બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

VTV / Assembly election 2023 / ગુજરાત / Politics / અન્ય જિલ્લા / BJPs Master Plan 4 to achieve Gujarat Mission

જ્ઞાતિ સમીકરણ / ગુજરાત મિશનને પાર પાડવા BJPનો માસ્ટર 'પ્લાન 4', ગઢને બચાવવા આ ચાર જાતિઓને ભાજપે આપી 44% ટિકિટ!

Malay

Last Updated: 10:02 AM, 12 November 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભારતીય જનતા પાર્ટી પોતાના ગઢ ગુજરાતને બચાવવા માટે તમામ પ્રકારના પ્રયાસો કરી રહી છે. આ અંતર્ગત કોંગ્રેસ છોડીને આવેલા નેતાઓને ચૂંટણીના મેદાનમાં ઉતારવાથી લઈને 5 મંત્રીઓ સહિત 38 વર્તમાન ધારાસભ્યોની ટિકિટ કાપવામાં આવી છે.

 

  • જીતનો પરચમ લહેરાવવા ભાજપની તનતોડ મહેનત
  • એકસાથે 160 ઉમેદવારોના નામ કરી દીધા છે જાહેર
  • 5 મંત્રીઓ સહિત 38 ધારાસભ્યોની કાપી નાખી ટિકિટ 
  • 40 પાટીદારો અને 49 ઓબીસી ઉમેદવારોને આપી છે ટિકિટ

ગુજરાત વિધાનસભાની 182 બેઠકો પર આવતા મહિને બે તબક્કામાં (1 ડિસેમ્બર અને 5 ડિસેમ્બર) ચૂંટણી યોજાવાની છે. ભાજપ લગભગ અઢી દાયકાથી ગુજરાતમાં સત્તા પર છે અને સતત છઠ્ઠી વખત વિધાનસભાની ચૂંટણીમાં જીતનો પરચમ લહેરાવવા માટે તમામ પ્રકારના સમીકરણો અજમાવી રહ્યું છે. અત્યાર સુધીમાં ભાજપે 160 ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. આ બેઠકો પર ભાજપે પાંચ મંત્રીઓ સહિત 38 ધારાસભ્યોની ટિકિટ કાપી નાખી છે.

ખૂબ સમજી વિચારીને કરી ટિકિટોની વહેચણી
ભારતીય જનતા પાર્ટી જીત માટે જૂના રાજકીય ફોર્મ્યુલાથી લઈને નવા જાતિવાદી સમીકરણ સુધીનો રાજકીય દાવ રમી રહી છે. આ અંતર્ગત પાર્ટીએ પાટીદારો અને ઓબીસી નેતાઓને ટિકિટ વહેંચણીમાં ખૂબ જ પ્રાધાન્ય આપ્યું છે. ભાજપે અત્યાર સુધીમાં કુલ 160 ટિકિટોમાંથી 40 પાટીદારો, 49 ઓબીસી, 24 અનુસૂચિત જનજાતિ, 13 અનુસૂચિત જાતિ, 13 બ્રાહ્મણો, 3 જૈન અને 17 ટિકિટ ક્ષત્રિય સમાજના લોકોને આપી છે. 

40 પાટીદારો અને 49 ઓબીસી ઉમેદવારોને આપી છે ટિકિટ
40 પાટીદાર ઉમેદવારોમાંથી 23 ટિકિટ માત્ર લેઉવા પાટીદાર સમાજના લોકોને અને 17 ટિકિટ કડવા પાટીદાર સમાજના લોકોને આપવામાં આવી છે. પાર્ટીએ 49 ઓબીસી ઉમેદવારોમાં સૌથી વધારે કોળી સમાજને 17 અને ઠાકોર સમાજને 14 ટિકિટ આપી છે. આ રીતે આ ચાર જાતિઓને કુલ 71 એટલે કે 44 ટકા ટિકિટ આપવામાં આવી છે. મિશન 2022 અંતર્ગત ભાજપ આ જાતિઓ પર ફોકસ કરી રહ્યું છે.

પાટીદારો પર આટલું ફોકસ કેમ?
2015માં શરૂ થયેલા પાટીદાર અનામત આંદોલનને કારણે 2017ની ચૂંટણીમાં ભાજપને માત્ર 99 સીટો જ મળી હતી. ત્યારે પાર્ટીને 16 સીટોનું નુકસાન સહન કરવું પડ્યું હતું. તો કોંગ્રેસને તેનો સીધો ફાયદો થયો હતો અને તે 16 બેઠકો વધુ જીતી હતી અને કોંગ્રેસને કુલ 77 બેઠકો મળી હતી. બાદમાં પાટીદાર આંદોલનના નેતા હાર્દિક પટેલ કોંગ્રેસમાં જોડાયા હતા, પરંતુ તેમણે થોડા સમયમાં જ કોંગ્રેસનો પંજો છોડીને ભાજપનો કેસરિયો ધારણ કરી લીધો હતો. આ વખતે ભાજપે તેમને વિરમગામ બેઠક પરથી ઉમેદવાર બનાવ્યા છે.

પાટીદારોને આકર્ષવાના પ્રયાસો 
છેલ્લી જાતિ આધારિત વસ્તી ગણતરી મુજબ, રાજ્યમાં પાટીદારોની વસ્તી લગભગ 11 ટકા હોવાનું માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે લગભગ 40 વિધાનસભા બેઠકો પર પાટીદારો જીત કે હાર નક્કી કરે છે. 1980 સુધી પાટીદાર સમાજને કોંગ્રેસની પરંપરાગત વોટ બેંક માનવામાં આવતી હતી, પરંતુ હવે તે ઘણા ટુકડાઓમાં વિભાજિત થઈ ગઈ છે. તમામ રાજકીય પક્ષો પાટીદારોને આકર્ષવાના પ્રયાસો કરી રહ્યા છે.

લગભગ અડધી વસ્તી OBC
ભાજપે તેના પ્લાન 4 હેઠળ પાટીદારો ઉપરાંત ઓબીસી મતદારો પર પણ ધ્યાન કેન્દ્રિત કર્યું છે. રાજ્યની કુલ વસ્તીમાં ઓબીસીનો હિસ્સો લગભગ 48 ટકા છે. તેમાંથી કોળી અને ઠાકોર અડધાની નજીક છે. ગુજરાતના પૂર્વ આદિવાસી પટ્ટાને છોડી દઈએ તો પાટીદારો સમગ્ર ગુજરાતમાં ફેલાયેલા છે, ખાસ કરીને ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં તેમની વસ્તી વધારે છે.

ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રની સ્થિતિ
લેઉવા પટેલોની વસ્તી કડવા પટેલો કરતા થોડી વધુ છે. લેઉવા પટેલોનું વર્ચસ્વ સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતમાં વધુ છે જ્યારે ઉત્તર ગુજરાતમાં કડવા પટેલની વસ્તી વધારે છે. સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં ભાજપ પ્રમાણમાં ઓછું મજબૂત છે. તેથી આ વખતે ભાજપે આ વખતે પાટીદારો અને OBC પર વધારે ધ્યાન કેન્દ્રિત કર્યું છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ