ન્યૂઝ અપડેટ્સ
VTV / મનોરંજન / Bollywood / બોલિવૂડ / દિગ્ગજ બૉલીવુડ અભિનેતાને ઘણી છોકરીઓ સાથે ચક્કર, પત્નીએ જાસૂસી કરાવી તો પોલ ખૂલી
Last Updated: 12:03 PM, 5 November 2025
ADVERTISEMENT
તાજેતરના એક ઇન્ટરવ્યુમાં જાણીતી ખાનગી ડિટેક્ટીવ તાન્યા પુરીએ એવો ધડાકેદાર ખુલાસો કર્યો કે સમગ્ર બોલિવૂડમાં ચર્ચા શરૂ થઈ ગઈ. તેણે જણાવ્યું કે એક પ્રખ્યાત બોલિવૂડ અભિનેતા પોતાની પત્ની સાથે છેતરપિંડી કરી રહ્યો હતો અને અનેક યુવાન અભિનેત્રીઓ સાથે તેના સંબંધ હતા. આ મામલો ત્યારે બહાર આવ્યો જ્યારે અભિનેતાની પત્નીના મેનેજરે તાન્યાનો સંપર્ક કર્યો, કારણ કે પત્નીને પોતાના પતિની પ્રવૃત્તિઓ પર શંકા હતી.
ADVERTISEMENT

તાન્યાએ જણાવ્યું કે તપાસ દરમિયાન સ્પષ્ટ થયું કે અભિનેતા પોતાની પત્ની સાથે બેવફા હતો. તે ઘણી જગ્યાએ કેટલીક યુવતી અભિનેત્રીઓ સાથે જોવા મળતો હતો અને તેમને મોંઘી ભેટો આપતો હતો. બદલામાં તે સંબંધોનો લાભ લેતો હતો. તાન્યાના કહેવા મુજબ, પત્ની ખૂબ શિક્ષિત સ્ત્રી હતી, જ્યારે પતિ એક દેશી મુંડા પ્રકારનો માણસ હતો. બંને કેમેરાની સામે એક આદર્શ દંપતીની જેમ દેખાતા હતા, પરંતુ હકીકતમાં તેમના સંબંધોમાં મોટો ખોટો પડ્યો હતો.
ADVERTISEMENT

ADVERTISEMENT
તાન્યાએ ઇન્ટરવ્યુમાં વધુમાં જણાવ્યું કે આ દંપતીએ 2000ના દાયકાની શરૂઆતમાં લગ્ન કર્યા હતા. લાંબા સમય સુધી પત્નીએ પતિના વર્તનને અવગણ્યું, કારણ કે તેના માટે ભાવનાત્મક જોડાણ શારીરિક સંબંધોથી વધારે મહત્વનું હતું. પરંતુ જ્યારે વાત બાળકો સુધી પહોંચી, ત્યારે પત્ની ધીરજ ગુમાવી દીધી. તેમના બે મોટા બાળકો પણ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં છે અને તેઓને પણ પિતાના આ વર્તનની જાણ થઈ ગઈ હતી.
ADVERTISEMENT
તાન્યાના જણાવ્યા મુજબ, પત્નીએ પોતાના પતિની તપાસ કરાવવાનું નક્કી કર્યું અને પોતાના મેનેજર મારફતે ડિટેક્ટીવ ટીમને નોકરી પર રાખી. તપાસમાં જાણવા મળ્યું કે અભિનેતા ઘણી જગ્યાએ પોતાના અફેર્સ માટે સમય પસાર કરતો હતો અને ઘણી વખત એવી જગ્યાએ જતો હતો જ્યાં તેની ફિલ્મનું શૂટિંગ પણ નહોતું. જ્યારે પત્નીએ તેને પ્રશ્ન કર્યો ત્યારે શરૂઆતમાં તેણે અવગણી વાતને, પરંતુ અંતે બધું કબૂલ્યું.
ADVERTISEMENT
તાન્યાએ કહ્યું કે પતિએ પત્ની અને બાળકો સામે પોતાના વર્તન માટે માફી માંગી અને સુધરવાનું વચન આપ્યું. પરંતુ તાન્યાએ કોઈનું નામ જાહેર કર્યું નથી. આ આખી ઘટના બતાવે છે કે બોલિવૂડની ચમકતી દુનિયામાં બહારથી બધું આદર્શ લાગે છે, પણ અંદર કેટલી ઉથલપાથલ ચાલે છે તે બહુ ઓછા લોકોને ખબર પડે છે. તાન્યાના શબ્દોમાં – “આજકાલ છેતરપિંડી સામાન્ય બની ગઈ છે, ખાસ કરીને શોબિઝમાં.”
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
Nidhi Panchal, I am having 8 years of experience in Media Industry & also work as field reporting. Working as Sub-Editor at VTVGujarati Digital