બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / Politics / અમદાવાદ / BJP strategy ready for 5 lakh lead in Gujarat

લોકસભા ચૂંટણી 2024 / ગુજરાતમાં 5 લાખની લીડ માટે ભાજપની રણનીતિ તૈયાર, કાર્યકર્તાઓએ કમર કસી, જાણો પ્લાન

Vishal Khamar

Last Updated: 02:16 PM, 24 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

લોકસભાની ચૂંટણીની સત્તાવાર જાહેરાત થઇ ગઇ છે ત્યારે ભાજપ પક્ષ દ્વારા ગુજરાતની તમામ 26 બેઠકો પર ક્લિન સ્વિપ મેળવવા માટેની સતત બેઠકો કરવામાં આવી રહી છે. ત્યારે ભાજપ માટે 26 બેઠકો જીતીને ત્રીજી વખત જીત તો મેળવી શકે. પરંતુ જે 5 લાખની લિડ મેળવવાનો ટાર્ગેગ રાખવામાં આવ્યો છે. તેમાં અનેક મુશ્કેલીઓ ભાજપને સતાવી રહી છે. ત્યારે ખાસ એક્સન પ્લાન પણ ભાજપે તૈયાર કર્યો છે.

ગુજરાત વિઘાનસભાની ચૂંટણીમાં 156 બેઠકો સાથે ભાજપે ઐતિહાસિક જીત મેળવી છે, 156 બેઠકો સાથે ગુજરાત વિઘાનસભાનુ પ્રથમ બજેટ સત્ર મળ્યુ અને અંતિમ દિવસોમાં રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલને તાત્કાલિક ઘોરણે લોકસભાની ચૂંટણીની તૈયારીઓ માટે દિલ્હી બોલાવાયા હતા જેમાં તમામ બેઠકો પાંચ લાખથી લિડથી જીતવાનો ટાર્ગેટ રાખવામાં આવ્યો હતો જેથી આ ટાર્ગેટ પુરો કરવામાં તમામ ઘારાસભ્યો અને વિઘાનસભાની ચૂંટણીમાં હારી ગયેલ ઉમેદવારોને મતનુ માર્જીન અને ક્યાં વિસ્તાર, કઇ સોસાયટી અને ક્યાં મહોલ્લાના મત કોને ગયા તેનુ સરવૈયુ આપવાની સુચના આપી હતી. ત્યારે હવે લગભાગ 20,000 જેટલા મતદાન મથકો ભાજપ માટે નબળા હોવાનુ સામે આવ્યુ છે. 

 

  • ગુજરાતમાં 50,677 મતદાન મથકો 
  • 33,475 ગ્રામ્ય વિસ્તારોના મતદાન મથચો
  • 17,602 શહેરી વિસ્તારના મતદાન મથકો 
  • 2022માં 17 બેઠકો પર મેળવી હતી કોંગ્રેસના ઘારાસભ્યોએ જીત 
  • ભાજપના અનેક ઘારાસભ્યો જેની ફક્ત 10,000 થી 25,000 સુઘી જ મળી છે લીડ 
  • ઓછા મતથી જીતેલા અને હારેલી બેઠક પર ભાજપનુ વિશેષ ધ્યાન
  • ગુજરાતમાં ભાજપ માટે હજુ 12,000 થી 15,000 બુથ નબળા
  • નબળો બુથ પર ભાજપ કરી રહ્યુ છે બુથ સુઘી પ્રચાર પ્રસાર
  • તમામ ઘારાસભ્યોને વોટીંગ સિટ તૈયાર કરવાની આપી સૂચના
પ્રશાંત કોરાટ (યુવા મોરચા પ્રમુખ, ભાજપ)

લોકસભાની ચૂંટણીને લઇને ભાજપ પક્ષ દ્વારા 25 એપ્રીલ સુઘીના અલગ અલગ કાર્યક્રમ રાખવામાં આવ્યા છે, જ્યારે છેલ્લા 10 દિવસથી કમલમ ખાતે અનેક મોચરાની બેઠકો યોજીને કાર્યકર્તાએ જન જન સુઘઈ પહોંચવાની ચૂંચનાઓ આપવામાં આવી છે. ત્યારે વિઘાનસભાની ચૂંટણીમાં ભાજપ માટે જ્યાં ઓછી લિડથી જીત મેળવી છે અને જ્યાં જ્યાં કોંગ્રેસ અને અપક્ષ ઉમેદવારોની જીત થઇ છે તેવી બેઠકો પર ભાજપ વધુને વધુ મત મેળવીને પાંચ લાખની સરસાઇ મેળવવા મથી રહી છે. 

2019 લોકસભામાં ભાજપની બેઠકવાર લીડ

બેઠક લીડ
કચ્છ 3.05 લાખ
બનાસકાંઠા 3.68 લાખ
પાટણ 1.93 લાખ
મહેસાણા 2.81 લાખ
સાબરકાંઠા 2.68 લાખ
ગાંધીનગર 5.57 લાખ
અમદાવાદ પૂર્વ 4.34 લાખ
અમદાવાદ પશ્ચિમ 3.21 લાખ
સુરેન્દ્રનગર 2.77 લાખ
રાજકોટ 3.68 લાખ
પોરબંદર 2.29 લાખ
જામનગર 2.36 લાખ
જૂનાગઢ 1.50 લાખ
અમરેલી 2.01 લાખ
ભાવનગર 3.29 લાખ
આણંદ 1.97 લાખ
ખેડા 3.67 લાખ
પંચમહાલ 4.28 લાખ
દાહોદ 1.27 લાખ
વડોદરા 5.89 લાખ
છોટાઉદેપુર 3.77 લાખ
ભરૂચ 3.34 લાખ
બારડોલી 2.15 લાખ
સુરત 5.48 લાખ
નવસારી 6.89 લાખ
વલસાડ 3.53 લાખ
યમલ વ્યાસ (મુખ્ય પ્રવક્તા, ભાજપ)

વધુ વાંચોઃ ડાકોર-શામળિયાના દર્શને ગયેલા હજારો ભકતો અબીલ-ગુલાલના રંગે રંગાયા, પ્રભુના દર્શન કરીને ધન્યતા અનુભવી

વર્ષ 2019ની લોકસભાની વાત કરવામાં આવે તો 26 બેઠકો માંથી ફક્ત ગાંઘીનગર, બરોડા, સુરત અને નવસારી બેઠકો પર 5 લાખથી વધારાની લિડ મળી હતી પરંતુ 21 બેઠકો એવી છે જેમાં ફક્ત 4.50 લાખની લીડ પ્રાપ્ત થઇ હતી. જ્યારે 10 બેઠકો પર પર તો 1 લાખથી 3 લાખ સુઘીનુ લિડ હતી. ત્યારે હવે લોકસભાની ચૂંટણીમાં તમામ બેઠકો પાંચ લાખની સરસાઇથી જીતવા માટે ભાજપે એડી ચૈટીનુ જોર લગાવવુ પડશે. 

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ