ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / બોટાદમાં બેગ ચેક કરાઇ, અમદાવાદમાં પ્રાર્થના સભા યોજાઇ, જ્યારે પાટણમાં લાગ્યા 'સ્કૂલને તાળાં મારો'ના નારા

પડઘા / બોટાદમાં બેગ ચેક કરાઇ, અમદાવાદમાં પ્રાર્થના સભા યોજાઇ, જ્યારે પાટણમાં લાગ્યા 'સ્કૂલને તાળાં મારો'ના નારા

Published By: Maulik Patel

Last Updated: 01:53 PM, 22 August 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદની સેવનથ ડે સ્કૂલમાં વિદ્યાર્થીનીની હત્યાએ સમગ્ર રાજ્યને ઝંકારી ઉઠાવ્યું છે. દુઃખદ ઘટનાને પગલે શોકસભા, રાજકીય પ્રતિક્રિયાઓ અને વાલીઓમાં ભયનો માહોલ સર્જાયો છે. રાજ્યભરમાં ન્યાય માટે અવાજ ઉઠી રહ્યો છે અને શિક્ષણ તંત્ર સજાગ બન્યું છે.

ADVERTISEMENT

અમદાવાદમાં સર્જાયેલી દુર્ભાગ્યસભર ઘટના બાદ સમગ્ર રાજ્યમાં શોક અને ગુસ્સો વ્યાપી ગયો છે. શહેરની જાણીતી "સેવન્થ ડે સ્કૂલ"માં એક વિદ્યાર્થીના મોતના મામલે ન માત્ર સ્થાનિક સ્તરે, પરંતુ રાજ્યભરમાં ન્યાય માટેની માંગ ઉઠી રહી છે. ઘટના બાદ શાળાના વ્યવસ્થાપન સામે ગંભીર આક્ષેપો થયા છે અને આ કેસ ક્રાઈમ બ્રાન્ચના હાથમાં પહોંચ્યો છે.

BESNU

વિદ્યાર્થીના અવસાન બાદ અમદાવાદના કાંકરિયા ખાતે આવેલ કોર્પોરેશન હોલમાં મોટી સંખ્યામાં લોકો એકત્રિત થયા હતા જ્યાં એક શોકસભા તથા પ્રાર્થના સભાનું આયોજન કરાયું હતું. અહીં શહેરના અનેક ગણમાન્ય વ્યક્તિઓ સાથે ભાજપના સાંસદો અને ધારાસભ્યો ઉપસ્થિત રહ્યા હતા. ધારાસભ્ય પાયલ કુકરાણી અને સાંસદ દિનેશ મકવાણા પણ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા. મુખ્યમંત્રીએ પણ ઘટનાને લઈને દુઃખ વ્યક્ત કરતા એક સંદેશ મોકલ્યો હતો, જેમાં તેમણે પરિવારજનો પ્રત્યે સહાનુભૂતિ દર્શાવી હતી અને ન્યાય આપવા માટે સરકારે કટિબદ્ધતા દર્શાવી હતી.

પોલીસ અને શાસન તંત્ર દ્વારા ઝડપી અને કડક કાર્યવાહી થાય તેવી લોકોમાં અપેક્ષા વધી છે. ઘટનાને લઈને ધારાસભ્ય પાયલ કુકરાણીએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું કે, "ક્રાઈમ બ્રાન્ચે સ્કૂલ વિરુદ્ધ કેસ દાખલ કર્યો છે. રાજ્ય સરકાર સઘન તપાસ કરી રહી છે અને ભવિષ્યમાં આવી ઘટના ન બને તે માટે ખાસ મોનિટરિંગની વ્યવસ્થા કરવામાં આવશે." તેમણે વધુમાં જણાવ્યું કે, બાળકોના ભવિષ્ય સાથે રમવાની મંજૂરી આપી શકાય નહીં અને સ્કૂલના પ્રશાસન સામે કાનૂની કાર્યવાહી જરૂરી છે.

7th-DAY-PHOTO

વાલીઓમાં ભય અને અસંતોષ

ઘટનાને પગલે વાલીઓમાં ભારે ભય અને અસંતોષ ફેલાયો છે. અનેક વાલીઓએ જાહેરમાં જણાવ્યું કે, "હવે અમે અમારા બાળકોને સ્કૂલે મોકલવા તૈયાર નથી." વાલીઓએ પોલીસે યોગ્ય રીતે કાર્યવાહી કર્યાની નોંધ લીધી છે પરંતુ કાયદેસર પગલાની પણ મજબૂત માંગ કરી છે.

આ ઘટનાના પડઘા માત્ર અમદાવાદ સુધી સીમિત રહ્યા નથી. પાટણ જિલ્લામાં સિઘી સમાજ દ્વારા કલેક્ટર કચેરી ખાતે જઇને ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો. ભારે સૂત્રોચાર અને બેનરો સાથે ન્યાયની માંગ ઊઠી. સાથે સાથે, "સેવનથ ડે સ્કૂલ"ની માન્યતા રદ કરવામાં આવે અને તાળું મારી દેવામાં આવે તેવી માંગ સાથે કલેક્ટરને આવેદનપત્ર પણ આપવામાં આવ્યું હતું.

BOTAD-BAG-CHECKING-1

બોટાદ અને મહીસાગર જિલ્લામાં તંત્ર એલર્ટ

આપણે જાણીએ છીએ કે એક ઘટના આખા તંત્રની આંખ ખોલી દીધી છે. બોટાદ અને મહીસાગર જિલ્લાના શિક્ષણ વિભાગોએ ઝડપથી પગલા ભર્યા છે. અહીં શાળાઓમાં વિદ્યાર્થીઓના બેગ અને કંપાસની તપાસ કરાઈ છે. શાળાના સંચાલકોને સૂચના આપવામાં આવી છે કે તેઓ પોતાની રીતે પણ તમામ વિઘાર્થીઓના સામાનની ચકાસણી કરે જેથી ભવિષ્યમાં આવું દુર્ઘટનાનું પુનરાવૃત્તિ ન થાય. શિક્ષકો દ્વારા પણ વર્ગખંડમાં દરેક વિદ્યાર્થીના બેગ ચકાસવામાં આવ્યા છે અને બાળકો સાથે મૌખિક ચર્ચા કરીને કોઈ પ્રકારના અસ્વાભાવિક વર્તનની માહિતી એકત્ર કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.

આ સમગ્ર ઘટનાએ સમાજમાં બાળકની સુરક્ષાને લઈને મોટી ચર્ચા ઊભી કરી છે. વાલીઓ અને સામાજિક સંસ્થાઓ હવે શાળાઓમાં સુરક્ષા વ્યવસ્થાઓ, મોનિટરિંગ સિસ્ટમ, શિક્ષકોની જવાબદારી અને વિદ્યાર્થીઓના માનસિક વિકાસ માટે યોગ્ય વાતાવરણ અંગે નવી વિચારણા કરવા મજબૂર થયા છે. સામાજિક સંગઠનો, મહિલાઓના સમૂહો, યુવાન એક્ટિવિસ્ટ્સ અને વિદ્યાથીઓમાં પણ આ ઘટનાને લઈ જાગૃતિ આવી છે.

વધુમાં વાંચો: હવે બાલાસિનોરમાં વિદ્યાર્થી પર ચપ્પુથી હુમલો કરાયો, જ્યારે સાબરકાંઠામાં વિધર્મીઓએ માર માર્યો

વિદ્યાર્થીની હત્યા માત્ર એક પીડાદાયક ઘટના નથી, તે સમગ્ર શિક્ષણ તંત્ર માટે ચેતવણી છે. બાળકોની સુરક્ષા માટે શાળાઓમાં યાંત્રિક અને માનવિય દ્રષ્ટિએ સુધારાઓ જરૂરી છે. રાજ્ય સરકાર દ્વારા જે તાત્કાલિક પગલાં લેવામાં આવ્યા છે તે સાર્વજનિક વિશ્વાસ જાળવવા માટે જરૂરી છે, પરંતુ લાંબા ગાળાના દ્રષ્ટિકોણથી શિક્ષણ નીતિમાં સુધારા લાવવાની પણ તાકીદ છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Prayer meeting Ahmedabad student death Patan protest

Published by

Maulik Patel

Maulik Patel is the Sub Editor at VTV Digital

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ