ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / ચૂંટણી 2019 / અમદાવાદના સમાચાર / BJP Congress Meeting rajyasabha election candidate
ADVERTISEMENT
રાજ્યસભા ચૂંટણીને લઈને ભાજપે પોતાની તૈયારીઓ શરૂ કરી દીધી છે. જેના ભાગરૂપે આજે પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણી અને પ્રભારી ભૂપેન્દ્ર યાદવ વચ્ચે બેઠક યોજાઈ હતી. જેમાં ઉમેદવારોના નામ પર ચર્ચા કરવામાં આવી હતી.
ADVERTISEMENT
એક સ્થાનિક, એક રાષ્ટ્રીય ઉમેદવારઃ સૂત્ર
સૂત્રો તરફથી મળતી માહિતી પ્રમાણે, રાજ્યસભાની ચૂંટણીમાં એક સ્થાનિક ઉમેદવારને પણ તક મળી શકે છે. જ્યારે એક રાષ્ટ્રીય નેતાને રાજ્યસભા સાંસદ તરીકે મેદાનમાં ઉતારી શકે છે.
ADVERTISEMENT
ભરૂચ ખાતે અહેમદ પટેલને મળવા પહોચ્યા પરેશ ધાનાણી
રાજ્યસભાની પેટાચૂંટણીને લઈને કોંગ્રેસમાં બેઠકોનો દોર શરૂ થયું છે. અહેમદ પટેલને મળવા વિપક્ષના નેતા પરેશ ધાનાણી અહેમદ પટેલના ભરૂચના નિવાસસ્થાને પહોંચ્યા હતા.
જ્યા તેમણે અહેમદ પટેલ સાથે બેઠક યોજી હતી. રાજ્યસભાની ચૂંટણીના ઉમેદવારને લઈને બન્ને નેતાઓ વચ્ચે બેઠક મળી હતી. તો રાજ્યસભાના ઉમેદવારના નામ પર આગેવાનો સાથે પણ ચર્ચા કરવામાં આવી.
2017માં યોજાયેલ રાજ્યસભાની ચૂંટણીનો મામલો છે HCમાં
બીજી તરફ 2017ની રાજ્યસભાની વિવાદાસ્પદ ચૂંટણીને લઈને આવતીકાલે હાઇકોર્ટમાં અહેમદ પટેલની ઉલટતપાસ થનાર છે. જ્યારે કોંગ્રેસના ધારાસભ્યોની પણ આવતીકાલે બેઠક યોજાવા જઈ રહી છે. જેમાં 5 જુલાઈએ યોજાનારી રાજ્યસભાની ચૂંટણી અંગે કરવામાં આવશે.
ADVERTISEMENT
મહત્વનું છે કે, અમિત શાહ અને સ્મૃતિ ઈરાની લોકસભાના સાંસદ બનતા બંનેની જગ્યા ખાલી થઈ છે. જેના પર આગામી ચૂંટણી યોજાવા જઈ રહી છે. ત્યારે જોવાનું એ રહેશે કે, ભાજપ અને કોંગ્રેસ આ ખાલી પડેલી બંને સીટો માટે કોને મેદાનમાં ઉતારે છે.
સંકળાયેલા મુદ્દાઓ