ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / મનોરંજન / Bollywood / બોલિવૂડ / 'મને મારા પૈસા આપો', જ્યારે KBCના સ્ટેજ પર દિલજીત દોસાંઝે બિગબીને હોટ સીટ છોડવાની ના પાડી

મનોરંજન / 'મને મારા પૈસા આપો', જ્યારે KBCના સ્ટેજ પર દિલજીત દોસાંઝે બિગબીને હોટ સીટ છોડવાની ના પાડી

Published By: Nidhi Panchal

Last Updated: 12:35 PM, 2 November 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કૌન બનેગા કરોડપતિના તાજેતરના એપિસોડમાં મનોરંજન અને મજાનો તડકો જોવા મળ્યો. જ્યારે પંજાબી સુપરસ્ટાર દિલજીત દોસાંઝ હોટ સીટ પર આવ્યા, ત્યારે અમિતાભ બચ્ચન પણ તેમની મસ્તીથી હસતા રોકાઈ ન શક્યા

ADVERTISEMENT

TV પર લોકપ્રિય ક્વિઝ શો કૌન બનેગા કરોડપતિ (KBC)ના તાજેતરના એપિસોડમાં પંજાબી ગાયક અને અભિનેતા દિલજીત દોસાંઝ વિશેષ મહેમાન તરીકે દેખાયા હતા. શોમાં તેમણે અમિતાભ બચ્ચન સાથે હોટ સીટ પર બેસીને રમત રમી. દિલજીતની હાસ્યભરી અંદાજ, તેમની બોલચાલ અને જવાબોનું ધમાલભર્યું સ્ટાઈલ જોઈને દર્શકો ખુશ થઈ ગયા.

Diljit

રમત દરમિયાન દિલજીતે ₹50 લાખ જીત્યા, પરંતુ રમતનો અંત આવી રહ્યો હતો અને તે ₹7 કરોડ જીતવાથી ફક્ત બે પ્રશ્ન દૂર હતા. તે સમયે શોના નિયમ પ્રમાણે હૂટર વાગી ગયો, જેનો અર્થ હતો કે સમય પૂરો થઈ ગયો. હૂટર વાગતા જ અમિતાભ બચ્ચને કહ્યું કે હવે એપિસોડનો સમય પૂરો થઈ ગયો છે.

diljit-2

દિલજીતનો મજાક્યા અવતાર

પરંતુ દિલજીતે મજાકમાં વિરોધ કર્યો અને કહ્યું, “હું હાર્યો નથી, મને મારા પૈસા આપો! મારી પાસે એક લાઈફલાઈન બાકી છે અને બે પ્રશ્નો બાકી છે. તમે મને તે પ્રશ્નો પૂછો અને હું તેનો જવાબ આપી દઈશ.” આ વાત સાંભળીને અમિતાભ અને આખું સ્ટુડિયો હસવામાં તૂટી પડ્યું. દિલજીતની મસ્તીભરી અદા એ શોનું વાતાવરણ હળવું કરી દીધું. રમતમાં એક રસપ્રદ ક્ષણ ત્યારે આવી જ્યારે ₹50 લાખના પ્રશ્ન માટે અમિતાભ બચ્ચને પૂછ્યું કે

“મૂળ દૂરદર્શનની ટ્યુન કોણે રચી છે?”

વિકલ્પો હતા

A) ઉસ્તાદ બિસ્મિલ્લા ખાન

B) પંડિત રવિશંકર

C) પંડિત હરિપ્રસાદ ચૌરસિયા

D) ડૉ. એલ. સુબ્રમણ્યમ

vtv app promotion

દિલજીત અહીં પંડિત રવિશંકર અને પંડિત હરિપ્રસાદ ચૌરસિયા વચ્ચે મૂંઝવણમાં દેખાયા. તેમણે કહ્યું કે લાઈફલાઈન લેવી તેમને પસંદ નથી. પરંતુ અમિતાભ બચ્ચને સલાહ આપી કે લાઈફલાઈનનો ઉપયોગ કરવાથી નુકસાન નહીં થાય, પરંતુ આત્મવિશ્વાસ વધશે. અમિતાભના આગ્રહ પર દિલજીતે અંતે 50-50 લાઈફલાઈન લીધી. ત્યારબાદ સ્ક્રીન પર બે વિકલ્પ બાકી રહ્યા — પંડિત રવિશંકર અને ડૉ. એલ. સુબ્રમણ્યમ. દિલજીતે તરત કહ્યું, “મને ખબર હતી, વિકલ્પ B સાચો છે.” પછી તેમણે મજાકમાં કહ્યું,

આ પણ વાંચો : 60માં બર્થડે પર ફેન્સને SRKની રિટર્ન ગિફ્ટ, 'King'નું ટીઝર રિલીઝ, જુઓ Video

“મેં મારી લાઈફલાઈન બગાડી.”

અમિતાભે હસતાં કહ્યું કે તેમના પાસે હજી ત્રીજી લાઈફલાઈન બાકી છે, પણ દિલજીતે હસીને ના પાડી અને વિકલ્પ B પસંદ કર્યો. અંતે, તેમનો જવાબ સાચો નીકળ્યો અને તેમણે ₹50 લાખ જીત્યા. એપિસોડના અંતે દિલજીતે કહ્યું કે તેમને આનંદ થયો કે તેમણે KBC જેવી પ્રતિષ્ઠિત હોટ સીટ પર અમિતાભ બચ્ચન સાથે સમય વિતાવ્યો. તેમના મસ્તીભર્યા સ્વભાવ અને હાસ્યપ્રદ બોલચાલે શોને એક અલગ જ મજા આપી.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Amitabh Bachchan Kaun Banega Crorepati Diljit Dosanjh

Published by

Nidhi Panchal

Nidhi Panchal, I am having 8 years of experience in Media Industry & also work as field reporting. Working as Sub-Editor at VTVGujarati Digital

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ