બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / NRI News / અન્ય જિલ્લા / bogas kotak mahindra bank in Dharmaj Gujarat
ADVERTISEMENT
કનક શાહ નામના શખ્સે ધર્મજમાં બેંક ખોલી હતી એટલુ જ નહીં પરંતુ ગામમાંથી જ 2 જણને બેંકમાં નોકરીએ રાખ્યા હતા. મહિન્દ્રકા કોટક નામની બેંક ખોલીને લોકોને ઉલ્લુ બનાવ્યા હતા.
આણંદના ધર્મજ ગામમાં કોટક મહિન્દ્રા બેંકના નામે શાખા ખોલીને ઠગાઈ કરી હોવાનો કિસ્સો સામે આવ્યો છે. ધર્મજ ગામના મોટાભાગના લોકો NRG છે અને વિદેશોમાં વસે છે. ગામ પૈસાથી સમૃદ્ધ છે તેથી ભેજાબાજે ધર્મજમાં જ બેંકની શાખા ખોલી હતી. ઠગે ગામના બે લોકોને બેંકમાં નોકરીએ પણ રાખ્યા હતા. લોકોએ માતબર રકમ જમા કરાવી પછી બેંકે ઉઠમણું કર્યું હતુ. લોકોએ કોટક મહિન્દ્રા બેંકના નામે વિશ્વાસ કરીને નાણાં જમા કરાવ્યા હતા. બેંકે ઉઠમણું કરતા લોકોના કરોડો રૂપિયા પર પ્રશ્નાર્થ સર્જાયો છે.
ADVERTISEMENT

BMW જેવી મોઘી ગાડીઓ સામાન્ય છે ગામમાં
ADVERTISEMENT
ધર્મજ ગામને NRI એટલે કે આપણા NRGનું ગામ પણ કહેવાય છે. ગામના દરેક ઘરમાંથી એક વ્યક્તિ વિદેશમાં કામકાજ કરે છે. પરિવારનો એક ભાઈ ગામમાં રહીને ખેતી કરે છે. તો વળી બીજો ભાઈ વિદેશમાં જઈને કમાણી કરે છે. ગામમાં મર્સિડીઝ, BMW જેવી મોઘી ગાડીઓ સામાન્ય છે. ઈન્ટરનેશન ફુડ ચેઈન મેકડોનાલ્ડ જેવી બ્રાંચ પણ તમને ધર્મજમાં મળી જાય. ગામના ઈતિહાસ, વર્તમાન અને ભૂગોળની કોફી ટેબલબુક પણ પ્રકાશિત થઈ છે.
ADVERTISEMENT
બેંકને નામે એટલે જ લૂંટાયુ આ ગામ
ધર્મજ ગામ દેશનું સૌથી સુખી અને સમૃદ્ધ ગામ છે. ગામના લોકો વિદેશમાં પૈસા કમાવા માટે જાય છે. એ NRI વિદેશની જે કમાણી ધર્મજ ગામમાં મોકલે છે. પેઢીઓથી લોકો વિદેશમાં છે અને નાણાં કમાય છે. અહીં રહેતા મોટાભાગના લોકો પાસે પુષ્કળ પૈસા છે. જ્યારે બેંકો પણ ધર્મજના આંગણે જ છે. તેમના રોજીંદા વપરાશના નાણાં પણ લોકોને બેંકથી મળી જાય છે. નાણાંની આવકને કારણે લોકો બેંકોમાં પૈસા જમા કરે છે. ઘરમાં પૈસા-દાગીના રાખવાના બદલે લોકો બેંકમાં જમા કરાવવા પસંદ કરે છે. નાના એવા ગામમાં દરેકને બેંકની જરૂર પડે છે . બેંકની મોટી માંગને કારણે ઠગને આ ઠગાઈ કરવી સૂઝી હશે. ડઝનથી વધુ બેંકો આ ગામમાં છે અને લોકોનો કરોડો રૂપિયા તેમાં જમા છે.
ADVERTISEMENT
12 હજારની વસતીવાળા ધર્મજમાં સરકારી સ્કૂલ પણ
ગામના રસ્તા સ્વચ્છ અને ડામરથી બનેલા પાક્કા છે. ધર્મજ ગામની પોતાની વેબસાઈટ છે અને પોતાનું ગીત પણ છે. ધર્મજના 1500 પરિવાર બ્રિટન અને 300 અમેરિકામાં વસે છે
ધર્મજમાં આયુર્વેદિક હોસ્પિટલ અને સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ પણ છે. 12 હજારની વસતીવાળા ધર્મજમાં સરકારી સ્કૂલ પણ છે જેની પણ નામના છે. ધર્મજ ગામમાં હાઈટેકનોલોજીથી બનેલી બિલ્ડિંગ પણ છે. પાટીદારોની બહુમતિવાળા ધર્મજમાં સ્વિમિંગ પૂલ પણ છે.
ADVERTISEMENT
સરકારી મદદ વિના વિકાસ
ગામલોકોએ પોતાના ગામનો વિકાસ સરકારી મદદ વિના કર્યો છે. ગામલોકો 12મી જાન્યુઆરીએ ધર્મજ ડેની ઉજવણી કરે છે. ધર્મજ ડેમાં હાજરી આપવા ગામના વિદેશમાં વસતા લોકો પહોંચી જાય છે. ગામમાં અમેરિકાની વીઝા પોલીસી અને ટ્રમ્પની વિદેશ નીતિની ચર્ચા થાય છે. ડોલરના વધતા ભાવ અને ભારત-અમેરિકાના સંબંધો પણ ગામમાં ચર્ચાય છે. ધર્મજ ભારતનું સૌથી સુખી, ધનાઢ્ય અને વાઈબ્રન્ટ ગામ છે.
ઘરમાં પૈસા-દાગીના રાખવાના બદલે લોકો બેંકમાં જમા કરાવવા પસંદ કરે છે
ધર્મજ ગામ દેશનું સૌથી સુખી અને સમૃદ્ધ ગામ છે. ગામના લોકો વિદેશમાં પૈસા કમાવા માટે જાય છે. એ NRI વિદેશની જે કમાણી ધર્મજ ગામમાં મોકલે છે. પેઢીઓથી લોકો વિદેશમાં છે અને નાણાં કમાય છે. અહીં રહેતા મોટાભાગના લોકો પાસે પુષ્કળ પૈસા છે. જ્યારે બેંકો પણ ધર્મજના આંગણે જ છે. તેમના રોજીંદા વપરાશના નાણાં પણ લોકોને બેંકથી મળી જાય છે. નાણાંની આવકને કારણે લોકો બેંકોમાં પૈસા જમા કરે છે. ઘરમાં પૈસા-દાગીના રાખવાના બદલે લોકો બેંકમાં જમા કરાવવા પસંદ કરે છે. નાના એવા ગામમાં દરેકને બેંકની જરૂર પડે છે . બેંકની મોટી માંગને કારણે ઠગને આ ઠગાઈ કરવી સૂઝી હશે
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.