ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / મનોરંજન / બોલિવૂડ / જતા-જતા જાણો કેટલા કરોડની સંપત્તિ મૂકતી ગઇ શેફાલી જરીવાલા, લાખોમાં કમાતી

મનોરંજન / જતા-જતા જાણો કેટલા કરોડની સંપત્તિ મૂકતી ગઇ શેફાલી જરીવાલા, લાખોમાં કમાતી

Last Updated: 09:34 AM, 28 June 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

શેફાલી જરીવાલા, જેને લોકો 'કાંટા લગા' ગર્લ તરીકે ઓળખે છે, એક સમયની લોકપ્રિય મોડલ અને અભિનેત્રી રહી ચૂકી છે. રાતોરાત સ્ટાર બનેલી શેફાલી હાલના સમયમાં ભલે સ્ક્રીનથી દૂર રહી હતી, છતાં પણ તેમની કમાણી અને બ્રાન્ડ વેલ્યુ સરાહનીય રહી છે. જાણો શેફાલી જરીવાલાની નેટવર્થ કેટલી છે?

ADVERTISEMENT

શેફાલી જરીવાલા એ એક એવું નામ છે, જેમણે વર્ષ 2002માં પોતાના મ્યુઝિક વીડિયો સોંગથી બધાને દિવાના બનાવ્યા હતા. 'કાંટા લગા' ફેમ શેફાલી એક જ ગીતથી રાતોરાત સુપરસ્ટાર બની ગયા હતાં. હવે એ આપણાં વચ્ચે રહ્યા નથી. શુક્રવારે મોડી રાત્રે કાર્ડિયક અરેસ્ટથી તેમનું અવસાન થયું છે.

ભલે હાલના સમયમાં તેઓ ફિલ્મોમાંથી દૂર હતાં, પરંતુ તેમ છતાં તેમની બ્રાન્ડ વેલ્યુમાં કોઈ ઘટાડો થયો ન હતો. મીડિયા રિપોર્ટ મુજબ, હાલના સમયમાં પણ તેઓ એક શો માટે લાખો રૂપિયા લેતા હતાં. ખાસ વાત તો એ છે કે તેઓએ 'કાંટા લગા' ગીત માટે માત્ર થોડાં હજાર રૂપિયા જ લીધા હતા.

ત્યારબાદ તેમણે બોલીવુડ અને સાઉથ ઇન્ડિયન ફિલ્મોમાં પણ કામ કર્યું હતું. ચાલો તમને જણાવીએ કે શેફાલી જરીવાલા તેમના પાછળ કેટલી સંપત્તિ મૂકીને ગયા છે? તેમજ હાલમાં તેઓ એક શો માટે કેટલી ફી લેતા હતાં ? સાથે સાથે ‘કાંટા લગા’ ગીત માટે તેમને કેટલી ફી મળી હતી?

shefali-2

આટલી હતી નેટવર્થ

શેફાલી જરીવાલા ભલે વધારે કામ કરતાં ન હતાં , તેમ છતાં તેમની પાસે કરોડો રૂપિયાની સંપત્તિ હતી. મીડિયા રિપોર્ટ મુજબ હાલમાં તેમની કુલ નેટવર્થ એક મિલિયન ડોલર હતી. જો આને રૂપિયામાં ફેરવીશું તો લગભગ 8.54 કરોડ રૂપિયા થાય છે. ખાસ વાત એ છે કે, ભલે તેઓ ફિલ્મોથી દૂર રહ્યા હતાં, પરંતુ તેમની બ્રાન્ડ વેલ્યુમાં કોઈ ઘટાડો જોવા મળ્યો ન હતો.

હવે તેઓ ઘણા પ્રકારના શોમાં જોવા મળતાં હતાં , જેના માટે તેઓ લાખો રૂપિયા ચાર્જ કરતાં હતાં. મીડિયા રિપોર્ટ મુજબ તેઓ એક શો માટે 10 લાખથી લઈને 25 લાખ રૂપિયા સુધી ફી લેતા હતાં. ખાસ વાત તો એ છે કે આ ચાર્જ માત્ર 35 થી 40 મિનિટના પર્ફોર્મન્સ માટેનો હતો.

shefali-final

‘કાંટા લગા’ની કેટલી હતી ફી?

વર્ષ 2002માં આવેલો મ્યુઝિક વીડિયો ‘કાંટા લગા’ના લીડ મોડલ તરીકે દેખાયેલ શેફાલી જરીવાલા રાતોરાત સ્ટાર બની ગયા હતાં. તેમણે જૂના હિટ ગીતોને નવા અંદાજમાં રજૂ કરવાનો નવો ટ્રેન્ડ પણ શરૂ કર્યો હતો. ખાસ વાત એ છે કે તેમને આ ગીત માટે માત્ર થોડાં હજાર રૂપિયા જ ફી મળી હતી.

વધુ વાંચો: કાંટા લગા ફેમ શેફાલી જરીવાલાનું નિધન, 42 વર્ષની ઉંમરે આવ્યો હાર્ટએટેક

મીડિયા રિપોર્ટ મુજબ, શેફાલી જરીવાલાને આ ગીત માટે તે સમયે 7 હજાર રૂપિયા ફી આપવામાં આવી હતી. પરંતુ આ વીડિયો સૉન્ગ હિટ થતાં જ તેમની ફી લાખો રૂપિયાની થઈ ગઈ હતી. આ વીડિયો હિટ થયા બાદ તેમને ઘણી ફિલ્મોના ઑફર પણ મળ્યા હતા.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લે સ્ટોર/ એપ સ્ટોર પર જઈને અથવા આ લાઈન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Shefali jariwala movies Shefali Jariwala net worth How Shefali jariwala died
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ