બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / બિઝનેસ / આજે શેર બજાર બંધ! 10 દિવસમાં ચાર દિવસ કારોબાર રહેશે ઠપ્પ, જાણો કેમ

સ્ટોક માર્કેટ / આજે શેર બજાર બંધ! 10 દિવસમાં ચાર દિવસ કારોબાર રહેશે ઠપ્પ, જાણો કેમ

Last Updated: 10:01 AM, 15 November 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આજે એટલે કે બિઝનેસ અઠવાડિયાના છેલ્લા દિવસે તમે શેરબજારમાં ટ્રેડિંગ કરી શકશો નહીં. ગુરુ નાનક જયંતિ નિમિત્તે આજે ભારતીય શેરબજાર બંધ રહેશે અને આ સમયગાળા દરમિયાન BSE-NSE પર કોઈ ટ્રેડિંગ થશે નહીં.

જો તમે શેર માર્કેટમાં રોકાણ કરો છો તો આ સમાચાર તમારા કામના છે. ગુરુ નાનક જયંતિના કારણે આજે બોમ્બે સ્ટોક એક્સચેન્જ (BSE) અને નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE) બંધ રહેશે. આ સિવાય આજે બેંકોમાં પણ રજા છે, જોકે ઓનલાઈન બેંકિંગ સેવાઓ પહેલાની જેમ જ ઉપલબ્ધ રહેશે.

share-bajar_0_0_0

ગુરુ નાનક જયંતિ નિમિત્તે નેશનલ સ્ટોક એક્સચેન્જ અને બીએસઈમાં રજા હોવાને કારણે આજે 15 નવેમ્બરને શુક્રવારે કોઈ ટ્રેડિંગ થશે નહીં એટલે કે ભારતીય શેરબજારો આગામી ત્રણ દિવસ સુધી બંધ રહેશે.

PROMOTIONAL 12

BSE હોલિડે કેલેન્ડર મુજબ, 2024માં 16 દિવસની ટ્રેડિંગ રજાઓ જાહેર કરવામાં આવી છે અને આ વર્ષે અત્યાર સુધીમાં તેઓ 13 દિવસ માર્કેટ બંધ રહ્યું છે. આ પછી 25 ડિસેમ્બર, બુધવારે નાતાલના અવસર પર બજારો બંધ રહેશે. આ સિવાય મહારાષ્ટ્રમાં ચૂંટણીને કારણે 20 નવેમ્બરે શેરબજાર બંધ રહેશે.

વધુ વાંચો: Mutual Fundમાં રોકાણ કરવાનું વિચારતા હોય તો આટલું જાણી લેવું ખૂબ જરૂરી, ફાયદામાં રહેશો

આજે ગુરુ નાનક જયંતિની રજાના કારણે આજે BSE અને NSE બંધ છે, એ બાદ શનિવાર અને રવિવારની રજા આવશે. આ પછી 20 નવેમ્બર બુધવારે પણ ભારતીય શેરબજારો બંધ રહેશે. ટુંકમાં 24 નવેમ્બર સુધી માત્ર ચાર દિવસ જ માર્કેટમાં ટ્રેડિંગ થશે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Guru Nanak Jayanti Stock Market Holiday Share Market
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ