ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / અમરેલીમાં બોટ દુર્ઘટના, ગુમ થયેલા 11 માછીમારો પૈકી ત્રણના મૃતદેહ મળી આવ્યા

દુર્ઘટના / અમરેલીમાં બોટ દુર્ઘટના, ગુમ થયેલા 11 માછીમારો પૈકી ત્રણના મૃતદેહ મળી આવ્યા

Last Updated: 07:57 PM, 22 August 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જો કે ડુબી ગયેલી બોટના ગુમ માછીમારો પૈકી અમરેલીના જાફરાબાદના દરિયાકિનારે 3 માછીમારના મૃતદેહ મળી આવ્યા હતા. 30 નોટિકલ માઈલ દૂરથી 3 મૃતદેહ મળ્યા હતા. જો કે 8 હજુ લાપતા છે. 3 બોટ ડૂબી જવાને કારણે કુલ ખલાસીઓ પૈકી 11 ખલાસીઓ ગુમ થયા હતા.

ADVERTISEMENT

Amreli News : અમરેલી જિલ્લાનો દરિયાકિનારો માછીમારો માટે ખુબ જ ભયાનક રહ્યો છે. માછીમારી માટે સૌથી વધારે જાણીતો આ દરિયા કિનારો આજે ભારે વરસાદ અને પવનના કારણે ભયાનક દુર્ઘટના ઘટી હતી. આ તોફાની પવનોના કારણે દરિયો જોખમી બન્યો હતો તેના કારણે 3 બોટડુબી ગઇ હતી. લાંબા સમયથી કોસ્ટગાર્ડ અને સ્થાનિક તંત્ર દ્વારા રાહત અને બચાવકામગીરી ચલાવાઇ રહી હતી. આસપાસનાં અન્ય બોટ ધારકો પણ બચાવકામગીરીમાં જોડાયા હતા.

3 માછીમારોના મૃતદેહ મળી આવ્યા

જો કે ડુબી ગયેલી બોટના ગુમ માછીમારો પૈકી અમરેલીના જાફરાબાદના દરિયાકિનારે 3 માછીમારના મૃતદેહ મળી આવ્યા હતા. 30 નોટિકલ માઈલ દૂરથી 3 મૃતદેહ મળ્યા હતા. જો કે 8 હજુ લાપતા છે. 3 બોટ ડૂબી જવાને કારણે કુલ ખલાસીઓ પૈકી 11 ખલાસીઓ ગુમ થયા હતા. પીપાવાવ કોસ્ટગાર્ડની ટીમ 3 દિવસથી શોધખોળની કામગીરી ચલાવી રહી હતી. જેના પર કલેક્ટર પોતે સીધી નજર રાખી રહ્યાહ તા. સીએમઓને સીધી જ માહિતી આપવામાં આવી રહી હતી. 11 ખલાસી લાપતા થતાં મુખ્યમંત્રી સીધુ મોનીટરીંગ સમગ્ર મામલે કરી રહ્યા હતા.

મધરાતે મૃતદેહ જાફરાબાદ પહોંચ્યા બાદ ઓળખ કરવામાં આવશે.

ગુજરાતના અમરેલીમા દરિયો તોફાની બનતા કુલ 3 બોટ ડુબી ગઇ હતી. આ વિકટ પરિસ્થિતિમાં જાફરાબાદથી આશરે 18 નોટિકલ માઈલ દુર 3 માછીમારી બોટ દરિયામાં ડૂબી ગઇ હતી. આ બોટમાં કુલ 28 માછીમારો સવાર હતા. જે પૈકી 17 લોકોને બચાવી લેવાયા હતા. જ્યારે બાકીના 11 માછીમારો હજુ પણ ગુમ છે. ખરાબ હવામાનને કારણે બચાવ કામગીરીમાં પણ સમસ્યા આવી રહી હતી.

આ પણ વાંચો : બોટાદમાં બેગ ચેક કરાઇ, અમદાવાદમાં પ્રાર્થના સભા યોજાઇ, જ્યારે પાટણમાં લાગ્યા 'સ્કૂલને તાળાં મારો'ના નારા

ખરાબ વાતાવરણનો ભોગ બની હતી ત્રણ બોટ

ખરાબ વાતાવરણ અને મધદરિયામાં ઉંચા મોજાઓ ઉછળી રહ્યા હોવાને કારણે કોસ્ટગાર્ડનું હેલિકોપ્ટર રેસ્ક્યૂ માટે જઈ શક્યું નહોતું. જેના કારણે કોસ્ટગાર્ડે પોતાની બોટ દ્વારા જ પ્રાથમિક રેસક્યું શરૂ કર્યું હતું ત્યાર બાદ વાતાવરણ સ્વચ્છ થતાની સાથે જ હેલિકોપ્ટર દ્વારા પણ સર્ચ એન્ડ રેસક્યું ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે, જાફરાબાદની 'જયશ્રી તાત્કાલિક' અને ગીર સોમનાથના રાજપરાની 'મુરલીધર' નામની બે બોટ સૌપ્રથમ ડૂબી હતી. આ બંને બોટમાં 9-9 માછીમારો બેઠેલા હતા. અન્ય બોટ ધારકોએ સમયસૂચકતા વાપરીને તેમાંથી 10 માછીમારોને બચાવી લીધા હતા. ત્યાર બાદ 'દેવકી' નામની ત્રીજી બોટ પણ દરિયાના તોફાનનો શિકાર બની હતી. આ બોટમાં સવાર 10 ખલાસીઓમાંથી 7 નું અન્ય બોટ 'દરિયા દોલત' દ્વારા રેસ્ક્યૂ કરવામાં આવ્યું, જ્યારે 3 ખલાસીઓ હજુ પણ લાપતા છે.

11 પૈકી 3 ના મૃતદેહ મળી આવ્યા

કુલ 28 માછીમારો પૈકી 17 ને બચાવી લેવાયા હતા. જો કે બાકીના 11 માછીમારોની શોધખોળ હજી ચાલી રહી છે. જે પૈકી 3 માછીમારોનાં મૃતદેહો મળી આવતા બાકીનાં માછીમારોને શોધવામાં આવી રહ્યા છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Amreli sea tragedy Gujarat fishermen rescued Amreli boats sink news
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ