ન્યૂઝ અપડેટ્સ
VTV / મનોરંજન / Bollywood / બોલિવૂડ / Mastiii 4 Trailer પર વિવાદનો મધપૂડો છંછેડાયો, 3 મિનિટ અને 5 સેકન્ડના ટ્રેલરમાં ભદ્દી કમેન્ટો
Last Updated: 10:34 PM, 4 November 2025
ADVERTISEMENT
‘મસ્તી’ શ્રેણીના ચાહકો માટે ખુશીની ખબર છે, કારણ કે રિતેશ દેશમુખ, આફતાબ શિવદાસાની અને વિવેક ઓબેરોયની લોકપ્રિય કોમેડી ફિલ્મ શ્રેણીનો નવો ભાગ ‘મસ્તી 4’ હવે આવવા જઈ રહ્યી છે. મંગળવારે નિર્માતાઓએ ફિલ્મનો 3 મિનિટ 5 સેકન્ડનો ટ્રેલર યુટ્યુબ અને અન્ય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર રિલીઝ કર્યો. રિલીઝ થતાની સાથે જ આ ટ્રેલરે સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી દીધી, પરંતુ સાથે જ વિવાદ પણ જન્માવ્યો.
ADVERTISEMENT

ટ્રેલરમાં બતાવેલા કેટલાક સંવાદો અને દૃશ્યોને લઈને અનેક લોકો ફિલ્મ પર સવાલ ઉઠાવી રહ્યા છે. કેટલાક વપરાશકર્તાઓએ કહ્યું કે ફિલ્મમાં હાસ્ય કરતાં વધુ અશ્લીલતા છે. તો કેટલાકે તેને “કચરો” અને “સસ્તી કોમેડી” કહીને ટીકા કરી.
ADVERTISEMENT
Respect your opinion bhai. Hopefully audiences will enjoy it 🙏🤞❤️ https://t.co/T3BvFYzTSA
— Milap (@MassZaveri) November 4, 2025
ADVERTISEMENT
એક સોશિયલ મીડિયા યુઝરે પ્લેટફોર્મ X (Twitter) પર ફિલ્મના એક દૃશ્યની ક્લિપ શેર કરી હતી, જેમાં આફતાબ શિવદાસાની એક વૃદ્ધ માણસનો સામનો કરતા ડૉક્ટરનો રોલ ભજવે છે. આ સીનમાં બોલાયેલો સંવાદ ઘણા લોકોને નાપસંદ આવ્યો. ત્યારબાદ વપરાશકર્તાઓએ ફિલ્મની ટીમને ટેગ કરીને ભારે પ્રતિસાદ આપ્યો.
ADVERTISEMENT
તેના જવાબમાં ફિલ્મના દિગ્દર્શક મિલાપ ઝવેરીએ ખૂબ શાંતિપૂર્વક પ્રતિસાદ આપ્યો. તેમણે લખ્યું, “ભાઈ, હું તમારા દ્રષ્ટિકોણનો આદર કરું છું. આશા છે કે દર્શકોને આ ફિલ્મ ગમશે.” ઝવેરીના આ સંતુલિત જવાબને અનેક લોકો દ્વારા પ્રશંસા મળી. કેટલાક વપરાશકર્તાઓએ જણાવ્યું કે ટ્રેલર ખરેખર મજેદાર છે અને ‘એડલ્ટ કોમેડી’ તરીકે તેને સ્વીકારવું જોઈએ.
ADVERTISEMENT

ADVERTISEMENT
આ ફિલ્મ શ્રેણીનો આરંભ 2004માં થયો હતો, જ્યારે પહેલી ‘મસ્તી’ ફિલ્મ રિલીઝ થઈ હતી. તેમાં રિતેશ, આફતાબ, વિવેક અને અજય દેવગણ જેવા કલાકારો હતા. ત્યારબાદ 2013માં ‘ગ્રાન્ડ મસ્તી’ અને 2016માં ‘ગ્રેટ ગ્રાન્ડ મસ્તી’ રિલીઝ થઈ. ત્રણેય ફિલ્મો બોક્સ ઓફિસ પર સફળ રહી અને લોકોએ તેની કોમેડી અંદાજ પસંદ કર્યો.
હવે આ ફ્રેન્ચાઇઝની ચોથી ફિલ્મ ‘મસ્તી 4’ નવી કથા અને નવા ચહેરાઓ સાથે આવી રહી છે. આ વખતે ફિલ્મની થીમ “લવ વિઝા” પર આધારિત હશે. રિતેશ, આફતાબ અને વિવેક સિવાય ફિલ્મમાં તુષાર કપૂર અને અરશદ વારસી પણ જોવા મળશે. મહિલા મુખ્ય ભૂમિકામાં રિયા શર્મા, રૂહી સિંહ અને એલનાઝ નોરોઝી દેખાશે. ફિલ્મ 21 નવેમ્બર, 2025ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે. હવે જોવું એ રહેશે કે ટ્રેલર જેટલું ચર્ચામાં આવ્યું છે, ફિલ્મ બોક્સ ઓફિસ પર કેટલી “મસ્તી” મચાવે છે!
સંકળાયેલા મુદ્દાઓ
Nidhi Panchal, I am having 8 years of experience in Media Industry & also work as field reporting. Working as Sub-Editor at VTVGujarati Digital