બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

VTV / BJP leader Swapan Dasgupta faced many problems during the flight. He shared his experience on social media

હંગામો / વિમાનમાં એવું તો શું થયું કે લાલચોળ થઈ ગયા ભાજપના નેતાજી! સિંધિયાને ટેગ કરીને કહ્યું, મારે કોલ્ડડ્રિંક પીવી હતી પણ...

Pravin Joshi

Last Updated: 04:30 PM, 19 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બીજેપી નેતા સ્વપન દાસગુપ્તાને ફ્લાઈટ દરમિયાન ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડ્યો. તેણે પોતાનો અનુભવ સોશિયલ મીડિયા પર શેર કર્યો છે. તેમજ કેન્દ્રીય મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાને ટેગ કરીને ફરિયાદ કરવામાં આવી છે.

  • બીજેપી નેતાને ફ્લાઈટ દરમિયાન ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડ્યો
  • ફ્લાઈટ દરમિયાન ખાવાને લઈને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડ્યો 
  • કેન્દ્રીય મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાને ટેગ કરીને ફરિયાદ કરવામાં આવી 

બીજેપી નેતા અને રાજ્યસભાના પૂર્વ સાંસદ સ્વપન દાસગુપ્તાનું કહેવું છે કે તેમને ફ્લાઈટ દરમિયાન ખાવાને લઈને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડ્યો છે. આ અંગે તેણે ફરિયાદ પણ કરી હતી. દાસગુપ્તાએ ઈન્ડિયો એરલાઈન્સ પર આરોપ લગાવ્યો કે જો કોઈ યાત્રી કોલ્ડ ડ્રિંક લેવા માંગે છે તો તેના માટે નાસ્તો પણ લેવો ફરજિયાત કરવામાં આવ્યો છે, જે યોગ્ય નથી. તેમણે કહ્યું કે ફ્લાઇટમાં માત્ર કોલ્ડ ડ્રિંક્સ જ ખરીદી શકાય નહીં. તેણે પોતાનો અનુભવ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X (અગાઉ ટ્વિટર) પર શેર કર્યો હતો. નાગરિક ઉડ્ડયન મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાને પણ ટેગ કરવામાં આવ્યા છે.

કોલ્ડ ડ્રિંક્સ સાથે નાસ્તો ફરજીયાત

દાસગુપ્તાએ પોતાના ટ્વીટમાં લખ્યું, 'મને ઈન્ડિગોની ફ્લાઈટ દરમિયાન હવામાં વચ્ચે ખબર પડી કે તમે કોલ્ડ ડ્રિંક્સ ખરીદી શકતા નથી. એરલાઈન્સે કોલ્ડ ડ્રિંક્સ સાથે નાસ્તો ખરીદવો પણ ફરજિયાત બનાવ્યો છે, પછી ભલે તમે ઈચ્છો કે ન ઈચ્છો. આ બળજબરી છે અને હું મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાને વિનંતી કરું છું કે મુસાફરોની પસંદગીને પણ ધ્યાનમાં રાખવી જોઈએ. મુસાફરો પર વધારાની વસ્તુઓ માટે દબાણ બંધ કરવું જોઈએ. લોકોએ તેમની આ પોસ્ટને ઘણી પસંદ કરી. તેઓ કોમેન્ટ કરીને પોતાનો પ્રતિભાવ આપી રહ્યા છે.

લોકોએ પોતાના અનુભવો પણ શેર કર્યા

લોકોએ તેમના સમાન અનુભવો પણ શેર કર્યા છે. એક યુઝરે દાવો કર્યો હતો કે ઈન્ડિગો ઈન્ટરનેશનલ ફ્લાઈટ્સમાં ખાવાનું આપતું નથી. અન્ય એક યુઝરે કહ્યું કે એરલાઈન પેકેજ્ડ ડ્રિંક આપતી નથી પરંતુ તેને ગ્લાસમાં પીરસે છે અને મુસાફરો ફ્લાઈટમાં પાણી પણ ખરીદી શકતા નથી. જો કે, કેટલાક યુઝર્સનું કહેવું છે કે તેમણે ઘણી વખત ફ્લાઈટમાં ખાવાની વસ્તુઓ ખરીદી છે. ઈન્ડિગો કે કેન્દ્રીય મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયામાંથી હજુ સુધી ભાજપના નેતાની સોશિયલ મીડિયા પોસ્ટ અંગે કોઈ પ્રતિક્રિયા મળી નથી.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ