બ્રેકિંગ ન્યુઝ
VTV / બિઝનેસ / ગુજરાત / અન્ય જિલ્લા / Bogus billing- New rule announced to prevent GST tax evasion
ADVERTISEMENT
GST ડિપાર્ટમેન્ટ દ્વારા ટેક્સ ચોરી અટકાવવા મહત્વનો નિયમ બનાવવામાં આવ્યો છે. નવા નિયમ પ્રમાણે કરદાતાઓએ GST નંબર આવ્યા પછી જ બેંક એકાઉન્ટ ખોલાવવાનું રહેશે. મહત્વનું છે કે, જીએસટી નંબરની ફાળવણી પહેલાં બેંક એકાઉન્ટ ખુલી જતું હોવાથી બોગસ બિલિંગનું કૌભાંડ કરતાં લોકોનો માર્ગ મોકળો થઈ જતો હતો.
ADVERTISEMENT

1500 વેપારીઓ મુશ્કેલીમાં
આ નવા નિયમથી કરદાતાઓ મુશ્કેલીમાં મુકાયા છે કારણ કે ગુજરાતમાં વર્તમાન સમયમાં 1500 જેટલા નાના-મોટા વેપારીએ GST નંબર પહેલાં જ બેંક ખાતા ખોલાવી નાખ્યા છે. જોકે, હવે આ નવા નિયમ પ્રમાણે તેઓને આ બેંક ખાતા બંધ કરાવવા પડશે. જે બાદ નવો જીએસટી નંબર આવ્યા પછી ફરી ખાતું ખોલવવું પડશે. આથી ખાતું બંધ કરાવવા અને ખોલાવવાનો પણ ચાર્જ આપવો પડશે.
ADVERTISEMENT
કરદાતાએ કરી આ માંગ
નોંધનીય છે કે, રાજ્યમાં 1500 કરતા વધારે કરદાતાઓએ કે જેમણે જીએસટી નંબર માટે અરજી કરી છે. અરજી કરતી વખતે તેમણે બેંક એકાઉન્ટની માહિતી આપવાની હોવાથી તેઓએ ખાતા ખોલાવી નાખ્યા છે. હવે આ કરદાતાઓ માંગ કરી રહ્યા છે કે, GSTના નવા નિર્ણય બાદ કરદાતાઓ માંગ કરી રહ્યા છે કે, જેમણે એકાઉન્ટ ખોલાવી નાખ્યા છે અને જીએસટી નંબર માટે અરજી પણ કરી દીધી છે. એવા લોકોને આ નવા નિયમમાં છૂટ આપવી જોઈએ.

ADVERTISEMENT
નકલી GST નંબર લઈને કરોડોનું કૌભાંડ
અત્રે ઉલ્લેખનીય છે કે, GST વિભાગ દ્વારા અમદાવાદ, સુરત, ભાવનગર, આણંદ, રાજકોટ જેવા શહેરોમાં દરોડા પાડવામાં આવ્યા હતા. ત્યારે ઘણા કૌભાંડો સામે આવ્યા હતા અને કરોડોની છેતરપિંડીનો પર્દાફાશ થયો હતો. ગુજરાત જીએસટી વિભાગ પાસેથી મળેલી માહિતી મુજબ, સુરતમાં તપાસ કરવામાં આવેલી 75 કંપનીઓમાંથી 61 કંપનીઓ ખોટા નંબર સાથે કામ કરતી હોવાનું જાણવા મળ્યું છે. આ 61 કંપનીએ કાગળ પર રૂ. 2770 કરોડનું ટર્નઓવર બતાવ્યું અને 84 કરોડ ટેક્સ આપ્યો નહોતો. અમદાવાદમાં પણ 13 નકલી કંપનીઓ મળી આવી હતી. આ 13 કંપનીઓએ 1350 કરોડનું ટર્નઓવર કર્યું અને સરકારમાંથી 53 કરોડની કર ચોરી પણ કરી હતી.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.