બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 11:06 AM, 15 November 2024
બોમ્બે હાઈકોર્ટની નાગપુર બેંચે કહ્યું છે કે જો પત્નીની ઉંમર 18 વર્ષથી ઓછી હોય તો સંમતિથી સેક્સ કરનાર વ્યક્તિ સામે પણ બળાત્કારનો કેસ નોંધી શકાય છે. આ કેસમાં હાઈકોર્ટે સજા યથાવત રાખી છે. દોષિતની દલીલ એવી હતી કે પીડિતા સાથેના શારીરિક સંબંધો સહમતિથી બનાવવામાં આવ્યા હતા અને તે સમયે તે તેની પત્ની હતી. એવામાં તેને બળાત્કાર ન કહી શકાય. જસ્ટિસ ગોવિંદ સનપની બેન્ચ આ કેસની સુનાવણી કરી રહી હતી.
ADVERTISEMENT
અહેવાલ મુજબ, 12 નવેમ્બરે જારી કરવામાં આવેલા આદેશમાં જજે કહ્યું, 'સુપ્રીમ કોર્ટ દ્વારા નિર્ધારિત કાયદાને ધ્યાનમાં રાખીને, એ વાત સ્વીકારી ન શકાય કે અરજદાર પીડિત પત્ની સાથે યૌન સંબંધ બાંધે એ બળાત્કાર અથવા યૌન હિંસા નહીં માનવામાં આવે. અહીં એ નોંધવું જરૂરી છે કે 18 વર્ષથી ઓછી ઉંમરની છોકરી સાથે યૌન સંબંધ બાંધવા એ બળાત્કાર છે, પછી ભલે તે પરિણીત હોય કે ન હોય.'
કોર્ટે કહ્યું, 'સુપ્રીમ કોર્ટના નિર્ણયને ધ્યાનમાં રાખીને, હાલના કેસમાં પત્ની સાથે સહમતિથી સેક્સની બચાવની દલીલ સ્વીકારી શકાય નહીં. જો એવું માની પણ લેવામાં આવે કે બંને વચ્ચે કહેવાતા લગ્ન થયા હતા, તો પણ પીડિતાએ કરેલા આક્ષેપોને ધ્યાનમાં રાખીને કે શારીરિક સંબંધ તેની સંમતિ વિના બંધાયો હતો, તેને પણ બળાત્કાર માનવામાં આવશે.'
ADVERTISEMENT
શું હતો સમગ્ર મામલો
9 સપ્ટેમ્બર, 2021 ના રોજ, વર્ધા જિલ્લાની ટ્રાયલ કોર્ટે યુવકને POCSO એક્ટ હેઠળ દોષિત જાહેર કર્યો હતો. હવે તેણે આ આદેશ સામે હાઈકોર્ટમાં અપીલ કરી હતી. સગીર યુવતીની ફરિયાદ બાદ 25 મે 2019ના રોજ અરજદારની ધરપકડ કરવામાં આવી હતી. ખાસ વાત એ છે કે તે સમયે યુવતી 31 અઠવાડિયાની ગર્ભવતી હતી. પીડિતાએ જણાવ્યું હતું કે બંને વચ્ચે પ્રેમસંબંધ હતો અને અરજદારે તેની સાથે બળજબરીથી શારીરિક સંબંધ બાંધ્યા હતા અને લગ્નનું ખોટું વચન આપીને તેને ચાલુ રાખ્યા હતા.
ADVERTISEMENT

ગર્ભવતી બન્યા બાદ પીડિતાએ અરજદારને તેની સાથે લગ્ન કરવા કહ્યું હતું. આ પછી તેણે એક ઘર ભાડે લીધું અને પડોશીઓની હાજરીમાં હાર પહેરાવ્યા અને વિશ્વાસ અપાવ્યો કે એ તેની પત્ની છે. રિપોર્ટ અનુસાર, આ પછી તેણે ફરિયાદીને ગર્ભપાત કરાવવાનો આગ્રહ કર્યો. જોકે, પીડિતાએ આ વાતનો ઇનકાર કરી દીધો હતો અને મારપીટનો આરોપ લગાવ્યો. જ્યારે આરોપીએ પીડિતાને તેના માતા-પિતાના ઘરે માર માર્યો, ત્યારે તેને સમજાયું કે અરજદારે લગ્ન કરવાનો ડોળ કરીને તેનું શોષણ કર્યું છે.
ADVERTISEMENT
આ પણ વાંચો: 'ભંગી, નીચ, ભિખારી, માંગણ આ જાતિસૂચક શબ્દો નથી', SC/ST એક્ટ પર હાઈકોર્ટનો મોટો ચુકાદો
ટ્રાયલ કોર્ટમાં ક્રોસ એક્ઝામિનેશન દરમિયાન, પીડિતાએ સ્વીકાર્યું છે કે તેણે બાળ કલ્યાણ સમિતિને ફરિયાદ કરી છે. ઉપરાંત, ફોટોગ્રાફ્સને ટાંકીને, તેણીએ અધિકારીઓને કહ્યું હતું કે તે તેનો પતિ છે. હવે તેના આધારે અપીલકર્તાએ કહ્યું હતું કે શારીરિક સંબંધો સહમતિથી હતા. બેન્ચે કહ્યું, 'મારા મતે આ દલીલ ન સ્વીકારવા પાછળ એક કરતાં વધુ કારણો છે. આ કેસમાં ફરિયાદ પક્ષે સાબિત કરી દીધું છે કે અપરાધના સમયે પીડિતાની ઉંમર 18 વર્ષથી ઓછી હતી.' કોર્ટે અપીલ ફગાવી દીધી હતી.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.