બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

VTV / મનોરંજન / બોલિવૂડ / Bollywood Film: gadar 2 omg 2 box office collection on the opening day on 11 august

બોલિવૂડ / ગદર-2 કે OMG-2, પ્રથમ દિવસે કોણે તોડયા કમાણીના રેકોર્ડ, સન્ની પાજીની બલ્લે બલ્લે, ખેલાડીની ધીમી રફતાર

Vaidehi

Last Updated: 07:14 PM, 11 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Gadar 2 અને OMG 2 આજે થિયેટર્સમાં રિલીઝ થઈ. બોલીવુડની 2 મોટી ફિલ્મો આમને-સામને થતાં બોક્સ ઓફિસ પર કોણ ધમાલ મચાવે છે તે જોવાનું રહ્યું.

  • 'ગદર-2' અને OMG 2 બંને આજે રિલીઝ થઈ
  • 27 વર્ષો પહેલાં આ બંને સ્ટારની મૂવી વચ્ચે થઈ હતી ટક્કર
  • આ વખતે કોણ કરશે રેકોર્ડ બ્રેક?

11 ઑગસ્ટનાં રોજ બોક્સ ઓફિસ પર બોલીવુડની 2 મોટી ફિલ્મો રિલીઝ થઈ ગઈ છે. એક છે સની દેઓલની ફિલ્મ 'ગદર 2' જ્યારે બીજી મોટી ફિલ્મ છે અક્ષય કુમારની 'OMG 2'. બંને ફિલ્મોને લઈને દર્શકોનાં રિવ્યૂ સામે આવવા લાગ્યાં છે. ગદર 2 અને OMG 2માં કમાણીનાં મામલામાં અત્યારસુધીમાં કોણ આગળ છે તે જોવાનું રહ્યું.

27 વર્ષો પહેલા આ જ સ્ટાર થયાં હતાં આમને-સામને
8 નવેમ્બર 1996નાં સનીની 'ઘાતક' ફિલ્મ રિલીઝ થઈ હતી જ્યારે એ જ દિવસે અક્ષયની ફિલ્મ 'સપૂત' થિયેટર્સમાં લાગી હતી. બંને ફિલ્મોમાંથી દર્શકોનો વધુ પ્રેમ 'ઘાતક' ફિલ્મને મળ્યો હતો. સનીની ફિલ્મે વિશ્વમાં 26.5 કરોડનું ગ્રોસ કલેક્શન કર્યું હતું. ફિલ્મનું બજેટ તો 6.5 કરોડ જ હતું. તેવામાં સની પિક્ચરનાં બજેટે બેગણી કમાણી કરીને બોક્સ ઓફિસમાં જીત મેળવી.બીજી તરફ અક્ષયની ફિલ્મ 'સપૂત'માં સુનીલ શેટ્ટી પણ હતાં. બે સ્ટાર્સ હોવા છતાં પણ લોકોને આ ફિલ્મની સ્ટોરી પસંદ ન આવી. જેના કારણે ફિલ્મે વિશ્વમાં 11.74 કરોડનું ગ્રોસ કલેક્શન કર્યું. આ કમાણી સનીની ફિલ્મની ઈનકમની સરખામણીએ ઘણી ઓછી હતી.

2023માં બદલાશે ઈતિહાસ?
ગદર 2 એ 2001માં રિલીઝ થયેલી ગદર એક પ્રેમ કથાનું સીક્વલ છે. 22 વર્ષ પહેલાં રિલીઝ થયેલી આ ફિલ્મે બોક્સ ઓફિસમાં ધમાલ મચાવી દીધી હતી. તો OMG 2, 2012માં રિલીઝ થયેલી ઓહ માય ગૉડની સીક્વલ છે.  અક્ષય કુમાર અને પરેશ રાવલની ફિલ્મ બોલીવુડની સુપરહિટ ફિલ્મોમાંની એક છે. હવે જોવાનું રહ્યું કે બંને ફિલ્મોની સીક્વલની કમાણીમાં કોણ કેટલું આગળ નિકળે છે. 

ઓપનિંગ ડે પર કોણે કેટલું કલેક્શન કર્યું?
રિપોર્ટ અનુસાર Gadar 2ની બોક્સ ઓફિસ પર ઓપનિંગ ડેની કમાણી 30 કરોડ જેટલી થઈ ગઈ છે. જ્યારે OMG 2એ ઓપનિંગ ડેનાં દિવસે 10 કરોડ જેટલી કમાણી કરી છે. પરંતુ આ બંને ફિલ્મો સાથે ત્રીજી પણ એક ફિલ્મ Jailer કે જેણે બોક્સ ઓફિસ પર આજે ઓપનિંગ ડે પર 29 કરોડ જેટલી કમાણી કરી લીધી છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ