ન્યૂઝ અપડેટ્સ
VTV / મનોરંજન / શું ખરેખર માહી વિજ જય ભાનુશાલી જોડેથી લેશે રૂ. 5 કરોડ? કહ્યું 'અમારી પર્સનલ લાઇફમાં...'
Last Updated: 11:18 AM, 2 November 2025
ADVERTISEMENT
Mahhi Vij on Alimony from Jay Bhanushali After Divorce: ટીવીના પ્રખ્યાત કપલ માહી વિજ અને જય ભાનુશાલી હાલમાં તેમના અંગત જીવનને લઈને ચર્ચાઓમાં આવી ગયા છે. એક સમયે ટીવીના લવિંગ કપલ ગણાતા માહી અને જયના છૂટાછેડાની હાલમાં ભારે ચર્ચાઓ ચાલી રહી છે. માત્ર છૂટાછેડા જ નહીં, સાથે જ એલિમનીની પણ ચર્ચાઓ થઈ રહી છે, જેના પર હવે માહીએ મૌન તોડ્યું છે.
ADVERTISEMENT
ADVERTISEMENT
તાજેતરમાં, જ્યારે માહી વિજ અને જય ભાનુશાલીના છૂટાછેડાની ખબરો સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બની હતી, ત્યારે માહી વિજે અફવાઓ ફેલાવનારાઓ સામે કાર્યવાહી કરવાની ડિમાન્ડ કરી હતી. હવે, માહી વિજે એલિમનીની અફવાઓ પર પોતાની પ્રતિક્રિયા આપી છે. એવું કહેવામાં આવી રહ્યું હતું કે તેણે જય ભાનુશાલી સાથે ડિવોર્સ પેપર્સ પર સહી કરી લીધી છે અને 5 કરોડ રૂપિયાની એલિમનીની ડિમાન્ડ કરી છે.
ADVERTISEMENT
ADVERTISEMENT
હવે, યુટ્યુબ ચેનલ પર શેર કરેલા વ્લોગમાં, માહી વિજે કહ્યું,
"મેં કશે વાંચ્યું કે મેં ડિવોર્સ પેપર પર સહી કરી દીધી છે - પ્લીઝ મને તે પેપર્સ બતાવો. જ્યાં સુધી અમે પોતે એવું ન કહીએ ત્યાં સુધી તમને અમારા અંગત જીવનમાં અને પર્સનલ સ્પેસમાં દખલ કરવાનો કોઈ અધિકાર નથી. મને ખબર છે કે અમે પબ્લિક ફિગર છે, પરંતુ અમે તમને એ જ કહીશું જે અમે કહેવા માંગીએ છીએ. મારા ઘરે એક બીમાર મા અને ત્રણ બાળકો છે, જેમાંથી બે સમજે છે કે શું ચાલી રહ્યું છે. મને ખુશીનો પણ એક મેસેજ મળ્યો, જેમાં તેણે કહ્યું, 'મમ્મી, આ બધું શું છે? આ લોકો આપણી પર્સનલ લાઇફમાં શા માટે દખલ કરી રહ્યા છે?' સ્કુલમાં બાળકોને પણ સવાલો પૂછવામાં આવી રહ્યા છે."
ADVERTISEMENT

ADVERTISEMENT
માહી વિજે જય પાસેથી 5 કરોડ રૂપિયાની એલિમની લેવાની અફવાઓનો પર પણ વાત કરી. તેણે કહ્યું,
"મને જીવવા દો. ફક્ત એટલા માટે કે અમે સેલિબ્રિટી છીએ તેનો અર્થ એ નથી કે અમારે તમારી સાથે બધું શેર કરવું પડશે. એક પોસ્ટમાં કહેવામાં આવ્યું હતું કે મેં 5 કરોડ રૂપિયાની એલિમની માંગી છે. શું મેં કે જયે તમને આ કહ્યું હતું? જ્યારે તમારી પાસે પુરાવા હોય ત્યારે વાત કરજો. મારો કેસ છોડો,મને તો એ પણ નથી સમજાતું કે એલિમની શું હોય છે. મારા મતે, જો કોઈ પુરુષે પૈસા કમાયા છે, તો છૂટાછેડા થવા પર પત્નીનો તેના પર કોઈ અધિકાર નથી."
આ પણ વાંચો: ગર્લફ્રેન્ડના બર્થડે પર હૃતિક રોશન બન્યો રોમેન્ટિક, ફોટો શેર કરીને લખ્યું 'my all time favorite'
માહી વિજે આગળ કહ્યું કે એલિમની ફક્ત તે સ્ત્રીઓ માટે યોગ્ય છે જે ગૃહિણી છે અને જીવનમાં ક્યારેય કામ કર્યું નથી. તેણે ચાહકોને અફવાઓ પર ધ્યાન ન આપવા વિનંતી કરી, સાથે જ પ્રાઇવસીની ડિમાન્ડ કરી. તેણે જયને પોતાનો પરિવાર ગણાવ્યો અને કહ્યું કે તે એક સારો પિતા અને માણસ છે.
સંકળાયેલા મુદ્દાઓ
Vidhata is the news editor at VTV Digital, highlighting voices and stories that matter.