બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / BJP watchers were thinking 35 contenders have sought tickets for this seat in Gujarat

સેન્સ પ્રક્રિયા / ભાજપના નિરીક્ષકો પણ થયાં વિચારતા: ગુજરાતની આ બેઠક માટે 35 દાવોદારોએ માગી ટિકિટ

Kishor

Last Updated: 08:24 PM, 27 October 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભાજપની સેન્સ પ્રક્રિયામાં મોડાસા વિધાનસભા એક જ બેઠક માટે 35 દાવેદારોએ ટિકિટ માંગતા ભાજપ નિરીક્ષકો માટે સેન્સ પ્રક્રિયા જટિલ બની હતી.

  • મોડાસા વિધાનસભા બેઠક માટે 35 દાવેદારોએ ટિકિટ માંગી 
  • એક જ બેઠક માટે ભાજપ નિરીક્ષકોને લાગ્યા 8 કલાક 
  • અન્ય વિધાનસભાના નેતાઓએ પણ મોડાસાથી ટિકિટ માંગી

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી જાહેરાતનું કાઉન્ટ શરૂ થઈ ગયુ છે ત્યારે ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ કમર કસી લીધી છે. તમામ પક્ષો જોરદાર તૈયારી કરી રહ્યાં છે. ચૂંટણી પ્રચારથી લઈ બેઠકોનો જોર શરૂ કરી દીધુ છે ત્યારે ભાજપે ચૂંટણીલક્ષી રાજનીતિ માટે ગઈ કાલે નિરીક્ષકોની યાદી જાહેર કરી છે અને આજે સેન્સ પ્રક્રિયા હાથ ધરી છે. આજથી ભારતીય જનતા પાર્ટીએ ગુજરાત વિધાનસભાની વિવિધ બેઠકો માટે સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. ત્યારે ભાજપની સેન્સ પ્રક્રિયામાં ટિકિટ માટે મુરતિયાનો રાફડો ફાટ્યો છે. જેમાં અરવલ્લીની મોડાસા વિધાનસભા બેઠક માટે 35 દાવેદારોએ ટિકિટની માંગણી કરતા સેન્સ પ્રક્રિયા જટિલ બની છે.


અન્ય વિધાનસભાના નેતાઓએ પણ મોડાસાથી ટિકિટ માંગી 
અરવલ્લીની મોડાસા વિધાનસભા બેઠક માટે 35 દાવેદારોએ ટિકિટની માંગણી કરી હોવાનું સામે આવ્યું છે. જેને લઇને ભાજપ નિરીક્ષકો મુંઝાયા હતા અને આ એક જ બેઠક માટે ભાજપ નિરીક્ષકોને 8 કલાક લાગ્યા હોવાનું જાણવા મળ્યું હતું. અન્ય વિધાનસભાના નેતાઓએ પણ મોડાસા બેઠકથી ચૂંટણી લડવાની તૈયારી દર્શાવી દાવેદારી રજૂ કરી છે. વધુમાં ગત ટર્મમાં પાતળી સરસાઈથી હારેલા ઉમેદવારે પણ દાવેદારી કરી છે. ગત ટર્મના ઉમેદવાર ભીખુસિંહ પરમાર, જિલ્લા પંચાયત પ્રમુખ લાલસિંહ ચૌહાણ, પૂર્વ સંગઠન પ્રમુખ રણવીરસિંહ ડાભી, મોડાસા તા.પંના કારોબારી અધ્યક્ષ જયેશભાઇ રબારી, નગરપાલિકા પ્રમુખ જલ્પાબેન ભાવસાર અને પૂર્વ નગરપાલિકા પ્રમુખ વનીતાબેન પટેલ અને જિલ્લા પંચાયતના બાંધકામ સમિતિના ચેરમેન હિરેન પટેલે પણ દાવેદારી કરી છે.


બોટાદ બેઠક પર 12થી વધુ તો ગઢડા બેઠક પર 15થી 20 સંભવિત દાવેદારો
વધુમાં અમદાવાદ જિલ્લાની ધોળકા વિધાનસભા બેઠક પર ભુપેન્દ્રસિંહ ચુડાસમાને જો પાર્ટી રિપીટ ના કરે તો પણ અન્ય કેટલાક નામો સામે આવ્યા છે.  જેમાં અમદાવાદ જિલ્લાના ઉપપ્રમુખ અને કોળી સમુદાયના રમેશ મકવાણા, પૂર્વ તાલુકા પ્રમુખ કેતુલ પટેલ, કિરીટસિંહ ડાભી અને APMC ધોળકાના ચેરમેન પ્રવિણસિંહ ડાભીએ પણ દાવેદારી કરી રહ્યા છે.આ સાથે બોટાદ, ગઢડા બેઠકને લઈ 3 નિરિક્ષકોની ટીમ સાથે સેન્સ પ્રક્રિયા ચાલી રહી છે. બોટાદ બેઠક પર 12થી વધુ તો ગઢડા બેઠક પર 15થી 20 સંભવિત દાવેદારો છે.   

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ