બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 10:01 AM, 15 November 2024
રાજસ્થાન હાઈકોર્ટે જાતિસૂચક ટિપ્પણી કરવાના મામલે મોટો નિર્ણય સંભળાવ્યો છે. હાઈકોર્ટની જોધપુર બેન્ચે 'ભંગી', 'નીચ', 'ભિખારી' અને 'માંગણ' જેવા શબ્દોનો ઉપયોગ કરનાર ચાર લોકો વિરુદ્ધ SC/ST એક્ટ હેઠળ લગાવવામાં આવેલા આરોપોને રદ કરી દીધા છે અને કહ્યું છે કે આ જાતિસૂચક શબ્દો નથી અને ન એવો કોઈ આરોપ હતો કે ચારેય વ્યક્તિઓ તેમની જાતિ પહેલેથી જ જાણતા હોય.
ADVERTISEMENT
અહેવાલ અનુસાર, કેસની સુનાવણી દરમિયાન, કોર્ટને એ પણ જણાયું કે પોલીસને તપાસ પછી આરોપ સાચો લાગ્યો નથી. જોકે, કોર્ટે કહ્યું કે જાહેર સેવકોને તેમના કામકાજ દરમિયાન કથિત રીતે અવરોધવા બદલ ફોજદારી કેસ ચલાવવામાં આવશે. જસ્ટિસ બિરેન્દ્ર કુમારની સિંગલ બેંચ ચાર અપીલકર્તાઓ દ્વારા દાખલ કરવામાં આવેલી એક અપીલ પર સુનાવણી કરી રહ્યા હતા, જેમાં SC/ST એક્ટ હેઠળ તેમના પર લગાવવામાં આવેલા આરોપોને પડકારવામાં આવ્યા હતા.
હકીકતમાં, દબાણ હટાવવા ગયેલી એક ટીમ પર ખોટી માપણીનો આરોપ લગાવતા યુવકોએ આવી ટિપ્પણી કરી હતી.
ADVERTISEMENT
બે પક્ષો સિવાય ત્રીજો કોઈ પક્ષ હાજર ન હતો
અપીલકર્તાઓનો કેસ એ હતો કે તેમને એ લોકો (એક બાતમીદાર અને અન્ય)ની જાતી વિશે જાણકારી ન હતી અને તેનો કોઈ પુરાવો પણ ન હતો. અપીલકર્તાઓએ દલીલ કરી કે ફરિયાદ પક્ષ સિવાય અન્ય કોઈ સાક્ષી પણ ન હતું. આ ઘટના જાહેરમાં પણ બની ન હતી. વધુમાં, અપીલકર્તાઓ વતી એવી દલીલ કરવામાં આવી કે ગાળો અપમાનિત કરવાના ઈરાદાથી નહીં પરંતુ જમીનની અયોગ્ય માપણીને કારણે આપવામાં આવી હતી, જેનો ઉપયોગ અપીલકર્તાઓ દ્વારા કરવામાં આવેલ દબાણનો નિર્ણય કરવા માટે કરવામાં આવ્યો હતો.
ADVERTISEMENT

કોર્ટે કહ્યું- આ જાતિસૂચક શબ્દો નથી
ADVERTISEMENT
દરમિયાન, કોર્ટે કહ્યું, 'જેમ કે ઉપર જણાવ્યું છે, કેસમાં ઉપયોગમાં લેવાયેલા શબ્દો જાતિસૂચક ન હતા અને ન એવો આરોપ છે કે અપીલકર્તાઓને એ જાહેર સેવકોની જાતિ ખબર હતી, જે દબાણ હટાવવા ગયા હતા. આ સિવાય, આ આરોપને ધ્યાનથી જોવા પર એ એકદમ સ્પષ્ટ છે કે અરજદારોનો ઈરાદો... વ્યક્તિઓને એ કારણે અપમાનિત કરવાનો ન હતો કે તેઓ અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના સભ્યો હતા, પરંતુ અપીલકર્તાઓની હરકત જાહેર સેવકો દ્વારા ખોટી રીતે લેવામાં આવેલા માપના વિરોધમાં હતી.
આ પણ વાંચો: આજે શેર બજાર બંધ! 10 દિવસમાં ચાર જાહેર રજા, આ દિવસે ખુલશે કારોબાર
ADVERTISEMENT
કોર્ટે સુપ્રીમ કોર્ટના એક કેસનો ઉલ્લેખ કર્યો
કોર્ટે રમેશ ચંદ્ર વૈશ્ય વિરુદ્ધ ઉત્તર પ્રદેશ રાજ્ય અને અન્ય કેસમાં સુપ્રીમ કોર્ટના નિર્ણયને પણ ટાંક્યો હતો. જેમાં આ ઘટના માત્ર ફરિયાદી અને તેના પરિવારજનોએ જ જોઈ હતી અને ઘટના સ્થળે અન્ય કોઈ જાહેર જનતા હાજર ન હતી. આ પાછી હાઈકોર્ટે કહ્યું હતું કે હાલના કેસમાં પણ બાતમીદાર અને અધિકારી જ ઘટનાના એકમાત્ર સાક્ષી હતા અને આરોપોનું સમર્થન કરવા માટે કોઈ સ્વતંત્ર સાક્ષી આગળ આવ્યા નથી. હાઈકોર્ટે જણાવ્યું કે, "તપાસ પછી, પોલીસને આરોપ સાચો લાગ્યો નથી, તેથી, દેખીતી રીતે, 1989 એક્ટની કલમ 3(1)(X) હેઠળનો અપરાધ નથી બનતો અને અરજદારોને ઉપરોક્ત અપરાધ માટે આરોપમુક્ત થવાને પાત્ર છે."
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.