બ્રેકિંગ ન્યુઝ
VTV / બિઝનેસ / રોકાણકારો રૂપિયે રમશે! એક્સપર્ટે કહ્યું 200 ટકાના રિટર્નવાળો આ શેર ખરીદી લો, 700 જશે ભાવ
Last Updated: 06:01 PM, 14 November 2024
શેરબજારમાં ઘટાડા વચ્ચે એક શેરે શાનદાર વળતર આપ્યું છે. લિસ્ટિંગ બાદ કંપનીના શેરમાં 200 ટકા સુધી વધી ચુક્યા છે. હવે કંપનીના પરિણામો આવ્યા છે, જે મુજબ તેણે ગયા વર્ષના સમાન ત્રિમાસિક ગાળામાં રૂ. 19.94 કરોડની ખોટની સરખામણીએ Q2FY25માં રૂ. 4.11 કરોડનો એકીકૃત નફો નોંધાવ્યો છે.
ADVERTISEMENT
આ ક્વાર્ટર દરમિયાન તેનું ગ્રોસ સેલ 660% વધીને રૂ. 749.29 કરોડ પર પહોંચી ગયું છે. મોતીલાલ ઓસ્વાલ ફાઇનાન્શિયલ સર્વિસે સિગ્નેચર ગ્લોબલ માટે રૂ. 2,000નો લક્ષ્યાંક નક્કી કર્યો છે, જે વર્તમાન બજાર મૂલ્ય રૂ. 1,306થી 50%થી વધુ વૃદ્ધિ દર્શાવે છે. એટલે કે તેમાં 700 રૂપિયાનો વધારો થઈ શકે છે.
ADVERTISEMENT
બ્રોકરેજે જણાવ્યું હતું કે મૈનેજમેન્ટએ પ્રી-સેલ્સમાં રૂ. 10,000 કરોડ અને કલેક્શનમાં રૂ. 6,000 કરોડ પોતાના નાણાકીય વર્ષ 25ના માર્ગદર્શનમાં દોહરાવ્યુ છે. મોતીલાલ ઓસ્વાલ ફાઇનાન્શિયલ સર્વિસિસે એક રીપોર્ટમાં જણાવ્યું હતું કે નાણાકીય વર્ષ 2025માં રૂ. 3,800 કરોડ અને નાણાકીય વર્ષ 2026માં રૂ. 7,000 કરોડની આવક હાંસલ કરવાની અપેક્ષા છે.
27 સપ્ટેમ્બર, 2023ના સ્ટોક એક્સચેન્જમાં લિસ્ટેડ કંપનીના શેરમાં તેની રૂ. 385ની IPO કિંમતની સરખામણીમાં 226%થી વધુનો વધારો થયો છે.
આ પણ વાંચોઃબિઝનેસ / વેચો વેચો! શેર બજાર સતત ક્રેશ! આ 5 કારણોથી રોકાણકારોને મોટું નુકસાન
ICICI સિક્યોરિટીઝે પોતાના ટાર્ગેટ પ્રાઇઝને રૂ. 1,905 થી વધારીને રૂ. 2,007 કરી છે. 12 નવેમ્બરના એક અહેવાલમાં બ્રોકરેજે જણાવ્યું હતું કે સિગ્નેચર ગ્લોબલે નાણાકીય વર્ષ 2021-24માં 63% વેચાણ બુકિંગ સીએજીઆર આપ્યુ છે. તાજેતરમાં કંપનીએ રૂ. 5,900 કરોડનું વેચાણ બુકિંગ હાંસલ કર્યું છે.
(DISCLAIMER: બિઝનેસને લગતો આ આર્ટિકલ ન્યૂઝ આધારિત છે જેમાં રિસ્કનું પ્રમાણ વધુ હોય શકે છે, કોઈ પણ જગ્યાએ રોકાણ કે બિઝનેસને લગતો વહીવટ કરતી વખતે એક વખત માર્કેટ નિષ્ણાંતની સલાહ લેવી જરૂરી છે, vtvgujarati.com કોઈ પણ મુશ્કેલી માટે બંધનકર્તા રહેશે નહીં જેની ખાસ નોંધ લેવી.)
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.