બ્રેકિંગ ન્યુઝ
VTV / બિઝનેસ / Mutual Fundમાં રોકાણ કરવાનું વિચારતા હોય તો આટલું જાણી લેવું ખૂબ જરૂરી, ફાયદામાં રહેશો
Last Updated: 09:53 PM, 14 November 2024
જ્યારે પણ આમ ભારતીય દ્વારા રોકાણ કરવાનું વિચારવામાં આવે છે ત્યારે તેના મગજમાં પહેલો વિચાર ગોલ્ડ કે FDનો આવે છે. પરંતુ તેમાં રિટર્ન ઓછું મળે છે. રોકાણના બીજા પણ એવા વિકલ્પ છે જેમાં ઇન્વેસ્ટ કરીને વધુ રિટર્ન મેળવી શકાય છે. જેમ કે, શેર માર્કેટ, બોન્ડ કે પછી ડેબ્ટમાં રોકાણ કરી શકાય છે.
ADVERTISEMENT
પરંતુ આ પ્રકારના રોકાણ જોખમી હોય છે. જેમાં સાચી માહિતીના અભાવે રોકાણકારોને મોટાભાગે મોટું નુકસાન થઈ શકે છે. જો તમે સોના, રિયલ એસ્ટેટ, બેંક એફડી જેવા પરંપરાગત રોકાણ વિકલ્પોની જગ્યાએ શેર બજાર જેવા વિકલ્પોમાં રોકાણ કરવા માંગો છો અને તેના વિશે તમારી પાસે તેના વિશે પૂરતી માહિતી ન હોય તો તમે મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરી શકો છો. કેમ કે, મ્યુચ્યુઅલ ફંડ એ રોકાણનું એક એવું માધ્યમ છે જ્યાં તમારા ઈન્વેસ્ટનું સંચાલન અનુભવી એક્સપર્ટ્સ દ્વારા કરવામાં આવે છે. આ એક પ્રકારનું સામૂહિક રોકાણનુ માધ્યમ છે જ્યાં ઘણા બધા રોકાણકારો એકસાથે મળીને એક લક્ષ માટે પૈસાનું રોકાણ કરે છે અને આ રોકાણ નિષ્ણાત ફંડ મેનેજરો દ્વારા મેનેજ કરવામાં આવે છે. જેના લીધે તમારું રોકાણ ઓછું જોખમી બને છે.
ADVERTISEMENT
મ્યુચ્યુઅલ ફંડ એક પ્રકારનું પૂલ્ડ ઈન્વેસ્ટ હોય છે. તેને ઘણા લોકો મળીને તેમના નાણાં ભેગા કરીને વિવિધ પ્રકારની સંપત્તિઓમાં રોકાણ કરે છે. આ રોકાણોમાંથી મળતું વળતર ઈન્વેસ્ટર્સમાં તેમની રકમના હીસાબે વહેચી દેવામાં આવે છે. મ્યુચ્યુઅલ ફંડમાં તમારું ઇન્વેસ્ટ ફંડ મેનેજરની દેખરેખ હેઠળ હોય છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.