બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Politics / BJP will hold a rath yatra in Uttar Pradesh to prepare for the Assembly elections

રાજકારણ / યુપીમાં ચૂંટણીને લઈ ભાજપનો માસ્ટર પ્લાન તૈયાર, જનતા સુધી પહોચવા યોગી સરકાર કરશે આ મોટું કામ

Published By: Ronak

Last Updated: 04:13 PM, 18 November 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઉત્તરપ્રદેશમાં વિધાનસભા ચૂંટણીને લઈને ભાજપે માસ્ટર પ્લાન બનાવી લીધો છે. જેમા યોગી સરકાર દ્વારા 4 જુદા જુદા રૂટ પર રથયાત્રા કાઢવામાં આવશે અને તેઓ જનતા સુધી પહોચશે.

  • યુપીમાં ચૂંટણીને લઈને ભાજપનો માસ્ટર પ્લાન તૈયાર 
  • રથયાત્રા કાઢી યોગી સરકાર જનતા સુધી પહોચશે 
  • અલગ અલગ રૂટ પર 4 રથયાત્રા કાઢવામાં આવશે 

ઉત્તરપ્રદેશમા આવતા વર્ષે વિધાનસભા ચૂંટણી થવાની છે. જેને લઈને મોટા ભાગની પાર્ટીઓ દ્વારા પુરી તૈયારીઓ કરી દેવામાં આવી છે. ત્યારે ભાજપ દ્વારા પણ તેમનો માસ્ટર પ્લાન તૈયાર કરી દેવામાં આવ્યો છે. જેમા દરેક મતદારો સુધી પહોચવા માટે યોગી સરકાર દ્વારા રથ યાત્રા કાઢવામાં આવશે. 

જુદા જુદા રૂટ પર નીકળશે 4 રથયાત્રા 

દરેક મતદારો અને સમાજ સુધી પહોચવા માટે પાર્ટી દ્વારા કુલ 4 રથયાત્રાઓ કાઢવામાં આવશે તેવી માહિતી સામે આવી છે. એવું માનવામાં આવી રહ્યું છે ભાજપ દ્વારા ડિસેમ્બરના પહેલા સપ્તાહમાં રથયાત્રા કાઢવામં આવશે. જોકે આ યાત્રાને હજું અંતિમરૂપ આપવાનું બાકી છે.  ભાજપ દ્વારા ઉત્તરપ્રદેશ, પૂર્વાંચલ, બુંદેલ ખંડ સહિતના વિસ્તારોમાંથી રથયાત્રા કાઢવામાં આવશે. 

કેન્દ્ર અને રાજ્ય સરકારના મંત્રીઓ પણ યાત્રામાં શામેલ થશે 

ચાર અલગ અલગ રૂટ પરથી યાત્રા કાઢવામાં આવશે જેમા કેન્દ્ર તેમજ રાજ્ય સરકારના મંત્રીઓ પણ શામેલ થવાના છે. ભાજપ દ્વારા રથયાત્રા કાઢીને પીએમ મોદી તેમજ યોગી આદિત્યનાથે જે પણ કામ કર્યા છે. તે કામ જનતાને જણાવામાં આવશે. આ ચારેય રથયાત્રા 15 દિવસ સુધી ચાલશે અને લખનૌમાં આ યાત્રાનો અંત લાવવામાં આવશે. 

25 ડિસેમ્બરે યાત્રા પૂરી કરી રેલી કાઢે તેવી શક્યતા 

રથયાત્રાનો સમાપ્ત થયા બાદ ભાજપ દ્વારા મોટી રેલી કાઢવામાં આવશે. 25 ડિસેમ્બરે ભારતના પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીજીનો જન્મદિવસ છે જેથી એવી શક્યતા છે કે આ યાત્રાને ત્યારેજ પતાવામાં આવી શકે છે. આ પ્રસંગે પીએમ મોદી તેમજ તેમની સાથે પાર્ટી અધ્યક્ષ જેપી નડ્ડા પણ શામેલ થાય તેવી શક્યતા છે. 

સંકળાયેલા મુદ્દાઓ

Uttarpradesh bjp plan elactions ઉત્તરપ્રદેશ ભાજપનો માસ્ટર પ્લાન વિધાનસભા ચૂંટણી Uttar Pradesh politics

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ