બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Thousands of devotees who visited Dakor-Shamlia were painted in the colors of Abil-Gulal.

જય રણછોડ / ડાકોર-શામળિયાના દર્શને ગયેલા હજારો ભકતો અબીલ-ગુલાલના રંગે રંગાયા, પ્રભુના દર્શન કરીને ધન્યતા અનુભવી

Vishal Khamar

Last Updated: 01:59 PM, 24 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

હોળી પર્વને લઈ યાત્રાધામ ડાકોર ખાતે ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું છે. ડાકોરનાં રસ્તાઓ પર ભક્તો હાથમાં ધજા સાથે ભગવાનનાં દર્શને આવી રહ્યા છે. પોલીસ દ્વારા પણ ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.

હોળીનાં પર્વને લઈને યાત્રાધામ ડાકોરમાં ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું છે. ડાકોરમાં ફાગણી પૂનમનાં ઉત્સવની ધામધૂમ પૂર્વક ઉજવણી કરવામાં આવી રહી છે. ડાકોરનાં રસ્તાઓ પર ભક્તોને મહાસાગર ઉમટ્યો છે. ભગવાનનાં દર્શને હજારો ભક્તો ધજા સાથે આવી રહ્યા છે.  ડાકોરના ઠાકોરની એક ઝલક માટે ભક્તોમાં ઉત્સુકતા જોવા મળી રહી છે. પોલીસ દ્વારા પણ ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. 

અરવલ્લીનુ યાત્રાધામ શામળાજી મંદિર રંગોત્સવના રંગે રંગાયેલુ જોવા મળ્યું હતું. અબીલ ગુલાલની છોળો સાથે ભગવાના શામળીયાને પણ રંગ લગાવવામાં આવ્યો... ભક્તોના ઉત્સાહથી શઆમળાજી મંદિર ગુંજી ઉઠ્યું હતુ.રંગોત્સવની ઉજવણીને લઈને ડાકોરમાં પણ ભક્તોનો ઉત્સાહ જોવા મળ્યો હતો.

વધુ વાંચોઃ હવે જુનાગઢ બેઠક પર ભાજપના ઉમેદવારને લઇ કોકડું ગૂંચવાયું, Video વાયરલ થતા વિવાદ વકર્યો

આજે હોળીના પાવન અવસરે યાત્રાધામ શામળાજી ખાતે વહેલી સવારથી હજારો ભક્તો ભગવાન શામળિયાના દર્શન માટે ઉમટ્યા હતા. હોળીના પર્વ નિમિત્તે ભગવાન શામળિયાને વિશેષ સફેદ કોટનના વસ્ત્રો અને સોનાના આભૂષણો થી સાજ શણગાર કરાયા હતા. ત્યાર બાદ ઠાકોરજીની શણગાર આરતી પૂર્વે ભગવાનને ચાંદીની પિચકારીમાં કેસૂડાનો રંગ ભરી તેમજ અબીલ ગુલાલની છોળો ઉડાડી રંગોત્સવ ઉજવાયો હતો. જેમા હજારો ભક્તો જોડાયા હતા ખાસ કરીને કૃષ્ણ મંદિરોમાં હોળી અને રંગોત્સવનું વિશેષ મહત્વ હોય છે ત્યારે યાત્રાધામ શામળાજી ખાતે પણ રંગોત્સવની ઉજવણી માટે મંદિર પરિસર ભક્તો થી ઉભરાયું હતું દિવસ દરમિયાન હજારો ભક્તોએ ભગવાન શામળિયાના દર્શન કરી ધન્ય બન્યા હતા સાથે પરિવારના મંગલ ની કામના પણ કરી હતી.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ