ન્યૂઝ અપડેટ્સ
VTV / મનોરંજન / Bollywood / બોલિવૂડ / Video: આજે SRKનો બર્થડે: યોજાશે ધમાકેદાર પાર્ટી, પરંતુ મન્નતમાં નહીં, અહીં ઉમટ્યું આખું બોલીવુડ
Last Updated: 08:09 AM, 2 November 2025
ADVERTISEMENT
બોલીવુડના બાદશાહ શાહરૂખ ખાન આજે પોતાનો 60મો જન્મદિવસ પોતાના પરિવાર અને નજીકના મિત્રોના સાથે અલીબાગમાં ભવ્ય રીતે ઉજવવા જઈ રહ્યા છે. આખા દેશમાં ‘કિંગ ખાન’ના જન્મદિવસની ચર્ચા છે અને અલીબાગમાં તો ઉજવણીનો માહોલ છવાઈ ગયો છે. અહેવાલો મુજબ, શાહરૂખે પોતાના અલીબાગના સુંદર દરિયાકિનારે આવેલા ફાર્મહાઉસમાં વિશાળ પાર્ટીનું આયોજન કર્યું છે.
ADVERTISEMENT

આ ખાસ પ્રસંગ માટે તૈયારીઓ ધમધમતી ચાલી રહી છે. શાહરૂખના નજીકના મિત્રો ફરાહ ખાન અને કરણ જોહરને તાજેતરમાં અલીબાગ જતાં જોવા મળ્યા હતા. તેમના સાથે સુહાના ખાનની મિત્ર નવ્યા નવેલી નંદા પણ એક મોટું રો-રો શિપ લઈને અલીબાગ જતી દેખાઈ હતી. ફરાહ ખાને પોતાના ઇન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કર્યો, જેમાં તે અને કરણ સમુદ્ર માર્ગે અલીબાગ જઈ રહ્યા છે. વીડિયોમાં ફરાહે કરણને મજાકમાં પૂછ્યું કે “કોમર્શિયલ ટ્રાન્સપોર્ટમાં જવાનો અનુભવ કેવો રહ્યો?” ત્યારે કરણે પોતાના રમૂજી અંદાજમાં જવાબ આપ્યો – “મને આમંત્રણ આપવા બદલ આભાર, આ અનોખો અનુભવ રહ્યો.”
ADVERTISEMENT
ADVERTISEMENT
ફરાહે વધુમાં પૂછ્યું – “સામાન્ય લોકો સાથે ડેક પર રહેવાનું કેવું લાગે છે?” ત્યારે કરણ હસીને બોલ્યો, “બસ કોઈને ના કહેશો!” આ હળવી મજાકવાળો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગયો છે. ફરાહે વીડિયોને કેપ્શન આપ્યું, “Karan’s day out on RoRo! #loveofthecommonpeople.”
ADVERTISEMENT

ADVERTISEMENT
થોડીવાર બાદ ફરાહે બીજો વીડિયો પણ શેર કર્યો, જેમાં નવ્યા નવેલી નંદા તેના મિત્રો સાથે અલીબાગ તરફ જઈ રહી છે. નવ્યા પાસે નાસ્તાની એક સુંદર ટોપલી હતી. ફરાહે તેને “Bridgerton Picnic” કહી મજાક કરી હતી, જ્યારે કરણ જોહરે પણ ટોપલીમાં ઝાંખી મારી હતી. આ વીડિયાઓ જોઈને ચાહકોમાં ઉત્સુકતા વધી ગઈ છે કે શાહરૂખની પાર્ટી કેટલી ખાસ હશે!

ADVERTISEMENT
સૂત્રો મુજબ, પાર્ટીમાં ઘણા મોટા બોલીવુડ સ્ટાર્સ હાજર રહેશે. આમંત્રણો પહેલેથી જ મોકલી દેવામાં આવ્યા છે અને મહેમાનો 1 નવેમ્બરથી અલીબાગ આવવાનું શરૂ કરી ચૂક્યા છે. અલીબાગમાં પહેલેથી જ લાઇટિંગ અને ડેકોરેશનની તૈયારી પૂર્ણ થઈ ગઈ છે.
કામની વાત કરીએ તો શાહરૂખ ખાન ટૂંક સમયમાં સિદ્ધાર્થ આનંદ દિગ્દર્શિત એક્શન થ્રિલર "કિંગ"માં જોવા મળશે. આ ફિલ્મમાં દીપિકા પાદુકોણ, સુહાના ખાન, જયદીપ અહલાવત, અર્જુન વર્ષી, અનિલ કપૂર, રાઘવ જુયાલ અને અભય વર્મા પણ મહત્વપૂર્ણ ભૂમિકામાં દેખાશે. આ ફિલ્મ 2026માં રિલીઝ થવાની છે.
સંકળાયેલા મુદ્દાઓ
Nidhi Panchal, I am having 8 years of experience in Media Industry & also work as field reporting. Working as Sub-Editor at VTVGujarati Digital