બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / BJP's action plan to win the Karnataka assembly elections

રાજકારણ / ભાજપનો માસ્ટર સ્ટ્રોકઃ કર્ણાટકમાં ગુજરાતની ફૌજ ઉતારશે, મોદી સ્ટાર પ્રચારક પણ રાહુલને સજા અપાવનાર પૂર્ણેશ મોદી પ્રચારનો મુખ્ય ચહેરો

Malay

Last Updated: 12:01 PM, 8 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કર્ણાટક કબજે કરવા ભાજપે રણનીતિ તૈયાર કરી લીધી છે. વિધાનસભાની ચૂંટણીમાં ભવ્ય જીત મેળવવા ગુજરાતના નેતાઓને મહત્વની જવાબદારી સોંપવામાં આવી છે.

 

  • 10 મેના રોજ કર્ણાટક વિધાનસભાની ચૂંટણી
  • મનસુખ માંડવિયાના શીરે કર્ણાટકની ચૂંટણીની જવાબદારી 
  • મુખ્યમંત્રી પટેલ, પૂર્ણેશ મોદી સહિતના નેતાઓ જશે પ્રચાર માટે

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ઐતિહાસિક જીત મેળવ્યા બાદ હવે ભાજપનું લક્ષ્ય કર્ણાટકને કવર કરવાનું છે. આ માટે ભારતીય જનતા પાર્ટી તનતોડ મહેનત કરી રહી છે.  એવું કહેવામાં આવી રહ્યું છે કે, કર્ણાટક વિધાનસભાની ચૂંટણીને પણ ગુજરાત મોડલના આધારે લડવામાં આવશે. 

Karnataka Electionમાં ભાજપે અપનાવ્યું ગુજરાત મોડલ, 100થી વધુ કાર્યકરો જશે  કર્ણાટક | BJP adopted Gujarat model in Karnataka Election workers will go  to Karnataka

10 મેના રોજ કર્ણાટક વિધાનસભાની ચૂંટણી
કર્ણાટક વિધાનસભાની ચૂંટણી આગામી 10મી મેના રોજ યોજાશે. આ સાથે 13મી તારીખે પરિણામ આવશે. કર્ણાટકની વર્તમાન વિધાનસભાનો કાર્યકાળ 24 મે, 2023ના રોજ સમાપ્ત થશે. કર્ણાટક કબજે કરવા ભાજપે રણનીતિ પણ તૈયાર કરી દીધી છે. કર્ણાટક વિધાનસભાની ચૂંટણીમાં જીત માટે ભાજપ ગુજરાત મોડેલ અપનાવશે. 

PM મોદી આજે ઇન્ડોનેશિયાની મુલાકાતે: માત્ર 45 કલાકમાં 20 કાર્યક્રમોમાં થશે  સામેલ, વિશ્વના 10 દિગ્ગજ નેતાઓ સાથે કરશે મુલાકાત | today pm narendra modi  visit ...

સી.આર પાટીલને સોંપાઈ છે મહત્વની જવાબદારી
ગુજરાત જેવું પરિણામ લાવવા માટે ભાજપે ગુજરાતના કેટલાક નેતાઓને સ્ટાર પ્રચારકો બનાવ્યા છે.  કર્ણાટકમાં પણ શાનદાર પરિણામ લાવવા માટે ભાજપે સી.આર પાટીલ, મનસુખ માંડવિયા સહિતના નેતાઓને મહત્વની જવાબદારી સોંપી છે. સાથે જ સુરતની કોર્ટમાં સજા બાદ ખૂબ ગાજેલા રાહુલ ગાંધી સામેના કેસના ફરિયાદી અને સુરત પશ્ચિમ બેઠકના ધારાસભ્ય પૂર્ણેશ મોદીને પણ ચૂંટણી પ્રચારકોની યાદીમાં સમાવી લેવાયા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે,  મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, પૂર્ણેશ મોદી, પ્રદીપસિંહ વાઘેલા સહિત ગુજરાત ભાજપના આ 6 નેતાઓ સહિત 125 કાર્યકર્તાઓની ટીમ કર્ણાટકની વિધાનસભા ચૂંટણીમાં પ્રચાર કરશે.

ભાજપે મોદી સરકારના 8 વર્ષની સિદ્ધિઓ ગણાવી : પાટીલે કહ્યું, દેશની રસીને  કારણે કોરોના રોકાયો, CM પટેલ બોલ્યા તમામ નાગરિકો ખુશ છે | CM Bhupendra Patel  and ...
ભૂપેન્દ્ર પટેલ અને સી.આર પાટીલ

અન્ય રાજ્યના નેતાઓને પણ સોંપાઈ છે જવાબદારી
ભારતીય જનતા પાર્ટીએ માત્ર ગુજરાત જ નહીં પરંતુ તમામ રાજ્યોના નેતાઓને કર્ણાટક વિધાનસભાની ચૂંટણીની જવાબદારી સોંપી છે. ગુજરાતના 125 નેતાઓના પ્રચારની જવાબદારી કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાને સોંપવામાં આવી છે.  કર્ણાટક ચૂંટણી માટે ભાજપ-કોંગ્રેસ સીધા ટકરાશે. કર્ણાટક ચૂંટણી પ્રચારમાં રેલી, રોડ શૉ અને સભાઓની હારમાળા સર્જાશે.

મેડિકલ ક્ષેત્રમાં માંડવિયાએ બદલ્યો મોટો નિર્ણય, કહ્યું અંગ્રેજોના સમયની  સિસ્ટમ ખતમ | In the medical field, Mandvia made a big decision, saying that  the British system of time was over
કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા

2019માં ભાજપે બનાવી હતી સરકાર
આપને જણાવી દઈએ કે, કર્ણાટકમાં છેલ્લી વિધાનસભા ચૂંટણી મે 2018માં યોજાઈ હતી. ત્યારબાદ જનતા દળ સેક્યુલર અને કોંગ્રેસે મળીને સરકાર બનાવી. આમાં એચડી કુમારસ્વામી મુખ્યમંત્રી બન્યા. પરંતુ એક વર્ષ અને 2 મહિના પછી જુલાઈ 2019માં કોંગ્રેસ અને જેડીએસના ઘણા મંત્રીઓના રાજીનામાને પગલે સરકાર પડી ભાંગી હતી. ત્યારબાદ કર્ણાટકમાં બીએસ યેદિયુરપ્પાના નેતૃત્વમાં ભાજપે સરકાર બનાવી હતી. કર્ણાટકમાં બીએસ યેદિયુરપ્પા પણ માત્ર 2 વર્ષ માટે જ મુખ્યમંત્રી રહી શક્યા હતા. ભાજપના કેન્દ્રીય નેતૃત્વની સૂચના પર તેમણે તેમના પદ પરથી રાજીનામું આપવું પડ્યું અને બસવરાજ બોમાઈને નવા મુખ્ય પ્રધાન બનાવવામાં આવ્યા હતા. 

કર્ણાટકમાં કેટલા મતદારો ? 
આ વખતે કર્ણાટક વિધાનસભા ચૂંટણીમાં 5.21 કરોડ મતદાતાઓ મતાધિકારનો ઉપયોગ કરશે. જેમાંથી 2.59 કરોડ મહિલાઓ હશે. આ સાથે 9.17 લાખ મતદારો એવા હશે જેઓ પ્રથમ વખત મતદાન કરશે. જોકે રાજ્યમાં મુખ્ય સ્પર્ધા કોંગ્રેસ, ભાજપ અને જેડીએસ વચ્ચે માનવામાં આવી રહી છે, પરંતુ આ સિવાય આમ આદમી પાર્ટી, બીએસપી, સીપીઆઈ (એમ), સીપીઆઈ, એનસીપી, જેડીયુ, સમાજવાદી પાર્ટી, કર્ણાટક જનતા પાર્ટી, બી શ્રી મુલુ કોંગ્રેસ પાર્ટીઓ. જેમ કે પાર્ટી પણ ચૂંટણી મેદાનમાં લડતી જોવા મળશે. 

નવા 9.17 મતદારો ઉમેરાયા
ચૂંટણી પંચના જણાવ્યા અનુસાર રાજ્યમાં કુલ 5,21,73,579 મતદારો છે. કર્ણાટકમાં 9.17 લાખ નવા મતદારો ઉમેરાયા છે. 100 વર્ષથી વધુ ઉંમરના 16 હજારથી વધુ મતદારો છે. 80 વર્ષથી વધુ ઉંમરના મતદારો ઘરે બેઠા મતદાન કરી શકશે. જેઓ 1 એપ્રિલે 18 વર્ષના થઈ રહ્યા છે તેઓ પણ મતદાન કરી શકશે. આવા 224 બુથ બનાવવામાં આવ્યા છે, જેમાં યુવા કર્મચારીઓને તૈનાત કરવામાં આવશે.100 બુથ પર દિવ્યાંગ કર્મચારીઓ તૈનાત કરવામાં આવશે.

કર્ણાટક વિધાનસભાની ચૂંટણી 2024ની સેમી ફાઈનલ? 
કર્ણાટક વિધાનસભાની ચૂંટણીને 2024ની સેમી ફાઈનલ તરીકે ગણવામાં આવી રહી છે. જ્યારે ભાજપ દક્ષિણ ભારતમાં તેનો એકમાત્ર ગઢ જાળવી રાખવા માટે સંઘર્ષ કરી રહી છે, ત્યારે કોંગ્રેસ મિશન-દક્ષિણ હેઠળ કર્ણાટકમાં સત્તા પર પાછા ફરવા માટે બેતાબ છે. જેડીએસ ફરી એકવાર કિંગમેકર બનવા માટે ઝઝૂમી રહી છે. કર્ણાટકની ચૂંટણી પર માત્ર રાજ્યની જ નહીં પરંતુ સમગ્ર દેશની નજર છે. કર્ણાટકમાં છેલ્લા 5 વર્ષમાં રાજકીય ઉથલપાથલ જોવા મળી છે. 5 વર્ષમાં ત્રણ વખત રાજ્યમાં સીએમ બદલાયા છે. 23 મે, 2018ના રોજ સીએમ તરીકે શપથ લેનારા સૌપ્રથમ કુમારસ્વામી હતા. તેઓ 23 જુલાઈ 2019 સુધી મુખ્યમંત્રી રહ્યા. આ પછી યેદિયુરપ્પા 26 જુલાઈ 2019 થી 28 જુલાઈ 2021 સુધી સીએમ રહ્યા. યેદિયુરપ્પાના રાજીનામા પછી બસવરાજ 28 જુલાઈ 2021ના રોજ મુખ્યમંત્રી બન્યા. તેઓ રાજ્યના હાલના સીએમ છે.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ