બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / BJP leader Jawahar Chavda may again hold the hand of Congress. Absence in the election campaign

રાજરમત / કોંગ્રેસમાં વળતાં પાણીનું પિક્ચર અભી બાકી હૈ? જવાહર ચાવડાની ઘરવાપસીનો માટે તખ્તો, ગેરહાજરી આંખે વળગી

Megha

Last Updated: 06:26 PM, 25 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

માણાવદરના પૂર્વ ધારાસભ્ય જવાહર ચાવડાની ચૂંટણી કેમ્પેઈનમાં ગેરહાજરી ચર્ચાનો વિષય બન્યો છે અને કહેવાય રહ્યું છે કે જવાહર ચાવડા ફરી કૉંગ્રેસનો હાથ પકડી શકે છે.

લોકસભા ચૂંટણીની સત્તાવાર જાહેરાત થયા બાદ તમામ રાજકીય પક્ષો જીતની તૈયારીમાં લાગી ગયા છે. ગુજરાતની તમામ 26 લોકસભા બેઠક પર ભાજપનો 5 લાખની લીડથી જીતવાનો ટાર્ગેટ છે. પરંતુ લોકસભા પહેલા પ્રદેશ ભાજપને મોટો ઝટકો લાગી શકે છે. 

એવું કહેવામાં આવી રહ્યું છે કે ભાજપના નેતા જવાહર ચાવડા ફરી કૉંગ્રેસનો હાથ પકડી શકે છે. માણાવદરના પૂર્વ ધારાસભ્ય જવાહર ચાવડાની ચૂંટણી કેમ્પેઈનમાં ગેરહાજરી ચર્ચાનો વિષય બન્યો છે. જવાહર ચાવડા પૂર્વ ધારાસભ્ય અરવિંદ લાડાણીના પક્ષપ્રવેશ વખતે પણ ગેરહાજર હોવાથી તર્કવિતર્ક શરૂ થયા છે. 

સાથે જ ચર્ચા તો એવી પણ છે કે જવાહર ચાવડાને ફરી કોંગ્રેસમાં લાવવા નેતાઓનું એક જૂથ સક્રિય થયું છે. જાણીતું છે કે જવાહર ચાવડા માણાવદરથી 2017માં ચૂંટાયા પછી 2019માં રાજીનામુ આપીને ભાજપમાં જોડાયા હતા. બાદમાં 2019માં પેટાચૂંટણી ભાજપમાંથી જીત્યા અને 2022માં કોંગ્રેસના અરવિંદ લાડાણી સામે હાર્યા હતા. 

હવે લોકસભા ચૂંટણી પહેલા ધારાસભ્ય પદેથી રાજીનામુ આપીને અરવિંદ લાડાણી પણ ભાજપમાં જોડાયા છે. ત્યારે પોરબંદરના માણાવદરની પેટાચૂંટણી પણ લાડાણી જ લડશે તેવી ચર્ચાએ જોર પકડ્યું છે. 

ભાજપના નેતા અને જૂના કોંગ્રેસી જવાહર ચાવડા ભાજપની રીતિ નીતિથી દુખી છે, તેવું તેમના અંગત વર્તુળમાં ચર્ચાય રહ્યું છે. આ નારાજગી ત્યારે ઉડીને આંખે વળગી, જ્યારે માણાવદરના ભૂતપૂર્વ ધારાસભ્ય અરવિંદ લાડાણી તાજેતરમાં ભાજપમાં જોડાયા અને ચાવડાની ચૂંટણી કેમ્પેઈનમાં ગેરહાજરી દેખાઈ. સાથે જ એવું પણ જાણવા મળ્યું હતું કે આ વિશે વાત કરતાં એમને અંગતમાં ચર્ચા કરી હતી કે હવે આંખે પટ્ટા નથી બાંધવા, ભાજપ આખી ઘટનાને હળવાશથી લઇ રહ્યું છે. 

જો કે જવાહર ચાવડાની કોંગ્રેસમાં વાપસીની ચર્ચાએ જોર પકડ્યું ત્યારે જવાહર ચાવડાએ સોશિયલ મીડિયામાં સ્પષ્ટતા કરી છે કે હું ભાજપમાં છું અને રહેવાનો છું, મારા વિશે ચાલતી વાતો ખોટી છે.

વધુ વાંચોઃ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ગાંધીનગરમાં સીએમ ભૂપેન્દ્ર પટેલ અને કાર્યકરોની સાથે કરી હોળીની ઉજવણી

હવે ચૂંટણી કેમ્પેઈનમાં જવાહર ચાવડાની ગેરહાજરીને લઈને જૂનાગઢના ધારાસભ્ય સંજય કોરડિયા તેમના બચાવમાં ઉતર્યા છે. કોરડિયાએ કહ્યું કે ચૂંટણી વહેલા જાહેર થઈ અને ઉમેદવારો પણ વહેલા જાહેર થયા છે. ચૂંટણીનો કાર્યક્રમ જાહેર થયો તે અગાઉના નેતાઓના કાર્યક્રમો નક્કી હોય છે અને જવાહરભાઈ પોતાના પૂર્વ આયોજિત કાર્યક્રમમાં વ્યસ્ત છે.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ