ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / મનોરંજન / Bollywood / બોલિવૂડ / 48 વર્ષે પણ કામણગારી કાયા! કેવી રીતે ફિટ રહે છે શકીરા?, સિમ્પલ ડાયટનો કમાલ

મનોરંજન / 48 વર્ષે પણ કામણગારી કાયા! કેવી રીતે ફિટ રહે છે શકીરા?, સિમ્પલ ડાયટનો કમાલ

Published By: Nidhi Panchal

Last Updated: 03:25 PM, 29 October 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

48 વર્ષની ઉંમરે પણ જો તમે શકીરાને જુઓ તો તમને વિશ્વાસ નહીં આવે કે એ પહેલાં જેવી જ જવાન છે. તેની ટોન બોડી, ફ્લેટ એબ્સ અને ડાન્સ મૂવ્સ પાછળ છે એક ખાસ રહસ્ય – જે દરેક માટે પ્રેરણાદાયક છે.

ADVERTISEMENT

કોલંબિયન ગાયિકા શકીરા, જેને દુનિયાએ “વાકા વાકા (એસ્ટો એસ આફ્રિકા)” ગીતથી ઓળખી, આજે પણ પોતાના ફિટ અને એનર્જેટિક ડાન્સથી ચાહકોને મંત્રમુગ્ધ કરે છે. 48 વર્ષની ઉંમરે પણ તેનું સ્ટેમિના અને ફિટનેસ જોઈને લોકો આશ્ચર્યચકિત થઈ જાય છે. આ ફિટનેસ પાછળ તેની દિનચર્યા અને ડાયેટ પ્લાનનો મોટો હાથ છે, જે તેના ટ્રેનર અન્ના કૈસરે તાજેતરમાં શેર કર્યો છે.

shakira

શકીરાનો વર્કઆઉટ રૂટિન ડાન્સ અને સ્ટ્રેન્થ ટ્રેનિંગનું મિશ્રણ છે. તે મોટાભાગના દિવસોમાં ડાન્સ-કાર્ડિયો કરે છે, જે તેના આખા શરીરને સક્રિય રાખે છે અને ચરબી ઝડપથી બર્ન કરવામાં મદદ કરે છે. જો કોઈ દિવસે સમય ન મળે તો તે મશીન પર કાર્ડિયો કરે છે. તેના ટ્રેનર કહે છે કે તે દરેક વખતે નવા ડાન્સ મૂવ્સ શીખે છે, જેને તે પછી પોતાના સ્ટેજ પરના પરફોર્મન્સમાં સામેલ કરે છે. ડાન્સ દરમિયાન શકીરા ખૂબ પરસેવો પાડે છે અને પછી નાળિયેર પાણી પીને શરીરને ઉર્જા આપે છે.

vtv app promotion

સ્ટ્રેન્થ ટ્રેનિંગ પણ એક કારણ છે

તે ફક્ત ડાન્સ જ નથી કરતી, પરંતુ સ્ટ્રેન્થ ટ્રેનિંગ સત્રો પણ કરે છે, જેમાં તે 3 થી 4 કિલો વજન ઉપાડે છે. આ કસરત તેના સ્નાયુઓને ટોન કરે છે અને ચયાપચય વધારીને શરીરને વધુ ફિટ રાખે છે. શકીરા એવી કસરત કરે છે જે મન અને શરીર બંનેને સક્રિય રાખે છે. તે ઓછી અસરવાળી કાર્ડિયો કસરત કરે છે, જે ઈજાનું જોખમ ઘટાડે છે અને સહનશક્તિ વધારે છે.

આ પણ વાંચો : દિલજીત દોસાંઝ અમિતાભ બચ્ચનના પગે પડ્યો તો ખાલિસ્તાની આતંકીઓ ઉકળી ઉઠયા, સિંગરને આપી ધમકી

નાસ્તામાં તે ઓમેલેટ ખાઇ

વર્કઆઉટ બાદ શકીરા ફરી ડાન્સ કરે છે જેથી તેનો મૂડ ફ્રેશ રહે અને શરીરને નવી ઉર્જા મળે. આ જ કારણ છે કે ડાન્સ તેની ફિટનેસમાં મુખ્ય ભૂમિકા ભજવે છે. શકીરાનો આહાર પણ ખૂબ જ સંતુલિત છે. નાસ્તામાં તે ઓમેલેટ અને લીલા શાકભાજી લે છે, બપોરે સલાડ અને પ્રોટીન જેવા કે ચિકન અથવા માછલી ખાય છે. રાત્રે તે હળવું ખોરાક લે છે, જેમાં પ્રોટીન અને બાફેલા શાકભાજીનો સમાવેશ થાય છે. તે જંક ફૂડ અને ખાંડથી દૂર રહે છે અને શરીરને હાઇડ્રેટ રાખવા માટે પૂરતું પાણી તથા નાળિયેર પાણી પીવે છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Shakira diet Shakira workout Shakira fitness

Published by

Nidhi Panchal

Nidhi Panchal, I am having 8 years of experience in Media Industry & also work as field reporting. Working as Sub-Editor at VTVGujarati Digital

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ