બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Politics / bjp leader amit malviya on jairam ramesh cough syrup statement

વિવાદ / મોદીથી નફરતમાં અંધ થઈ ગઈ છે કોંગ્રેસ: સિરપથી બાળકોના મૃત્યુના દાવા મામલે જયરામ રમેશના નિવેદન પર ભડકી BJP

MayurN

Last Updated: 12:44 PM, 29 December 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઉઝબેકિસ્તાનમાં કફ સિરપના કારણે 18 બાળકોના મોતને લઈને ભારતમાં રાજકારણ ગરમાયું છે. કોંગ્રેસના નેતા જયરામ રમેશે આ અંગે કેન્દ્ર સરકારને ટોણો માર્યો હતો

  • કફ સિરપને લઈને ફરી વિવાદ ઉઠ્યો
  • ઉઝબેકિસ્તાનમાં 18 બાળકોના મોત
  • જયરામ રમેશે સાધ્યું સરકાર પર નિશાન

ઉઝબેકિસ્તાનમાં કફ સિરપના કારણે 18 બાળકોના મોતને લઈને ભારતમાં રાજકારણ ગરમાયું છે. કોંગ્રેસના નેતા જયરામ રમેશે આ અંગે કેન્દ્ર સરકારને ટોણો માર્યો હતો. હવે ભાજપના નેતા અમિત માલવિયાએ આનો બદલો લીધો છે અને કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા છે. તેમણે કહ્યું કે ગેમ્બિયામાં બાળકોના મૃત્યુનો ભારતમાં બનેલા કફ સિરપના સેવન સાથે કોઈ સંબંધ નથી. 

 

જયરામ રમેશ
અમિત માલવિયાએ કહ્યું કે ગેમ્બિયન સત્તાવાળાઓ અને DCGI બંને દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી છે કે ભારતીય કફ સિરપ આની પાછળ નથી. આ પછી પણ પીએમ મોદી પ્રત્યેની નફરતમાં આંધળી બનેલી કોંગ્રેસ ભારતની સાહસિકતાની મજાક ઉડાવી રહી છે. તેણે તેને શરમજનક ગણાવ્યું છે. 

 

સરકારે કડક પગલા લેવા જોઈએ
હકીકતમાં, જમરામ રમેશે ટ્વિટ કર્યું હતું કે મેડ ઇન ઇન્ડિયા કફ સિરપ જીવલેણ લાગે છે. અગાઉ ગામ્બિયામાં 70 બાળકોના મોત થયા હતા અને હવે ઉઝબેકિસ્તાનમાં 18 બાળકોના મોત થયા છે. કેન્દ્ર પર કટાક્ષ કરતાં તેમણે કહ્યું કે મોદી સરકારે ભારત વિશે બડાઈ મારવાનું બંધ કરવું જોઈએ અને કડક પગલાં લેવા જોઈએ. 

સંકળાયેલા મુદ્દાઓ

Amit Malviya BJP Cough Syrup Death India Jairam Ramesh congress modi government politics politics
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ