ન્યૂઝ અપડેટ્સ
VTV / મનોરંજન / Bollywood / બોલિવૂડ / 60માં બર્થડે પર ફેન્સને SRKની રિટર્ન ગિફ્ટ, 'King'નું ટીઝર રિલીઝ, જુઓ Video
Last Updated: 12:11 PM, 2 November 2025
ADVERTISEMENT
બોલીવુડના સુપરસ્ટાર અને રોમાંસના રાજા શાહરૂખ ખાન 2 નવેમ્બરના રોજ 60 વર્ષના થયા. દુનિયાભરના લાખો ચાહકો માટે આ દિવસ કોઈ તહેવારથી ઓછો નહોતો. મધ્યરાત્રિથી જ ચાહકો તેમના ઘર ‘મન્નત’ની બહાર ભેગા થવા લાગ્યા હતા. શાહરૂખ ખાને પણ પોતાની બાલ્કનીમાંથી હાથ હલાવીને ચાહકોને શુભેચ્છા આપી અને પ્રેમ વ્યક્ત કર્યો. ત્યારબાદ, સોશિયલ મીડિયા પર શુભેચ્છાઓનો પૂર આવી ગયો. પરંતુ, આ વર્ષનો શાહરૂખનો જન્મદિવસ ખાસ રહ્યો કારણ કે તેમણે ચાહકોને એક મોટી રીટર્ન ગિફ્ટ આપી – તેમની આગામી ફિલ્મ ‘કિંગ (King)’નો ટીઝર રિલીઝ કરીને.
ADVERTISEMENT

ADVERTISEMENT
શાહરૂખ ખાને પોતાના ઇન્સ્ટાગ્રામ પર ફિલ્મ ‘કિંગ’નો ટીઝર શેર કર્યો. ટીઝરમાં તેમનો એક્શનથી ભરપૂર અદભુત લુક જોવા મળ્યો. ચાહકો માટે આ એક મોટી સરપ્રાઇઝ હતી. ટીઝર રિલીઝ થતાની સાથે જ સોશિયલ મીડિયા પર ધૂમ મચી ગઈ. હજારો કોમેન્ટ્સ અને લાખો લાઇક્સ સાથે ફેન્સે લખ્યું કે આ ફિલ્મ તો “બ્લોકબસ્ટર” સાબિત થશે.

ADVERTISEMENT
શાહરૂખે ટીઝર સાથે એક ડાયલોગ પણ લખ્યો: “Sau deshon mein badnaam, Duniya ne diya sirf ek hi naam KING. શોનો સમય આવી ગયો છે! ટીઝર સાથે જ તેમણે જાહેરાત કરી કે આ ફિલ્મ 2026માં સિનેમાઘરોમાં રિલીઝ થશે.
ADVERTISEMENT
ADVERTISEMENT
શાહરૂખ ખાને તેમના અભિનયની શરૂઆત હેમા માલિનીની ફિલ્મ “દિલ આશના હૈ” થી કરી હતી. આ ફિલ્મ માટે તેમને ₹50,000 ફી મળી હતી. ફિલ્મમાં જીતેન્દ્ર, મિથુન ચક્રવર્તી, ડિમ્પલ કાપડિયા અને અમૃતા સિંહ જેવા દિગ્ગજ કલાકારો હતા. હાલ, તેમની પહેલી રિલીઝ થયેલી ફિલ્મ “દીવાના” હતી, જે બોક્સ ઓફિસ પર સુપરહિટ સાબિત થઈ. આ ફિલ્મ બાદ શાહરૂખ ખાન રાતોરાત સ્ટાર બની ગયા અને પછી ક્યારેય પાછળ વળીને જોયું નહીં.
ADVERTISEMENT
આ પણ વાંચો : શું ખરેખર માહી વિજ જય ભાનુશાલી જોડેથી લેશે રૂ. 5 કરોડ? કહ્યું 'અમારી પર્સનલ લાઇફમાં...'
શાહરૂખ ખાનને છેલ્લે 2023માં રિલીઝ થયેલી ફિલ્મ “ડંકી” માં જોવા મળ્યા હતા, જેમાં તાપસી પન્નુ અને વિકી કૌશલ પણ હતા. આ ફિલ્મને દર્શકોનો સારો પ્રતિસાદ મળ્યો હતો. હાલમાં શાહરૂખ પોતાની નવી ફિલ્મ ‘કિંગ’ના શૂટિંગમાં વ્યસ્ત છે. ખાસ વાત એ છે કે આ ફિલ્મમાં તે પહેલીવાર પોતાની પુત્રી સુહાના ખાન સાથે સ્ક્રીન શેર કરશે. ચાહકો હવે આતુરતાથી રાહ જોઈ રહ્યા છે કે 2026માં રિલીઝ થનારી આ ફિલ્મમાં શાહરૂખ અને સુહાનાની જોડણી કેવી ધમાલ મચાવશે. 60 વર્ષની ઉંમરે પણ શાહરૂખ ખાને સાબિત કરી દીધું છે કે “કિંગ ઇઝ બેક!”
સંકળાયેલા મુદ્દાઓ
Nidhi Panchal, I am having 8 years of experience in Media Industry & also work as field reporting. Working as Sub-Editor at VTVGujarati Digital