બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

VTV / મનોરંજન / બોલિવૂડ / Bollywood :sunny deol film Gadar 2 box office collection on first day and opening weekend

બોલિવૂડ / ટ્રેક્ટરો અને ટ્રકો ભરીને આવી રહ્યા છે ફેન્સ, સિનેમા માલિકો ચોંકયા: સની દેઓલની ગદર-2 વીકેન્ડમાં કરી શકે છે આટલું કલેક્શન

Vaidehi

Last Updated: 06:58 PM, 12 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Gadar 2 એ બોક્સ ઓફિસ પર ધમાલ મચાવી દીધી છે. પહેલા જ દિવસે ફિલ્મે 40 કરોડથી વધારેની કમણી કરી છે.

  • ગઈકાલે સની દેઓલની ફિલ્મ ગદર 2 થઈ રિલીઝ
  • ઓપનિંગ ડે પર જ ફિલ્મે કમાવ્યાં 40 કરોડ
  • ઓપનિંગ વિકેન્ડ પર પણ કરી શકે છે જબરદસ્ત કમાણી

સની દેઓલની ફિલ્મ ગદર 2 ગઈકાલે એટલે કે 11 ઑગસ્ટનાં રોજ રિલીઝ થઈ ચૂકી છે. આ ફિલ્મનો ફર્સ્ટ પાર્ટ 2001માં આવ્યો હતો. ગદર 2નો ક્રેઝ ઓડિયંસમાં ઘણો વધારે જોવા મળી રહ્યો છે. ફિલ્મને જોવા માટે થિયેટર્સમાં લાંબી-લાંબી લાઈનો લાગેલી છે. ઓપનિંગ ડે પર જ ફિલ્મ ગદર 2 એ 40 કરોડનું કલેક્શન કરી લીધું છે. 

ટ્રેક્ટરો ભરીને લોકો આવી રહ્યાં છે ફિલ્મ જોવા

રાજસ્થાનનાં ભીલવાડામાં આવેલ સિનેમાઘરમાં ફેન્સ સની દેઓલની ફિલ્મ ગદર 2 જોવા માટે ટ્રકો અને ટ્રેક્ટરોમાં બેસીને આવતાં દેખાયા હતાં. ફેન્સનો બોલિવૂડ ફિલ્મ માટેનો આટલો ક્રેઝ ઘણાં વર્ષો પછી જોવા મળ્યો હશે.

ગદર 2 વિકએન્ડ પર કેટલી કમાણી  કરી શકે છે?
ગદર 2માં તારા સિંહ અને સકીનાનાં આઈકોનિક પાત્રમાં સની દેઓલ અને અમીષા પટેલની જોડી દેખાઈ રહી છે. આ ફિલ્મને પહેલા દિવસે જોવા માટે ભીડ ઊમટી હતી. તમામ શોઝ હાઉસ ફુલ રહ્યાં હતાં. પહેલા જ દિવસે ફિલ્મે 40.10 કરોડની બંપર કમાણી કરી લીધી. બીજા દિવસે પણ આ ફિલ્મે ધમાકેદાર રેકોર્ડ બનાવ્યો છે. કેટલાક રિપોર્ટસ્ અનુસાર શનિવાર એટલે કે આજે આ મૂવી 45 કરોડ જેટલું કલેક્શન કરી શકે છે. જો આ જ આંકડો રહ્યો તો શનિ-રવિ 2 દિવસમાં આ ફિલ્મ 82.10 કરોડની કમાણી કરી લેશે.

ઓપનિંગ વિકેન્ડ પર 100 કરોડ કમાઈ શકવાનો અંદાજો
ગદર 2નો જાદૂ બોક્સ ઓફિસ પર ચાલી રહ્યો છે. ફિલ્મને લઈને જે રીતે ફેંસ ઉત્સાહિત છે તેને જોઈને એવું લાગી રહ્યું છે કે ઓપનિંગ વિકેન્ડ પર આ ફિલ્મ 100 કરોડનો આંકડો પણ પાર કરી જશે.  મળી રહેલા ફિલ્મનાં જબરદસ્ત રિસ્પોન્સથી મેકર્સ પણ ખુશ દેખાઈ રહ્યાં છે. આ સાથે જ જબરદસ્ત કમાણી બાદ 65 વર્ષીય સની દેઓલની ગદર 2 તેમના કરિયરની સૌથી મોટી હિટ ફિલ્મ બનવાની તૈયારીમાં છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ