બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 04:59 PM, 28 June 2025
કાંટા લાગા સોંગથી ફેમસ થયેલી અભિનેત્રી શેફાલી જરીવાલાનું શુક્રવારે અવસાન થઈ ગયું છે. શેફાલીની મોત બાદથી બૉલીવુડમાં સતત તેના મોતના કારણો પર સવાલો ઉઠી રહ્યા છે. અચાનક સામે આવેલી મોતની ખબરથી ફેન્સથી સાથે સમગ્ર મનોરંજન ઇન્ડસ્ટ્રી ચોંકી ગઈ છે.
ADVERTISEMENT
શરૂઆતી રિપોર્ટ્સમાં જણાવવામાં આવ્યું છે કે શેફાલીના મોતનું કારણ હાર્ટ એટેક છે. જોકે, હવે સામે આવ્યું છે કે મોડી રાત્રે 1 વાગ્યે પોલીસ અને ફોરેન્સિક ટીમ શેફાલીના ઘરે પહોચી. ઘરે હાજર લોકો સાથે પૂછપરછ ચાલી રહી છે. સાથે જ પોલીસ મોડી રાત્રે કુક-મેડને પૂછપરછ માટે લઈ ગઈ છે. શેફાલીના મોત પર હજુ પણ સસ્પેન્સ છે. મોતનું કારણ હાર્ટ એટેક હતો કે નહીં તે હજુ સ્પષ્ટ નથી. પોલીસનું કહેવું છે કે પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા પછી જ મોતનું કારણ બહાર આવશે.
ADVERTISEMENT
છેલ્લા 12 કલાકમાં શું થયું?
શેફાલીના મોત પછી, છેલ્લા 12 કલાકમાં તેના મૃત્યુ વિશે ઘણી માહિતી સામે આવી છે. આ સાથે, તેના હેલ્થ વિશે ઘણા રહસ્યો પણ ખુલ્યા. ચાલો જાણીએ કે છેલ્લા 12 કલાકમાં શું થયું?
ADVERTISEMENT

શુક્રવારે મોડી રાત્રે શેફાલી જરીવાલનું અવસાન થયું. અભિનેત્રીના મોતની જાણ થયા બાદ, મુંબઈ પોલીસની ટીમ અને ફોરેન્સિક ટીમ શેફાલી જરીવાલાના ઘરે પહોંચી હતી. શેફાલીના ચોકીદારે તેના મૃત્યુ પછી શું થયું તેની માહિતી આપી છે.
ADVERTISEMENT
વધુ વાંચો: Photos: પલક તિવારીએ જલવો પાડી દીધો, શેર કરી એવી સ્ટનિંગ તસવીરો કે...!
ADVERTISEMENT
શેફાલીના અવસાન બાદ પછી, સમગ્ર ફિલ્મ ઈડસ્ટ્રીમાં શંકા અને શોકનું મોજું ફરી વળ્યું છે. ફિલ્મ નિર્માતા અશોક પંડિતે દુ:ખ વ્યક્ત કર્યું અને કહ્યું કે શેફાલીનું કરિયર ખૂબ જ સારું ચાલી રહ્યું હતું. જોકે, તે જે બીમારીથી પીડાઈ રહી હતી તે ખૂબ જ દુઃખદ છે. આવી ઘટનાઓ સતત વધી રહી છે, લોકોમાં વર્ક સ્ટ્રેસ વધુ હોય છે. લોકો ડિપ્રેશનમાં જાય છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.