ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / મનોરંજન / Bollywood / બોલિવૂડ / પીળી સાડી અને હાથમાં બંદૂક સાથે જોવા મળી પ્રિયંકા ચોપરા, SS રાજામૌલીની ફિલ્મનો ફર્સ્ટ લુક આઉટ

મનોરંજન / પીળી સાડી અને હાથમાં બંદૂક સાથે જોવા મળી પ્રિયંકા ચોપરા, SS રાજામૌલીની ફિલ્મનો ફર્સ્ટ લુક આઉટ

Published By: Nidhi Panchal

Last Updated: 12:02 AM, 13 November 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પ્રિયંકા ચોપરાનો ધમાકેદાર લુક આવ્યો સામે, ચાહકોમાં મચી ગઈ ચર્ચા! રાજામૌલીની આ 1000 કરોડની ફિલ્મમાં પ્રિયંકા કરશે એવી ભૂમિકા, જેને જોઈ સૌ થઈ ગયા દીવાના…

ADVERTISEMENT

છેલ્લા ઘણા સમયથી મહેશ બાબુ અને એસ.એસ. રાજામૌલીની મહાગજબી ફિલ્મ વિશે ચાહકોમાં ભારે ઉત્સુકતા જોવા મળી રહી છે. કહેવામાં આવી રહ્યું છે કે આ ફિલ્મનો બજેટ આશરે 1000 કરોડ રૂપિયા સુધીનો છે, જેનાથી આ ભારતીય સિનેમાની સૌથી મોટી પ્રોજેક્ટ્સમાંની એક ગણાશે. ફિલ્મની સાથે જોડાયેલા દરેક અપડેટ પર ચાહકોની નજર છે. હવે ફિલ્મ સંબંધિત એક મોટું અપડેટ બહાર આવ્યું છે, જેને જોઈને ચાહકોમાં નવા ઉત્સાહની લહેર દોડી ગઈ છે.

PC

રાજામૌલીની આ ફિલ્મનું હાલનું ટાઇટલ “ગ્લોબેટ્રોટર (Globetrottor)” રાખવામાં આવ્યું છે. થોડા દિવસો પહેલા ફિલ્મના ખલનાયક પૃથ્વીરાજ સુકુમારનનો પહેલો લુક જાહેર થયો હતો, જે ખુબ વાયરલ બન્યો હતો. હવે ફિલ્મમાંથી એક વધુ મોટું અનાવરણ થયું છે. પ્રિયંકા ચોપરાનો પહેલો લુક! હા, બિલકુલ સાચું! બોલિવૂડની દેશી ગર્લ પ્રિયંકા ચોપરા લાંબા સમય બાદ ભારતીય સિનેમામાં વાપસી કરી રહી છે અને તે પણ રાજામૌલી જેવા ડિરેક્ટર સાથે. ફિલ્મમાં પ્રિયંકા ‘મંદાકિની’ નામની ભૂમિકા ભજવશે, જેનુ લુક જાહેર થતાં જ સોશિયલ મીડિયામાં ધૂમ મચી ગઈ છે.

પહેલો લુક વાયરલ

પ્રિયંકાએ આજે પોતાના ઇન્સ્ટાગ્રામ પર “Ask Priyanka” સત્ર યોજ્યું હતું. આ સત્ર દરમિયાન ચાહકોના અનેક પ્રશ્નોના જવાબ આપતાં-આપતાં અભિનેત્રીએ અચાનક પોતાનો ફિલ્મનો ફર્સ્ટ લુક (First Look) જાહેર કર્યો. ફોટામાં પ્રિયંકા પીળી સાડીમાં દેખાઈ રહી છે, હાથમાં બંદૂક છે અને તેના ચહેરા પર એક અલગ જ આત્મવિશ્વાસ છલકાઈ રહ્યો છે. તેણીએ પોસ્ટ સાથે લખ્યું “તે જે દેખાય છે તેના કરતાં વધુ છે. મળો મંદાકિનીને.”

ફર્સ્ટ લુક બહાર આવ્યા બાદ ચાહકોની પ્રતિક્રિયાઓ સોશિયલ મીડિયામાં વરસી પડી. એક ચાહકે લખ્યું — “પ્રિયંકાને મંદાકિની તરીકે રજૂ કરવાની શ્રેષ્ઠ રીત!” તો બીજા ચાહકે ટિપ્પણી કરી — “મંદાકિની એકદમ વિનાશક છે, કેવું પુનરાગમન! પ્રિયંકા ચોપરા ખૂબ જ ધમાકેદાર દેખાઈ રહી છે.”

vtv app promotion

રાજામૌલીએ પોતે પણ પ્રિયંકાનું સ્વાગત કરતાં લખ્યું — “તે મહિલા જેણે વૈશ્વિક સ્તરે ભારતીય સિનેમાને નવી ઓળખ આપી. સ્વાગત છે, દેશી ગર્લ! દુનિયા મંદાકિનીના અસંખ્ય રંગો જોવા ઉત્સુક છે.”

આ પણ વાંચો : જૂનો ટપ્પુ 8 વર્ષ પછી 'તારક મહેતા...' શોમાં પરત ફરશે? મેકર્સે જણાવી સચ્ચાઈ

આ ફિલ્મમાં મહેશ બાબુ મુખ્ય ભૂમિકામાં છે અને કહેવામાં આવી રહ્યું છે કે ફિલ્મનું શૂટિંગ વૈશ્વિક સ્તરે અનેક દેશોમાં થશે. રાજામૌલીના દિગ્દર્શનમાં બની રહેલી આ ફિલ્મ માત્ર વિઝ્યુઅલ ટ્રીટ જ નહીં, પણ એક એવી એડવેન્ચર ડ્રામા બનવાની છે જે ભારતીય સિનેમાના ઈતિહાસમાં નવી સિદ્ધિ લખશે. ચાહકો હવે 15 નવેમ્બરે થનારી મોટી જાહેરાતની રાહ જોઈ રહ્યા છે, કારણ કે તે દિવસે ફિલ્મ સંબંધિત એક વિશેષ ઇવેન્ટ યોજાવાની છે. હવે જોવું રહ્યું કે “ગ્લોબેટ્રોટર” કેવી રીતે પ્રિયંકા ચોપરાના ધમાકેદાર પુનરાગમનનું મંચ બને છે!

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Priyanka Chopra SS Rajamouli Mahesh Babu

Published by

Nidhi Panchal

Nidhi Panchal, I am having 8 years of experience in Media Industry & also work as field reporting. Working as Sub-Editor at VTVGujarati Digital

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ