ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / મનોરંજન / Bollywood / બોલિવૂડ / VIDEO : શેફાલી જરીવાલાએ ફાની દુનિયાને કહ્યું અલવિદા! નિધન પહેલાની છેલ્લી પોસ્ટ અને વીડિયો વાયરલ

મનોરંજન / VIDEO : શેફાલી જરીવાલાએ ફાની દુનિયાને કહ્યું અલવિદા! નિધન પહેલાની છેલ્લી પોસ્ટ અને વીડિયો વાયરલ

Published By: Nidhi Panchal

Last Updated: 10:01 AM, 28 June 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અભિનેત્રી શેફાલી જરીવાલાની છેલ્લી ઇન્સ્ટાગ્રામ પોસ્ટ હાલમાં ખૂબ જ વાયરલ થઈ રહી છે, જેમાં તેમણે પોતાના અવસાનના માત્ર 3 દિવસ પહેલા ચમકદાર તસવીરો શેર કરી હતી. હવે ચાહકો આ પોસ્ટ જોઈને ખૂબ જ ભાવુક થઈ ગયા છે.

ADVERTISEMENT

અભિનેત્રી અને મોડેલ શેફાલી જરીવાલાનું શુક્રવાર, 27 જૂનના રોજ મોડી રાત્રે અચાનક અવસાન થયું છે. મળતી માહિતી મુજબ, તેમને હૃદયરોગનો ગંભીર હુમલો આવ્યો હતો. આ હુમલાની તાત્કાલિક અસરથી તેમના પતિએ તેમને હોસ્પિટલમાં ખસેડ્યા હતા, પરંતુ ત્યાં ફરજ પરના ડૉક્ટરોએ તેમને મૃત જાહેર કરી દીધા હતા. આ દુઃખદ ઘટના મનોરંજન ઉદ્યોગ અને તેમના ચાહકો માટે મોટો આઘાતરૂપ સાબિત થઈ છે. શેફાલી જરીવાલાના નિધનથી તેમના ચાહકો ગમમાં ડૂબી ગયા છે. તેમને મુંબઈની જાણીતી કૂપર હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ માટે લઈ જવાયા છે. સોશિયલ મીડિયા પર ચાહકો તેમને શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે.

shefali-2

તેઓ 42 વર્ષની ઉંમરે દુનિયાને અલવિદા કહી ગયા છે. શેફાલી ‘કાંટા લગા’ ગીતથી રાતોરાત લોકપ્રિય થઈ ગયેલી અભિનેત્રી હતી. તેમની ઝળહળતી કારકિર્દીમાં તેમણે અનેક મોડેલિંગ અને ટીવી શોઝ કર્યા છે. તેઓ બિગ બોસ 13માં પણ ભાગ લઈ ચૂક્યાં હતા અને તેમના સ્વાભાવિક વર્તન માટે જાણીતા હતા.

ફિલ્મ સમીક્ષક વિક્કી લાલવાણીએ તેમના નિધન અંગેની જાણકારી આપી હતી. હોસ્પિટલના એક કર્મચારીએ મીડિયા સાથે વાત કરતા કહ્યું હતું કે, "શેફાલીને લાવવામાં આવે તે પહેલાં જ તેનું અવસાન થઈ ગયું હતું. તેમના પતિ અને અન્ય નજીકના લોકો તેમના સાથે હાજર હતા."

app promo5

આ પણ વાંચો : જતા-જતા જાણો કેટલા કરોડની સંપત્તિ મૂકતી ગઇ શેફાલી જરીવાલા, લાખોમાં કમાતી

શેફાલી જરીવાલાની છેલ્લી ઇન્સ્ટાગ્રામ પોસ્ટ પણ લોકોના દિલને સ્પર્શી ગઈ છે. પોતાના અવસાનના માત્ર ત્રણ દિવસ પહેલા તેમણે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરી હતી. જેમાં તેઓ ચમકદાર સિલ્વર ડ્રેસમાં પોઝ આપતી જોવા મળી હતી. આ પોસ્ટ સાથે તેમણે કેપ્શન લખ્યું હતું: "Bling it on baby". હવે ચાહકો આ પોસ્ટ પર ભાવુક પ્રતિસાદ આપી રહ્યા છે અને કમેન્ટ કરીને શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે. શેફાલી જરીવાલાનું આ અચાનક અવસાન મનોરંજન જગત માટે મોટું નુકસાન છે. ચાહકો અને સહકર્મીઓ તેમના અવસાનથી ખુબ જ દુઃખી છે અને તેમને યાદ કરી રહ્યા છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લે સ્ટોર/ એપ સ્ટોર પર જઈને અથવા આ લાઈન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

how shefali jariwala died last Instagram post Shefali Jariwala death

Published by

Nidhi Panchal

Nidhi Panchal, I am having 8 years of experience in Media Industry & also work as field reporting. Working as Sub-Editor at VTVGujarati Digital

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ