ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / મનોરંજન / Bollywood / બોલિવૂડ / ચહેરા પર રક્ત, આંખો લાલચોળ, રશ્મિકા મંદાનાની ફિલ્મનું નવું પોસ્ટર ફેન્સમાં આકર્ષણ જમાવે તેવું

મનોરંજન / ચહેરા પર રક્ત, આંખો લાલચોળ, રશ્મિકા મંદાનાની ફિલ્મનું નવું પોસ્ટર ફેન્સમાં આકર્ષણ જમાવે તેવું

Published By: Nidhi Panchal

Last Updated: 12:41 PM, 27 June 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રશ્મિકા મંદન્ના ફરી એકવાર નવી ભૂમિકામાં ધમાકો કરવા તૈયાર છે. તેની આગામી ફિલ્મ 'MYSAA'નો પહેલો લુક રિલીઝ થતા જ ચાહકોમાં ભારે ઉત્સાહ છવાયો છે.

ADVERTISEMENT

રશ્મિકા મંદન્ના આજકાલ સતત ચર્ચામાં છે. 'છાવા' ફિલ્મની મોટી સફળતા બાદ હાલમાં તે ધનુષની આગામી ફિલ્મ ‘કુબેર’માં મુખ્ય ભૂમિકા ભજવી રહી છે. ચાહકો તેના નવા અવતારમાં જોઈ ખૂબ ઉત્સાહિત છે. હવે અભિનેત્રીની આગામી ફિલ્મનો પહેલો લુક રિલીઝ થયો છે, જે ખુબ જ ખતરનાક અને પાવરફુલ છે.

mysaa-2

પોસ્ટરનો લુક

પોસ્ટરમાં રશ્મિકા ખૂબ ગંભીર અને ઇન્ટેન્સ અંદાજમાં દેખાઈ રહી છે, જેને જોઇને ચાહકોમાં ફિલ્મ અંગે વધુ જ ઉત્સુકતા જોવા મળી રહી છે. ફિલ્મના નિર્માતાઓએ આ પહેલો લુક શેર કરીને સાથે જ ફિલ્મના શીર્ષકની પણ ઘોષણા કરી છે. ફિલ્મના પોસ્ટર અને રશ્મિકાના લૂક પરથી એ સ્પષ્ટ છે કે આ ફિલ્મમાં તેનો રોલ ખૂબ જ ચેલેન્જિંગ અને અડધીરું હશે.

આ નવા લુકમાં રશ્મિકા ખૂબ જ તીવ્ર, ખતરનાક અને અલગ અંદાજમાં દેખાય છે. પોતાનો લુક અને અનુભવ શેર કરતા રશ્મિકાએ ઇન્સ્ટાગ્રામ પર લખ્યું, "હું હંમેશા તમને કંઈક નવું આપવાનો પ્રયાસ કરું છું... કંઈક અલગ... કંઈક રોમાંચક... અને આ તેમાંથી એક છે. એવું પાત્ર જે મેં પહેલાં ક્યારેય ભજવ્યું નથી... એવી દુનિયા જ્યાં મેં ક્યારેય પગ મૂક્યો નથી... અને મારું એવું સ્વરૂપ જેને હું આજ સુધી મળ્યો પણ નથી. તે ઉગ્ર છે... તે તીવ્ર છે અને તે અત્યંત અલગ છે. હું ખૂબ જ નર્વસ પણ છું અને ઉત્સાહિત પણ. હું રાહ જોઈ રહી છું કે તમે શું વિચારશો!"

dhanush

ફિલ્મના પોસ્ટરને શેર કરતી વખતે અભિનેતા ધનુષે લખ્યું,

"કેટલીક લડાઈઓ અસ્તિત્વ માટે નથી હોતી, પરંતુ દુનિયાને બતાવવા માટે હોય છે કે તમે શું બની ગયા છો. અહીં @iamRashmika છે, જે તમે પહેલાં ક્યારેય જોયું નથી. આ તીવ્ર અને અલગ ફિલ્મના તમિલ પોસ્ટરને શેર કરતા આનંદ થાય છે. #MYSAA ટીમને શુભેચ્છાઓ."

app promo5

આ પણ વાંચો : Kannappa Review: પ્રભાસ અને અક્ષયની ફિલ્મ 'કનપ્પા' રિલીઝ, જોઇ લો ફર્સ્ટ ડે ફર્સ્ટ શોનો રિવ્યૂ

ફિલ્મનું નામ 'MYSAA' છે અને ફિલ્મના લુકમાંથી એવું લાગી રહ્યું છે કે તે એક અનોખી વાર્તા અને ગાઢ અભિનયથી ભરપૂર હશે. ફિલ્મનો મિજાજ ગંભીર અને ઇન્ટેન્સ છે, જે દર્શકોને થ્રિલ અનુભવાડશે. હવે ચાહકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે ફિલ્મના ટ્રેલર અને રિલીઝ તારીખની, કારણ કે પહેલો લુક જોઈને લોકોમાં ફિલ્મ અંગે ભારે ઉત્સાહ છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Rashmika Mandanna MYSAA Rashmika new movie poster MYSAA first look

Published by

Nidhi Panchal

Nidhi Panchal, I am having 8 years of experience in Media Industry & also work as field reporting. Working as Sub-Editor at VTVGujarati Digital

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ