બ્રેકિંગ ન્યુઝ
VTV / મનોરંજન / ગુજરાત / Bollywood / વડોદરાના સમાચાર / Bold Indian film actress Sapna alias Sappu reached Vadodara with summons
ADVERTISEMENT
સપના નામની મુંબઈની અભિનેત્રી પોતાના દીકરા સાથે વડોદરા દોડી આવી હતી. સપનાએ તેના પતિ સાથે છુટાછેડા લીધા છે જેમાં પતિ દ્વારા છેલ્લા 22 મહિનાથી ભરણપોષણ ન ચુકાવવાને કારણે તેણે વડોદરા સુધી લંબાવવું પડ્યુ હતુ.
મુંબઇની બોલિવુડ ફિલ્મોમાં અભિનેત્રી તરીકે કામ કરી ચૂકેલી સપના ઉર્ફ સપ્પુનું લગ્ન વર્ષ-2013માં વડોદરાના રહેવાસી અને રીપબ્લિકન પાર્ટી ઓફ ઇન્ડિયાના વડોદરા શહેર-જિલ્લા પ્રમુખ રાજેશ રાજકુમાર ગોયલ સાથે થયું હતું. લગ્નના બે-ત્રણ વર્ષ સુધી તેઓનું સુખમય દાંપત્ય જીવન ચાલ્યું હતું. દરમિયાન બંને વચ્ચે ખટરાગ શરૂ થતાં તેઓ છૂટા પડી ગયા હતા. અને સપના ઉર્ફ સપ્પુ મુંબઇ જતી રહી હતી.
ADVERTISEMENT
રૂા. 40,000નું પ્રતિમાસ ચુકવવાનું હતુ ભરણ-પોષણ
સપના ઉર્ફ સપ્પુને પતિ રાજેશ ગોયલ દ્વારા એક સંતાન છે. સપનાએ મુંબઇ ગયા બાદ પોતાના અને પુત્રના ભરણ-પોષણ માટે અંધેરી-મુંબઇ ખાતે આવેલી મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ 44 કોર્ટમાં પતિ રાજેશ ગોયલ સામે ભરણ-પોષણનો દાવો કર્યો હતો. કોર્ટે ગત 19 જાન્યુઆરી 2018ના રોજ પ્રતિમાસ રૂપિયા 40,000 ભરણ-પોષણ પેટે સપના ઉર્ફ સપ્પુને ચૂકવવા માટે પતિ રાજેશ ગોયલને હુકમ કર્યો હતો. પરંતુ, રાજેશ ગોયલ કોર્ટે નિર્ધારીત કરેલી રકમ ચૂકવતો ન હતો. અનેક વખત સમન્સ કાઢવા છતાં, રાજેશ ગોયલ ભરણ-પોષણની રકમ સપના ઉર્ફ સપ્પુને ચૂકવતો ન હતો.
6.40 લાખ ખોરાકી ચુકવી નથી રાજેશે
22 માસથી રાજેશ ગોયલ ભરણ-પોષણ ચૂકવતો ન હોવાથી સપના ઉર્ફ સપ્પુ રૂપિયા 6,40,000 ચૂકવવાના ઓર્ડર સમન્સ સાથે શનિવારે વડોદરા આવી પહોંચી હતી. પી.સી.બી. શાખાને આરોપી પતિ રાજેશ ગોયલને સમન્સ બજાવવા રજૂઆત કરી હતી. જે રજૂઆતના અનુસંધાનમાં પોલીસ રાજેશ ગોયલને પોલીસ મથકમાં લઇ આવી હતી. અને તેનો જવાબ લીધો હતો. જવાબમાં તેઓ પાસે સમન્સ મુજબ તા.22-10-19ના રોજ મુંબઇ કોર્ટમાં હાજર રહેવાની ખાતરી લેવામાં આવી હતી.
સપનાનો પતિ અગાઉ બનાવતો ગુજરાતી ફિલ્મ
શહેરના આજવા રોડ પર તક્ષ આંગણ સોસાયટીમાં રહેતો રાજેશ ગોયલ અગાઉ ગુજરાતી ફિલ્મો બનાવતો હતો. તે સમયે સપના ઉર્ફ સપ્પુ તેના સંપર્કમાં આવી હતી. અને તેની સાથે બાદમાં લગ્ન કરી લીધા હતા. લગ્ન જીવન દરમિયાન તેઓને એક પુત્ર પણ છે. નોંધનીય એ પણ છે કે, આ દંપતિએ અગાઉ એક-બીજા ઉપર ચારિત્ર્ય અંગેના આક્ષેપો પણ કર્યા હતા. અને હાલમાં પણ તેઓ એકબીજા ઉપર આક્ષેપો કરી રહ્યા છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.