ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / AMCનું મેગા ડિમોલિશન, શહેરના આ વિસ્તારમાં 1000થી વધુ ગેરકાયદે મકાનો પર ચાલશે તંત્રનું બુલડોઝર
Last Updated: 09:59 AM, 24 November 2025
ADVERTISEMENT
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ઈસનપુર તળાવ પર થયેલા ગેરકાયદેસર દબાણ દૂર કરવામાં આવ્યા છે. 1000 થી વધુ ગેરકાયદે મકાનો પર બુલડોઝર ફરશે. 20 થી વધુ જેસીબી સહિતની મશીનો દબાણ સ્થળે પહોંચી દબાણ હટાવવાની કામગીરી શરૂ કરી છે. ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે ડિમોલેશનની કામગીરી શરૂ કરવામાં આવી છે. 500 પોલીસ જવાન અને 500 એએમસી સ્ટાફ ડિમોલેશનની કામગીરીમાં જોડાશે. ચંડોળા તળાવ બાદ ઈસનપુર તળાવ મેગા ડિમોલેશનની કામગીરી હાથ ધરવામાં આવી છે.
ADVERTISEMENT
100 થી વધુ રહેણાંક તથા 5 કોમર્શિયલ બાંધકામોનું ડિમોલેશન કરાયું
તાજેતરમાં જ અમદાવાદ શહેરના પૂર્વ ઝોનમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)ના એસ્ટેટ વિભાગ દ્વારા ગેરકાયદેસર બાંધકામો સામે વિશાળી ડિમોલિશન ડ્રાઈવ હાથ ધરવામાં આવી હતી. ખાસ કરીને ટીપી સ્કીમ–25 હેઠળના ખોખરા–મહેમદાવાદ વિસ્તારમાં આ કામગીરી અમલમાં મૂકવામાં આવી. મળતી માહિતી મુજબ, ઈશ્વરકૃપા સોસાયટી અને રાધાકૃષ્ણ પાર્ક નજીક અનેક ગેરકાયદેસર માળખાં ઉભાં થયા હોવાના હિસાબથી ટીમે પગલું ભર્યું હતું. આ અભિયાન દરમિયાન 100 થી વધુ રહેણાંક તથા 5 કોમર્શિયલ બાંધકામો પર ડિમોલિશન કરવામાં આવ્યું હતું.
ADVERTISEMENT

ગેરકાયદેસર બાંધકામ કરી રહેલ લોકોમાં ફફડાટ
ADVERTISEMENT
ટીપી રોડ પર લાંબા સમયથી રહેલા દબાણો અને ગેરકાયદેસર ઓક્યુપન્સી દૂર કરવા માટે પણ કામગીરી હાથ ધરવામાં આવી. રસ્તાઓ પર વધતી ગેરવ્યવસ્થા દૂર કરવા અને શહેરી આયોજનને ગતિ આપવા AMC એસ્ટેટ વિભાગે ક્રમશઃ વિસ્તારોમાં ચકાસણી કરીને કાર્યવાહી ચાલુ રાખવાનો સંકેત આપ્યો છે. એસ્ટેટ વિભાગની આ કડક કાર્યવાહીથી સ્થાનિક વિસ્તારોમાં પ્રશાસન પ્રત્યે વિશ્વાસ વધ્યો હોવાનું જોવા મળે છે, જ્યારે ગેરકાયદેસર બાંધકામ કરી રહેલ લોકોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે.

ADVERTISEMENT
થોડા સમય અગાઉ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા અમદાવાદમાં ઓપરેશન ક્લીન ચંડોળા 2.0 પૂર્ણ થઈ ગયું છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને પોલીસના સંયુક્ત અભિયાનમાં ચંડોળા તળાવ વિસ્તારમાં બીજા તબક્કાની ડિમોલિશનની કામગીરી પૂર્ણ કરવામાં આવી હતી. આ અંગે મળતી માહિતી અનુસાર, AMC-પોલીસના સંયુક્ત ઓપરેશનમાં 8 હજારથી વધુ દબાણો દૂર કરવામાં આવ્યા છે. ફેઝ 2માં 2.50 લાખ ચોરસ મીટર જગ્યા ખુલ્લી કરવામાં આવી છે. ઓપરેશન ક્લીન ચંડોળા 2.0માં સૂર્યનગર પોલીસ મથકથી મીરા સિનેમા રોડ તરફના દબાણ દૂર કરવામાં આવ્યા હતા.
ADVERTISEMENT
8 હજારથી વધુ દબાણો હટાવાયા
માહિતી અનુસાર, એક દિવસ અગાઉ બીજા તબક્કાની ડિમોલિશનની કામગીરી પૂર્ણ થયા બાદ કાટમાળ હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. ચંડોળા તળાવ વિસ્તારમાંથી 2.50 લાખ ચો.મી. જમીન પરથી દબાણ હટાવીને જગ્યા ખુલ્લી કરવામાં આવી હતી. ચંડોળા તળાવ વિસ્તારમાંથી 8500 દબાણો હટાવવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે ચુસ્ત બંદોબસ્ત વચ્ચે AMC દ્વારા ડિમોલિશનની કામગીરી હાથ ધરવામાં હતી. અત્યાર સુધીમાં 99% ગેરાકયેદસર બાંધકામ દૂર કરવામાં આવ્યા છે.
ADVERTISEMENT
આગામી દિવસોમાં ચંડોળા તળવાને ઉંડું કરવામાં આવશે
AMC અને શહેર પોલીસની સંયુક્ત કામગીરીથી દબાણ દૂર કરવામાં આવી રહ્યા છે. તળાવ આસપાસના દબાણ દૂર કર્યા બાદ ફરી દબાણ ન થાય તે માટે તળાવની ફરતે વોલ બનાવવામાં આવશે, તેમજ વોલ કર્યા બાદ અહીં એક SRPનો પોઇન્ટ પણ મૂકવામાં આવશે. આગામી સમયમાં ચંડોળા તળાવના બ્યુટિફિકેશનની કામગીરી હાથ ધરવામાં આવશે. આગામી દિવસોમાં ચંડોળા તળાવને ઉંડું કરવામાં આવશે. ઉપરાંત કાંકરિયાની જેમ 7 ફેઝમાં તળાવનો વિકાસ કરવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે ઓપરેશન ક્લીન ચંડોળા ફેઝ 1માં બાંગ્લાદેશી અને કુખ્યાત લોકોને ટાર્ગેટ કરી ડિમોલેશન કરાયું હતું. ત્યારે ફેઝ 2માં તળાવ પર રહેલા ગેરકાયદે મકાનો તોડી પાડવામાં આવ્યા છે. લલ્લા બિહારીથી લઈ તમામ બાંગ્લાદેશી ઘૂસણખોરોના દબાણ દૂર કરાયા છે. 2.50 લાખ ચોરસ મીટર તળાવની આસપાસની જગ્યા ખાલી કરવામાં આવી રહી છે. ડિમોલિશનની કામગીરી દરમિયાન ત્રણ હજાર પોલીસ કર્મચારી, SRPની 25 કંપનીઓ બંદોબસ્ત માટે તૈનાત રહી. ડિમોલિશનની કામગીરી માટે 35થી વધુ જેસીબીનો ખડકલો કરી દેવામાં આવ્યો હતો. અસરગ્રસ્તોને ખસેડવા માટે AMTSની બસો તથા મેડિકલ ટીમો પણ તૈનાત કરવામાં આવી હતી.
આ પણ વાંચોઃ હજુ તો ઉત્તરાયણને દોઢ મહિનાની વાર છે, એ પહેલા જ રાજ્યમાં ગળું કપાયાની ઘટનાઓ શરૂ
201 બાંગ્લાદેશીને ડિપોર્ટ કરવામાં આવ્યા
આ કામગીરી માટે 3,000 પોલીસકર્મીઓનો બંદોબસ્ત તૈનાત કરવામાં આવ્યો, જેમાં 25 SRPની કંપની પણ સામેલ છે. અગાઉ ફેઝ 1માં 1.5 લાખ ચોરસ ફૂટ વિસ્તારમાં ડિમોલેશનની કામગીરી કરવામાં આવી હતી. આ ઉપરાંત, ગેરકાયદેસર રીતે રહેતા લોકો સામે પણ કડક કાર્યવાહી કરવામાં આવી. આ અંતર્ગત 201 બાંગ્લાદેશી નાગરિકોને ડિપોર્ટ કરવામાં આવ્યા છે, જ્યારે કુલ 2 હજાર 1 લોકોને આ વિસ્તારમાંથી દૂર કરવામાં આવ્યા. ચંડોળા તળાવ વિસ્તાર ગુનાહિત પ્રવૃત્તિઓનું હબ બની ગયો હોવાના અહેવાલો બાદ AMCએ આ કડક પગલાં લેવાનું નક્કી કર્યું છે.
સંકળાયેલા મુદ્દાઓ
Vishal Khamar is Senior Sub-Editor at VTV Gujarati with 15+ years of digital journalism experience. He covers crime and civic issues.
સૌથી વધુ વંચાયેલું
Nana Patekar Funeral / નાના પાટેકરના અંતિમ સંસ્કાર સૂર્યાસ્ત બાદ કેમ કરાયા? પુત્ર મલ્હારે જણાવ્યું કારણ
ADVERTISEMENT
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
Nana Patekar Funeral / નાના પાટેકરના અંતિમ સંસ્કાર સૂર્યાસ્ત બાદ કેમ કરાયા? પુત્ર મલ્હારે જણાવ્યું કારણ
ADVERTISEMENT