ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / સુરતના સમાચાર / સુરતમાં ફરી યુવાધન ચડ્યું નશાના રવાડે, હાઇબ્રિડ ગાંજા સાથે બે ઈસમોની ધરપકડ
Last Updated: 11:02 AM, 24 November 2025
ADVERTISEMENT
સુરત શહેરમાં વધતા નશાના સવાલ વચ્ચે પોલીસને મોટી સફળતા મળી છે. અલથાણ પોલીસ સ્ટેશનની ટીમે બાતમીના આધારે શહેરના સિટી લાઈટ વિસ્તારમાંથી બે ઈસમોને હાઈબ્રિડ ગાંજા સાથે ઝડપ્યા છે.
ADVERTISEMENT
પૂછપરછ દરમિયાન હાઈબ્રિડ ગાંજો મળી આવ્યો
મળતી માહિતી મુજબ, પોલીસે સૌપ્રથમ યશ પટેલ નામના યુવકને શંકાસ્પદ હાલતમાં રોક્યો હતો. તેની પૂછપરછ દરમિયાન હાઈબ્રિડ ગાંજો મળી આવતા તેને તરત જ કસ્ટડીમાં લેવામાં આવ્યો. વધુ તપાસ કરતાં ગાંજાની હેરાફેરી કરનાર અન્ય એક શખ્સ પ્રિયાંક પટેલનું નામ સામે આવ્યું. પોલીસે ઝડપથી પ્રિયાંક પટેલને પણ કબજે લઈ લીધો.
ADVERTISEMENT

આ પણ વાંચોઃ AMCનું મેગા ડિમોલિશન, શહેરના આ વિસ્તારમાં 1000થી વધુ ગેરકાયદે મકાનો પર ચાલશે તંત્રનું બુલડોઝર
ADVERTISEMENT
કુલ રૂ. 1.39 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો
કાર્યવાહી દરમિયાન પોલીસે બંને પાસેથી હાઈબ્રિડ ગાંજો, મોબાઈલ ફોન અને મોપેડ મળી કુલ રૂ. 1.39 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો છે. પોલીસ દ્વારા આગળની તપાસ ચાલુ રાખવામાં આવી છે કે આ ગાંજા સપ્લાઈ ચેઇન પાછળ અન્ય કોઈ ગેંગ તો સંકળાયેલો નથી ને. અલથાણ પોલીસની આ કાર્યવાહી શહેરમાં વધતી નશાની ચેઇન સામે એક મહત્વપૂર્ણ પગલું માનવામાં આવી રહ્યું છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
Vishal Khamar is Senior Sub-Editor at VTV Gujarati with 15+ years of digital journalism experience. He covers crime and civic issues.
સૌથી વધુ વંચાયેલું
Nana Patekar Funeral / નાના પાટેકરના અંતિમ સંસ્કાર સૂર્યાસ્ત બાદ કેમ કરાયા? પુત્ર મલ્હારે જણાવ્યું કારણ
ADVERTISEMENT
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
Nana Patekar Funeral / નાના પાટેકરના અંતિમ સંસ્કાર સૂર્યાસ્ત બાદ કેમ કરાયા? પુત્ર મલ્હારે જણાવ્યું કારણ
ADVERTISEMENT