ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / સુરતના સમાચાર / હજુ તો ઉત્તરાયણને દોઢ મહિનાની વાર છે, એ પહેલા જ રાજ્યમાં ગળું કપાયાની ઘટનાઓ શરૂ
Last Updated: 09:08 AM, 24 November 2025
ADVERTISEMENT
ઉત્તરાયણના તહેવારને હજુ ઘણા દિવસો બાકી છે. ત્યારે સુરતમાં પતંગની ધારદાર દોરીનો કહેર શરૂ થઈ ગયો છે. ઉત્તરાયણ પહેલા સુરત શહેરમાં વાહન ચાલકોના ગળા કપાવવાનો કિસ્સો સામે આવ્યો છે. જેમાં એક 45 વર્ષીય વ્યક્તિ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે. જેઓ લોહીલુહાણ હાલતમાં બ્રિજ પર જ પડી જતા રાહદારીઓ તાત્કાલીક તેઓની મદદે આવ્યા હતા. અને તેઓને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.
ADVERTISEMENT
સુત્રો દ્વારા મળતી માહિતી મુજબ યુવકની સ્થિતિ ગંભીર હોવાનું જણાવાયું છે અને તેનું સારવાર હેઠળ રાખવામાં આવ્યું છે. ઉત્તરાયણ પહેલાં જ આવા કિસ્સાઓ સામે આવતાં સુરતમાં ફરી માજા દોરીના ઉપયોગ અંગે ચિંતા વ્યક્ત થઈ રહી છે. સ્થાનિક તંત્ર અને પોલીસ દ્વારા ફરી એકવાર જાહેરમાં અપીલ કરવામાં આવી છે કે પ્રાણઘાતક ચાઇનિઝ માજા દોરીનો ઉપયોગ ન કરે અને સલામતીના નિયમોનું કડક પાલન કરે.

ADVERTISEMENT
બ્રિજ પર લોકોના ટોળે ટોળા એકઠા થયા
પ્રાપ્ત માહિતી અનુસાર, સુરત શહેરના અડાજણ વિસ્તારમાં આવેલ ભક્તિધામ સોસાયટીમાં રહેતા પશુપતિસિંહ (ઉ.વર્ષ.45) જેઓ મજૂરાગેટ બ્રિજ પરથી પસાર થઈ રહ્યા હતા. ત્યારે અચાનક પતંગની ઘાતક દોરી તેમના ગળા પર વાગી હતી. જેના કારણે તેમને ગળાના ભાગે ગંભીર ઈજા થવા પામી હતી. દોરી વાગતાં વાહન ચાલક પશુપતિસિંહ લોહીલુહાણ હાલતમાં બ્રિજ પર જ પડી ગયા હતા. આ ઘટના બ્રિજ પરથી પસાર થતા અન્ય રાહદારીઓના ધ્યાને આવતા રાહદારીઓ તાત્કાલીક તેઓને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડ્યા હતા. અકસ્માત સર્જાતા બ્રિજ પર લોકોના ટોળે ટોળા એકઠા થઈ જવા પામ્યા હતા.
ADVERTISEMENT

રાહદારીઓએ સારવાર અર્થે ખસેડ્યો
ADVERTISEMENT
આ બાબતે રાહદારીએ જણાવ્યું હતું કે, મજૂરા ગેડ વિસ્તારના બ્રિજ પરથી પસાર થઈ રહ્યો હતો. ત્યારે ગળું કપાયેલી હાલતમાં એક વ્યક્તિ રોડ પર પડ્યો હતો. અને બ્રિજ પર લોકોના ટોળે ટોળા ઉમટ્યા હતા. જે બાદ તેઓને તાત્કાલીક ધોરણે સારવાર અર્થે નવી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.
આ પણ વાંચોઃ આમોદની શમા હોટલમાં ટ્રક ડ્રાઇવરનું હાર્ટ એટેકથી મોત, CCTVમાં ઘટના કેદ
ADVERTISEMENT
ઉત્તરાયણ પહેલા જ વાહન ચાલકોમાં ભયનો માહોલ
ઉત્તરાયણને હજુ ઘણા દિવસો બાકી છે. ત્યારે સુરતમાં પતંગની દોરીથી ગળું કપાવવાનો પ્રથમ બનાવ બનવા પામ્યો છે. ઉત્તરાયણ પહેલા જ વાહન ચાલકોમાં પતંગની દોરીને લઈ ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
Vishal Khamar is Senior Sub-Editor at VTV Gujarati with 15+ years of digital journalism experience. He covers crime and civic issues.
સૌથી વધુ વંચાયેલું
Nana Patekar Funeral / નાના પાટેકરના અંતિમ સંસ્કાર સૂર્યાસ્ત બાદ કેમ કરાયા? પુત્ર મલ્હારે જણાવ્યું કારણ
ADVERTISEMENT
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
Nana Patekar Funeral / નાના પાટેકરના અંતિમ સંસ્કાર સૂર્યાસ્ત બાદ કેમ કરાયા? પુત્ર મલ્હારે જણાવ્યું કારણ
ADVERTISEMENT