ન્યૂઝ અપડેટ્સ
VTV / સ્પોર્ટસ / Cricket / Board Of Control For Cricket In India will probe sanjay bangar's alleged argument with selector if report is filed
ADVERTISEMENT

ADVERTISEMENT
આ મામલો ચીફ સિલેક્ટર એમએસકે પ્રસાદ સિવાય બીસીસીઆઇ અધિકારીઓ સુધી પહોંચ્યો. હવે જણાવવામાં આવી રહ્યું છે કે બોર્ડ બાંગડને ત્યારે પૂછપરછ કરશે, જ્યારે પ્રશાસનિક પ્રબંધક સુનીલ સુબ્રમણ્યમ અથવા મુખ્ય કોચ રવિ શાસ્ત્રી આ મુદ્દા પર ઓફિશીયલ રિપોર્ટ દાખલ કરે. સંજય બાંગડ ની (sanjay bangar) જગ્યાએ હવે વિક્રમ રાઠોડ બેટ્સમેનનાં કોચ છે.
અધિકારીએ જણાવ્યું કે, 'એટલે સુધી સંજય બાંગડે સિલેક્ટરને ધમકી આપતા કહ્યું કે, ટીમ તેમની સાથે છે અને તેઓને બેટ્સમેન કોચનાં પદેથી હટાવવાનો પસંદગીકારનો નિર્ણય ઉલ્ટો પડી શકે છે. રિપોર્ટ અનુસાર, બાંગડે એટલે સુધી કહ્યું કે, જો પસંદગીકાર તેઓને બેટ્સમેન કોચ તરીકે યોગ્ય ના માને તો તેઓએ રાષ્ટ્રીય ક્રિકેટ અકાદમીમાં કોઇ ભૂમિકા આપવામાં આવે. તમને જણાવી દઇએ કે ટીમ ઇન્ડીયાનો સપોર્ટ સ્ટાફ નિયુક્ત કરવાનો અધિકાર રાષ્ટ્રીય પસંદગી સમિતિની પાસે છે.'
ADVERTISEMENT
સહયોગી સ્ટાફની પસંદગીની પ્રભારી રાષ્ટ્રીય પસંદગી સમિતિ હોય છે. સહયોગી સ્ટાફમાંથી માત્ર બાંગડને જ હટાવવામાં આવ્યો, જ્યારે ભરત અરૂણ (બોલિંગ કોચ) અને આર. શ્રીધર (ફીલ્ડીંગ કોચ) નાં પદ પર યથાવત રાખવામાં આવ્યાં છે. બીસીસીઆઇ અધિકારીઓએ ગાંધી અને બાંગડની ઝડપની પુષ્ટિ કરી, પરંતુ તેઓને નથી લાગતું કે મામલો વધુ આગળ વધશે કેમ કે હવે બાંગડનો બીસીસીઆઇ (BCCI) સાથે કરાર નથી.

ADVERTISEMENT
અધિકારીએ કહ્યું કે, 'પ્રશાસનિક પ્રબંધક સુબ્રમણ્યમને પોતાનાં રિપોર્ટમાં આ ઘટનાનો ઉલ્લેખ કરવાનો રહેશે. આ સિવાય મુખ્ય કોચ રવિ શાસ્ત્રીને પણ લિખિતમાં આપવાનો રહેશે કે આવી કોઇ ઘટના થઇ છે.' તેઓએ કહ્યું કે, 'જો આવું નથી થતું તો સીઓએની સામે આને રાખવાનો સવાલ જ નથી થતો.'
અધિકારીએ કહ્યું કે, 'બરતરફ હોવાં પર કોઇનું પણ નિરાશ થવું એ સ્વભાવિક છે. પરંતુ તેઓને આવું કેમ લાગ્યું કે તેમનાં કાર્યકાળને વધારવામાં આવશે. શાસ્ત્રી, અરૂણ અને શ્રીધરનું પ્રદર્શન સારું હતું તો તેને યથાવત રાખવામાં આવ્યાં. બાંગડનું પ્રદર્શન ખરાબ હતું તો તેઓને હટાવવામાં આવ્યાં.' અધિકારીએ કહ્યું કે, 'બાંગડને ગાંધીને સવાલ જ પૂછવા ન હોતા જોઇતાં. તેની પર બૂમબરાડા પાડવા એ કોઇ ન્યાય ન હોતાં.'
સંકળાયેલા મુદ્દાઓ