બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

VTV / ભારત / Bombay High Court sentences ex-cop Pradeep Sharma to life imprisonment

ક્રાઈમ / દેશના જાણીતા એન્કાઉન્ટર સ્પેશિયાલિસ્ટ પ્રદીપ શર્માને આજીવન કેદ, બોમ્બે હાઈકોર્ટે ન આપી રાહત

Hiralal

Last Updated: 05:45 PM, 19 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દેશના જાણીતા એન્કાઉન્ટર સ્પેશિયાલિસ્ટ પ્રદીપ શર્માને ફેક એન્કાઉન્ટર કેસમાં આજીવન કારાવાસની સજા થઈ છે.

જેવી રીતે ચમકવું બરાબર તેવી જ રીતે અસ્ત પણ થઈ શકે છે. દેશના જાણીતા એન્કાઉન્ટર સ્પેશિયાલિસ્ટ પ્રદીપ શર્માના કિસ્સામાં આ કહેવત 100 ટકા સાચી પડી છે. જે એન્કાઉન્ટરથી તે દેશભરમાં જાણીતા બન્યાં તે જ એન્કાઉન્ટરે તેમને અંધકારની ગર્તામાં ધકેલી દીધા. બોમ્બે હાઈકોર્ટે પ્રદીપ શર્માને રામનારાયણ ગુપ્તા ઉર્ફે લખન ભૈયાના બનાવટી એન્કાઉન્ટરના કેસમાં આજીવન કારાવાસની સજા ફટકારી છે. જસ્ટિસ રેવતી મોહિતે-ડેરે અને ગૌરીની ડિવિઝન બેન્ચે ટ્રાયલ કોર્ટ દ્વારા તેમને આપવામાં આવેલી અન્ય 13 લોકોની આજીવન કેદની સજાને યથાવત રાખી હતી. તેમાંથી એક પ્રદીપ સૂર્યવંશી છે, જેમણે એન્કાઉન્ટર સ્પેશિયાલિસ્ટ તરીકે પણ નામના મેળવી છે.

શું હતો કેસ 
પ્રદીપ શર્મા અને તેમની ટીમે નવેમ્બર 2006માં મુંબઈના વર્સોવામાં લખન ભૈયાને ફેક એન્કાઉન્ટરમાં ઠાર માર્યો હતો. લખન ભૈયા છોટા રાજન ગેંગનો સભ્ય હતો. આ એન્કાઉન્ટર તપાસમાં નકલી હોવાનું જાણવા મળ્યું છે.

પૂરા પ્લાન સાથે કરાઈ લખન ભૈયાની હત્યા-તપાસમાં ઘટસ્ફોટ 
એડવોકેટ રાજીવ ચવ્હાણના જણાવ્યા અનુસાર લખન ભૈયા અને તેના સાથી અનિલ ભેડાને પોલીસે તેમના વાશીના ઘરેથી ઝડપી લીધા હતા. ત્યાર બાદ 11 નવેમ્બર 2006ના રોજ નકલી એન્કાઉન્ટરમાં તેમને ઠાર માર્યાં હતા.  પોલીસે દાવો કર્યો હતો કે લખન ભૈયા છોટા રાજન ગેંગનો સભ્ય છે. તે સમયગાળા દરમિયાન લખન ભૈયા સામે હત્યા, ખંડણી અને હત્યાના પ્રયાસના અનેક કેસ નોંધાયા હતા. આ કેસમાં લખન ભૈયાના ભાઇ રામપ્રસાદ ગુપ્તાએ બોમ્બે હાઇકોર્ટમાં અરજી કરી હતી. આના પર કોર્ટે નકલી એન્કાઉન્ટરના આરોપોની મેજિસ્ટ્રેટ તપાસના આદેશ આપ્યા હતા. આ કેસની તપાસ કર્યા બાદ મેજિસ્ટ્રેટે 11 ઓગસ્ટ, 2008ના રોજ રિપોર્ટ રજૂ કર્યો હતો જેમાં પૂરા પ્લાનિંગ સાથે લખન ભૈયાની હત્યા કરવામાં આવી હોવાનું સામે આવ્યું હતું. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ