ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / રાજકોટના સમાચાર / ભાજપ સંગઠનને લઇ સૌરાષ્ટ્રથી મોટા સમાચાર, આ જાણીતા ચહેરાને અપાઇ શકે છે મોટો હોદ્દો

અટકળો / ભાજપ સંગઠનને લઇ સૌરાષ્ટ્રથી મોટા સમાચાર, આ જાણીતા ચહેરાને અપાઇ શકે છે મોટો હોદ્દો

Published By: Vishal Khamar

Last Updated: 12:10 PM, 24 November 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સૌરાષ્ટ્ર ઝોનમાં ભાજપ સંગઠનની રાજકોટમાં મહત્વની બેઠક યોજાનાર છે. ભાજપ દ્વારા ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રીના પત્નીને રાજકારણમાં સક્રિય કરવા માટે ભાજપ દ્વારા એક્શન પ્લાન તૈયાર કરવામાં આવી રહ્યો છે.

ADVERTISEMENT

રાજકોટ ખાતે સૌરાષ્ટ્ર ઝોનની ભાજપ સંગઠન બેઠકને લઈને આજે શહેરમાં રાજકીય હલચલ જોવા મળી રહી છે. આ બેઠક માટે રાષ્ટ્રીય સંગઠન મહામંત્રી બી.એલ. સંતોષ તથા ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા રાજકોટ પહોંચ્યા છે. બેઠક પહેલા તેઓ અંજલીબેન રૂપાણીના નિવાસસ્થાને પહોંચ્યા હતા. જેના કારણે રાજકીય વર્તુળોમાં નવી ચર્ચાઓને વેગ મળ્યો છે.

અંજલીબેન રૂપાણીની રાજકારણમાં વાપસીના સંકેતો

મળતી માહિતી મુજબ ભાજપ અંજલીબેન રૂપાણીને ફરી રાજકીય રીતે સક્રિય કરવા માગે છે. સંગઠનના અંદરના સૂત્રો મુજબ તેમને પાર્ટીમાં મહત્વપૂર્ણ હોદ્દો આપવામાં આવી શકે છે. આ મુલાકાતને સૌરાષ્ટ્રમાં ભાજપના સંગઠનાત્મક ફેરફારો અને ભવિષ્યવૂ વ્યૂહરચનાઓ સાથે જોડીને જોવામાં આવી રહી છે.

મહત્વપૂર્ણ બેઠક ભાજપ કાર્યાલય ખાતે

રાજકોટના ભાજપ કાર્યાલય ખાતે યોજાનારી આ સંગઠન બેઠકમાં સૌરાષ્ટ્રના તમામ જીલ્લા તથા શહેરના ભાજપ અધ્યક્ષો અને મહામંત્રીઓ હાજર રહેશે. બેઠકમાં આવનારા સમયમાં સૌરાષ્ટ્રમાં સંગ્રઠન મજબૂત બનાવવા, સ્થાનિક રાજકીય સમીકરણો અને આવતા ચૂંટણીના પ્રણાલીઓને લઈને ચર્ચા થવાની શક્યતા છે.

આ પણ વાંચોઃ સુરતમાં ફરી યુવાધન ચડ્યું નશાના રવાડે, હાઇબ્રિડ ગાંજા સાથે બે ઈસમોની ધરપકડ

સૌરાષ્ટ્રના રાજકારણમાં મોટા બદલાવના સંકેતો

બી.એલ. સંતોષના આગમન અને અંજલીબેન રૂપાણી સાથેની મુલાકાતને રાજકોટ તેમજ સૌરાષ્ટ્રના રાજકારણમાં મોટી હલચલ માનવામાં આવી રહી છે. પાર્ટીના આંતરિક સંગઠનમાં કેટલાક મોટા નિર્ણય લેવામાં આવશે તેવી ધારણા રાજકીય નિષ્ણાતો વ્યક્ત કરી રહ્યાં છે. આ બેઠકના નિર્ણયો સૌરાષ્ટ્રની રાજકીય દિશા અને ભાજપના આગામી પગલા નક્કી કરવામાં મહત્વપૂર્ણ સાબિત થશે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Rajkot Rajkot News Rajkot BJP

Published by

Vishal Khamar

Vishal Khamar is Senior Sub-Editor at VTV Gujarati with 15+ years of digital journalism experience. He covers crime and civic issues.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ