આંગણામાં ધાબા પર દરવાજે બોન્સાઈ પ્લાન્ટ( Bonsai Plant )ની ખેતી શરૂ કરી અને 10 છોડવાથી શરૂ કરના ર ઓઝા આજે સફળ ખેતી કરી રહ્યા છે. 

શું છે અજીત ઓઝાના ગાર્ડનમાં

અજીત ઓઝાએ બોગનવેલ, પિલખન, ગલ્ટબ્રંદ, બોગની વલિફ અને ફાઈકસના છોડવા બોન્સાઈ પ્લાન્ટ( Bonsai Plant ) રૂપે ઉગાડ્યા છે. વળી જૂનિપર, પીપળો, વડલો, ચિકુડી, મેપલ, પીચ સહિતના બોન્સાઈ પ્લાન્ટ( Bonsai Plant ) ઉગાડી બોન્સાઈ ટ્રી ઉગાડ્યા છે. 

મધ્યપ્રદેશમાં સફળ ખેતી

મધ્યપ્રદેશ જબલપુરના MPEBના રિટાર્યડ અધિકારી એસ એન દ્વિવેદીએ પોતાની નિવૃત્તિ બાદ શોખથી શરૂ કરેલ બોન્સાઈ પ્લાન્ટ( Bonsai Plant )ની ખેતી હાલ બોન્સાઈ બસેરામાં 2500 બોન્સાઈ ટ્રી ઉગાડ્યા છે. અને તે  બોન્સાઈ પ્લાન્ટ( Bonsai Plant )માં સફળ ખેડૂચ તરીકે એક ગણાય છે. 
 

શું રાખવું પડશે ધ્યાન?

તમે ખૂબજ ઓછા ઈન્વેસ્ટમેન્ટથી આ વ્યવસાય શરૂ કરી શકો છો વળી આ માટે તમારે ધીરજ રાખવી પડશે કારણ કે,  બોન્સાઈ પ્લાન્ટ( Bonsai Plant )ને તૈયાર થતા લગભગ 2થી 5 વર્ષનો સમય થાય છે. બીજુ મહત્વનું છે કે, તમે પ્લાન્ટ તૈયાર કરવામાં જેટલો ખર્ચ થયો હોય તેના પર 30થી 50 ટકાનો નફો ચઢાવીને વેચી શકો છે. 

કેટલું કરવું પડશે ઈન્વેસ્ટમેન્ટ (Business investment)

આ બોન્સાઈ પ્લાન્ટ( Bonsai Plant ) વ્યવસાય તમે રૂા. 20000 જેવી નજીવી રકમથી શરૂ કરી શકો છે. અને પછી કાળજી દેખરેખ અને તમે કેટલો સમય આપી શકો છો એ ઉપર તમને વળતર મળશે. 

શું હોય છે પ્લાન્ટની કિંમત
આ બોન્સાઈ પ્લાન્ટ( Bonsai Plant )ને લકી પ્લાન્ટના રૂપમાં ઉપયોગમાં લેવામાં આવે છે એટલે કે, ઘર અને ઓફિસમાં પણ લોકો સુશોભન માટે આ પ્લાન્ટ લેવાનું પસંદ કરે છે તેની કિંમત રૂા. 200થી લઈને 2500 સુધીની હોઈ શકે છે. 
 
જરૂરી સામાન
 

  • ચોખ્ખુ પાણી
  • રેતીલી માટી અથવા રેત
  • કુંડા અથવા કાચના પોટ
  • 100થી 150 ચોરસફૂટ જગ્યા
  • સાફ કાંકરા અથવા કાચના ટૂકડા કે માર્બલ, કપચી
  • પાતળો તાર
  • છોડ પર પાણી છાંટવા માટે સ્પેર બોટલ
  • શેડ બનાવવા ડાળી

સરકાર કરશે મદદ 

3 વર્ષમાં દર વર્ષે 240 દર પ્લાન્ટનો ખચ્ર આવે જેમાં સરકાર તરફથી દરેક પ્લાન્ટ દીઠ 120 રૂપિયાની સહાય મળે છે. અત્રે ઉલ્લેખનીય છે કે, નોર્થ ઈસ્ટ સિવાયના અન્ય ક્ષેત્રોમાં બોન્સાઈ પ્લાન્ટ( Bonsai Plant ) ઉછેર માટે 50 ટકા સબસિડિ આપવામાં આવે છે. આ 50 ટકા સબસિડિમાંથી 60 ટકા કેન્દ્ર સરકાર તરફથી અને 40 ટકા ટકા રાજ્ય સરકાર આપે છે. જ્યારે નોર્થ ઈસ્ટમાં આપવામાં આવતી 50 ટકા સબસિડિમાં 60 ટકા કેન્દ્ર સરકાર અને 40 ટકા ખેડૂતે ભોગવવાના હોય છે. 

નફાનું ધોરણ
સામાન્ય રીતે 1 હેક્ટરમાં 1500થી 2500 છોડ ઉછેરી શકાય છે. અને 2 છોડવા વચ્ચેની જગ્યામાં તમે બીજા વૃક્ષ પણ વાવી શકો છે. આ વાવણીથી તમને 4 વર્ષે 10 લાખ સુધીની આવક મળશે. જો 2000 છોડ ઉગે તો દરેક છોડ 500નો વેચાય તો  તમને 1 હેક્ટરે ચાર વર્ષ બાદ 10 લાખની આવત થશે. વળી આ છોડવામાં દર વર્ષે રિપ્લાન્ટેશનની પણ જરૂર નથી. 

વાંસની ખેતી

વળી જો તમે વાંસના ઝાડ લગાવો તો તમને ખૂબ ફાયદો થાય છે કારણ કે, વાંસની આવરદા 40 વર્ષની હોય છે અને 4 બાય 4ના અંતરે વાંસ વાવો તો વચ્ચે તમે બીજા પાક લઈ શકો છે. વાંસના ઝાડમાંથી બોન્સાઈ પ્લાન્ટ( Bonsai Plant )નું વેચાણ કરો તો 100 રૂપિયાનો એક પ્લાન્ટ ગણો તો પણ તમે એક હેક્ટરે ચાર વર્ષ બાદ 1 છોડમાંથી 4 એમ 10000 બોન્સાઈ પ્લાન્ટ( Bonsai Plant ) બનાવી શકો છો. 

 

સંકળાયેલા મુદ્દાઓ

Bonsai Plant Farming Vtv Exclusive ખેતીવાડી બોન્સાઈ પ્લાન્ટ Vtv Exclusive
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ