બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

VTV / ભારત / BJP offered 7 AAP MLAs Rs 25 crore to quit party, conspiracy afoot to topple Delhi govt: CM Kejriwal

દિલ્હી / 'AAPના 7 ધારાસભ્યોને 25-25 કરોડની ઓફર કરાઈ', ધડાકો કરતાં કેજરીવાલે કહ્યો આખો કિસ્સો, રાજનીતિમાં ભૂકંપ

Hiralal

Last Updated: 02:53 PM, 27 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલે એક આરોપ કર્યો કે ભાજપે 25-25 કરોડમાં અમારા 7 ધારાસભ્યો ખરીદવાનો પ્રયાસ કર્યો છે.

  • અરવિંદ કેજરીવાલનો મોટો આરોપ
  • ભાજપે 25-25 કરોડમાં અમારા 7 ધારાસભ્યો ખરીદવાનો પ્રયાસ કર્યો 
  • અજાણ્યા લોકોએ ફોન કરીને ધમકી આપી
  • આમ આદમી પાર્ટીની સરકારને ઉથલાવવાનો કારસો

દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલે એક ગંભીર આરોપ કરીને રાજનીતિમાં ગરમાવો લાવી દીધો છે. કેજરીવાલે દાવો કર્યો કે ભાજપે આમ આદમી પાર્ટીના 7 ધારાસભ્યોને દરેકને 25-25 કરોડમાં પાર્ટી છોડવાની ઓફર કરી છે. કેજરીવાલ સરકારને ઉથલાવાની પણ ધમકી આપવામાં આવી છે. કેજરીવાલે સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યું હતું કે તેમની પાર્ટીના સાત ધારાસભ્યોનો અજાણ્યા વ્યક્તિઓ દ્વારા સંપર્ક કરવામાં આવ્યો છે અને ચેતવણી આપવામાં આવી છે કે કેજરીવાલની ટૂંક સમયમા ધરપકડ થશે અને તેથી તમે 25 કરોડ લઈ લો અને આમ આદમી પાર્ટી છોડી દો. 

અજાણ્યા લોકોનો ફોન આવ્યો-કેજરીવાલ 
કેજરીવાલના જણાવ્યા અનુસાર, ફોન કરનારાઓએ આપના 21 ધારાસભ્યોના સંપર્કમાં હોવાનો દાવો કર્યો હતો અને દિલ્હી સરકારને ઉથલાવ્યા બાદ ચૂંટણી લડવા માટે ભાજપની ટિકિટ સાથે 25-25 કરોડ રૂપિયા આપવાનું વચન આપ્યું હતું. આપના તમામ સાત ધારાસભ્યોએ આ ઓફરને નકારી કાઢી હતી અને ભારપૂર્વક જણાવ્યું હતું કે દિલ્હીમાં આપ સરકારને અસ્થિર કરવા માટે કથિત દારૂના કૌભાંડના સંદર્ભમાં તેમની ધરપકડ કરવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. એક પત્રકાર પરિષદ દરમિયાન, દિલ્હીના પ્રધાન આતિશીએ આરોપ લગાવ્યો હતો કે ભાજપે દિલ્હીમાં 'ઓપરેશન લોટસ 2.0' શરૂ કર્યું છે, તેમણે નિર્દેશ કર્યો હતો કે ગયા વર્ષે આપના ધારાસભ્યોને પૈસાની લાલચ આપવાનો આવો જ પ્રયાસ નિષ્ફળ ગયો હતો.

ભાજપે શું કહ્યું 
આ આરોપોને નકારી કાઢતા દિલ્હી ભાજપના સચિવ હરીશ ખુરાનાએ આતિશીને પડકાર ફેંક્યો હતો કે તેઓ સંપર્ક કરાયેલા ધારાસભ્યો અને ઓફર કરનારાઓની ઓળખ જાહેર કરે. તેમણે 'આપ' પર આરોપ લગાવ્યો હતો કે કેજરીવાલ દ્વારા દારૂ કૌભાંડ સંબંધિત એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી)ના સમન્સને છોડીને ધ્યાન હટાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. 

દારુ કૌભાંડમાં ઈડી કેજરીવાલની પૂછપરછ કરવા માગે છે
ઉલ્લેખીય છે કે દિલ્હી દારુ કૌભાંડમાં આમ આદમી પાર્ટીના 3 મોટા નેતાઓ સત્યેન્દ્ર જૈન, મનિષ સિસોદીયા અને ત્રીજા એક મોટા નેતા જેલમા કેદ છે. કેજરીવાલની પણ ધરપકડ થવાની શક્યતા છે. ઈડીએ ત્રણ વાર કેજરીવાલને સમન્સ પાઠવ્યું હતું તેમ છતાં તેઓ ઈડી સામે હાજર થયા નહોતા. 

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ