ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / મનોરંજન / બોલિવૂડ / કાંટા લગા ફેમ શેફાલી જરીવાલાનું નિધન, 42 વર્ષની ઉંમરે આવ્યો હાર્ટએટેક

દુખદ / કાંટા લગા ફેમ શેફાલી જરીવાલાનું નિધન, 42 વર્ષની ઉંમરે આવ્યો હાર્ટએટેક

Published By: Jay Bhatt

Last Updated: 06:36 AM, 28 June 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Shefali Jariwala Died: બોલિવૂડમાંથી એક દુ:ખદ સમાચાર સામે આવી રહ્યાં છે જેમાં મૂળ ગુજરાતી અને પ્રખ્યાત અભિનેત્રી તેમજ મોડલનું અવસાન થયું છે.

ADVERTISEMENT

અભિનેત્રી અને મોડેલનું શુક્રવારે (27 જૂન) મોડી રાત્રે અચાનક અવસાન થયું હતું. અહેવાલો અનુસાર, અભિનેત્રીને હૃદયરોગનો હુમલો આવ્યો હતો, ત્યારબાદ તેના પતિએ તેને તાત્કાલિક હોસ્પિટલ લઈ ગયા હતા. જોકે, હોસ્પિટલમાં ફરજ પરના ડૉક્ટરોએ તેને મૃત જાહેર કરી હતી. તેના મૃત્યુના સમાચારથી મનોરંજન ઉદ્યોગ અને ચાહકોમાં શોકનું મોજુ ફરી વળ્યું છે. તેમના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મુંબઈની કૂપર હોસ્પિટલમાં મોકલવામાં આવ્યો છે.

શેફાલી જરીવાલાનું નિધન

તમને જણાવી દઈએ કે, જે અભિનેત્રી અને મોડેલનું અનવસાન થયું છે તે બીજુ કોઈ નહીં પણ કાંટા લગા ગર્લ શેફાલી જરીવાલા છે. તેણે 42 વર્ષની વયે દુનિયાને અલવિદા કહી દીધુ હતું. તેમના અચાનક અવસાનથી ચાહકો ઘેરા શોકમાં છે. ફિલ્મ સમીક્ષક વિક્કી લાલવાણીએ ચાહકો સાથે આ દુઃખદ સમાચાર શેર કર્યા છે. શેફાલી સલમાન ખાનના શો બિગ બોસ 13માં પણ જોવા મળી હતી.

વધુ વાંચો : 'ગંદી બાત' ફેમ એક્ટ્રેસ રિયલ લાઈફમાં પણ એકદમ બોલ્ડ, જુઓ ગ્લેમરસ તસવીરો

'કાંટા લગા'થી મળી હતી ઓળખ

શેફાલી જરીવાલાએ પોતાના શાનદાર અભિનય અને સુંદરતાથી દર્શકોના દિલ જીતી લીધા. જો કે, 2002માં રિલીઝ થયેલા આઇકોનિક મ્યુઝિક વિડીયો 'કાંટા લગા'માં તેના ડાન્સે તેને રાતોરાત ફેમસ કરી દીધી હતી. શેફાલીનો ગ્લેમરસ લુક, ઘણી જગ્યાએ ટેટૂ, કમર પર પેટનું બટન, પિયર્સિંગ અને આધુનિક પોશાક પહેરવાથી તે 'કાંટા લગા ગર્લ' તરીકે ફેમસ થઈ ગઈ હતી. આ મ્યુઝિક વિડીયો ફેમસ થયા બાદ, દેશમાં રિમિક્સ સંગીતનો એક નવો યુગ શરૂ થયો. આ ઉપરાંત, તેમણે ઘણી ટીવી સિરિયલો અને પ્રોજેક્ટ્સમાં કામ કર્યું, જેના માટે તેમની ખૂબ પ્રશંસા થઈ.

મૂળ ગુજરાતની હતી શેફાલી

શેફાલી જરીવાલાનો જન્મ 15 ડિસેમ્બર 1982ના રોજ અમદાવાદ, ગુજરાતમાં થયો હતો. તેના પિતાનું નામ સતીશ જરીવાલા અને માતાનું નામ સુનીતા જરીવાલા છે. શેફાલીએ 2014માં ટીવી સીરિયલ એક્ટર પ્રાગ ત્યાગી સાથે લગ્ન કર્યા હતા.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લે સ્ટોર/ એપ સ્ટોર પર જઈને અથવા આ લાઈન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Shefali Jariwala Kaanta Laga Girl Bollywood

Published by

Jay Bhatt

Jai Bhatt is Sr. Sub Editor and working in journalism from more than 10 years. He is an expert of reporting and writing human interest news tories.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ