ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / BJP MLA uploads photo of Morarji Desai on Indulal Yagnik's birth anniversary
ADVERTISEMENT
ADVERTISEMENT
ભાજપના ધારાસભ્ય બાબુભાઈ પટેલ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ કરી હતી. જે પોસ્ટ હવે વિવાદનું કારણ બની ગઈ છે. તેના પાછળનું કારણ એ છે કે તેમણે ઈન્દુચાચાને જન્મજયંતીની શુભકામનાઓ પાઠવી હતી. પરંતુ જાણીને તમને પણ નવાઈ લાગશે કે તેમણે ઈન્દુચાચાને બદલે મોરારજી દેસાઈનો ફોટો શેર કરી દીધો હતો.
સુપ્રસિદ્ધ ગુજરાતી લેખક અને ગુજરાતની અસ્મિતાના સ્વપ્નદ્રષ્ટા શ્રી ઈન્દુલાલ કનૈયાલાલ યાજ્ઞિકજી (ઈન્દુ ચાચા) ને જન્મ જયંતી નિમિતે સાદર નમન. pic.twitter.com/R7jgtGXYIg
— Babubhai Patel (@babubhaibjp) February 22, 2022
ADVERTISEMENT
મનિશ દોશીએ આપ્યું નિવેદન
ADVERTISEMENT
આ મુદ્દે કોંગ્રેસ દ્વારા પણ મોટુ રિએકશન આપવામાં આવ્યું છે. જેમા કોંગ્રેસ પ્રવક્તા મનિશ દોશીએ બાબુભાઈ પટેલના અજ્ઞાન અંગે કટાક્ષ કર્યો સાથેજ તેમણે એવું પણ કહ્યું કે ગુજરાતની અસ્મિતાના વ્યક્તિ ઈન્દુચાચાને આજે ભાજપ ઓળખી શકતી નથી.
ADVERTISEMENT
સોશિયલ મીડિયા પર પોસ્ટ થઈ વાયરલ
મનીશ દોશીએ આ સમગ્ર મામલે વધુમાં એવું પણ કહ્યું કે તેમને ગૌચરની જમીન અને સર્વે નંબર યાદ રહશે. સાથેજ તેમણે એવુ પણ કહ્યું કે ગુજરાતની અસ્મિતા માટે લડનારને ભૂલી જાય છે અને ભાજપ કહે છે કે તેમના સભ્યો જમીન સાથે સંકળાયેલા છે. સોશિયલ મીડિયા પર હાલ ઘારાસભ્ય બાબુ જમનાની પોસ્ટ ઘણી વાયરલ થઈ છે અને તે પોસ્ટ હાલ ચર્ચાનું કેન્દ્ર બની ગઈ છે.
ADVERTISEMENT
મોરારજી દેસાઈનો ફોટો મુક્યો
ઉલ્લેખનીય છે કે મહાગુજરાત આંદોલનના પ્રણેતા પણ હતા. આજે તેમની જન્મતિથિ છે અને ધારાસભ્ય બાબુભાઈ પટેલ દ્વારા તેમના ફોટાને બદલે મોરરાજી દેસાઈનો ફોટો મુકી દેવામાં આવ્યો છે જેના કારણે તેમની આ પોસ્ટ સોશિયલ મીડિયા પર ઘણી વાયરલ થઈ છે. જેના કારણે તેઓ ઘણા ટ્રોલ થઈ રહ્યા છે.
સંકળાયેલા મુદ્દાઓ