બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

VTV / ગુજરાત / અમદાવાદ / BJP may suffer a blow before Gujarat elections logic arguments met with veteran leader and former minister CM Gehlot

મોટા સમાચાર / ગુજરાત ચૂંટણી પહેલા ભાજપને પડી શકે છે ફટકો, દિગજ્જ નેતા અને પૂર્વ મંત્રી CM ગહેલોતને મળતા તર્ક વિતર્કો

Kishor

Last Updated: 09:31 PM, 29 October 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાત ચૂંટણી પહેલા પૂર્વ આરોગ્ય મંત્રી જય નારાયણ વ્યાસએ રાજસ્થાનના cm અશોક ગેહલોત સાથે સૂચક મુલાકાત કરી હતી. જેને લઇને ચર્ચા જાગી છે.

  • ગુજરાતની રાજનીતિના સૌથી મોટા સમાચાર
  • જય નારાયણ વ્યાસે CM ગહેલોત સાથે કરી મુલાકાત
  • પૂર્વ આરોગ્ય મંત્રી છે જય નારાયણ વ્યાસ

ગુજરાતની રાજનીતિના સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે.  ગુજરાત વિધાનસભાની ચૂંટણી અગાઉ પૂર્વ આરોગ્ય મંત્રી જય નારાયણ વ્યાસે CM ગહેલોત સાથે મુલાકાત કરી છે. ચૂંટણી પહેલા ગહેલોત સાથેની મુલાકાતને લઇને અનેક તર્ક-વિતર્કો સર્જાયા છે અને ચૂટણી પહેલા ગુજરાતને ફટકો પડી શકે તેવી ચર્ચા જાગી છે. 
 
નારાજગીના પગલે કોંગ્રેસમાં થઇ શકે છે સામેલ
ગુજરાત ચૂંટણીને લઇને નેતાઑમાં પક્ષપલટાની હોડ જામી છે. આવી સ્થિતિ વચ્ચે જય નારાયણ વ્યાસ ભાજપથી નારાજ હોવાની  ચર્ચા ચાલી રહી છે. તેવામાં પૂર્વ આરોગ્ય મંત્રી જય નારાયણ વ્યાસ રાજસ્થાનના cm અશોક ગેહલોતને મળ્યા હતા. અમદાવાદના સર્કિટ હાઉસ ખાતે બંને નેતાઓ વચ્ચે બેઠક થઈ હતી. જ્યાં 20 મિનિટ જેટલો સમય ગેહલોત સાથે જય નારાયણ વ્યાસની ચર્ચા ચાલી હતી.  મહત્વનું છે કે જય નારાયણ વ્યાસ ગત ચૂંટણીમાં પાટણની સિદ્ધપુર બેઠક પર ભાજપમાંથી લડ્યા હતા. હવે નારાજગીના પગલે તેઓ કોંગ્રેસમાં સામેલ થઇ શકે છે. 

અલ્પેશ કથીરિયા AAPમાં જોડાશે
ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા ગુજરાતમાં પાટીદારોમાં મજબૂત પકડ ધરાવતા અલ્પેશ કથીરિયા AAPમાં જોડાશે. આમ આદમી પાર્ટીના સર્વેસર્વા અને દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલ ગુજરાત પ્રવાસે છે. ત્યારે આવતીકાલે ગારિયાધરમાં દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલની સભામા તેઑ આપમાં જોડાઈ તેવું જાણવા મળી રહ્યું છે. નોંધનીય છે કે અરવિંદ કેજરીવાલ ગુજરાતના ત્રણ દિવસના પ્રવાસે આવ્યા છે. ત્યારે કાલે અમરેલીના ગારીયાધારમાં સવારે જનસભાને સંબોધન કરશે. આ દરમિયાન તેમની સાથે પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન પણ ગુજરાતની મુલાકાતે છે. આ વેળાએ આપના નેતાઓની હાજરીમાં જ અલ્પેશ કથિરીયા AAPમાં જોડાશે. ઉલ્લેખનીય છે કે અલ્પેશ કથિરીયા પાટીદાર અનામત આંદોલન સમયે હાર્દિક પટેલના સાથી રહી ચૂક્યા છે અને સમાજમાં આગવી ચાહના ધરાવતા હોવાથી AAPને આગામી ચૂંટણીમાં સારો ફાયદો થઇ શકે છે.

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ