ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ભારત / વિશ્વ / સિંધુ નદીમાં કાંતો પાણી વહેશે અથવા તેમનું લોહી, બિલાવલ ભુટ્ટોના ઝેરીલા બોલ

પાકિસ્તાન / સિંધુ નદીમાં કાંતો પાણી વહેશે અથવા તેમનું લોહી, બિલાવલ ભુટ્ટોના ઝેરીલા બોલ

Last Updated: 08:30 AM, 26 April 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બિલાવલે કહ્યું કે ફક્ત એટલા માટે કે તેમની વસ્તી વધુ છે, તેઓને એ નક્કી કરવાનો હક્ક નથી કે તે કોનું પાણી છે. પાકિસ્તાનના લોકો બહાદુર અને ગર્વિત છે, અમે બહાદુરીથી લડીશું

ADVERTISEMENT

પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ ભારતે પાકિસ્તાન સામે આકરુ વલણ અપનાવતા અનેક કઠોર પગલા લીધા છે.. જેમાં પાકિસ્તાનીઓને 48 કલાકમાં દેશ છોડવાના આદેશ ઉપરાંત સિંધુ જળ સંધિ પર રોક લગાવવાનો કડક નિર્ણય પણ સામેલ છે. ભારતે સિંધુ જળ સંધિ પર રોક લગાવતા પાકિસ્તાન ધૂવાં-પૂવાં થયું છે.

પાકિસ્તાનના નેતા બિલાવલ ભુટ્ટોએ ધમકી આપી છે કે સિંધુ નદીમાં પાણી વહેશે અથવા જે આપણો હિસ્સો છીનવી લેવા માંગે છે તેઓનું લોહી વહેશે. સિંધુ નદી આપણી છે અને આપણી જ રહેશે. સખારમાં સિંધુ નદીના કિનારે એક જાહેર સભાને સંબોધતા બિલાવલ ભુટ્ટોએ આ વાત કહી..

'આપણી સેના કોઈપણ હુમલાનો જવાબ આપવા તૈયાર છે'

બિલાવલે કહ્યું કે ફક્ત એટલા માટે કે તેમની વસ્તી વધુ છે, તેઓને એ નક્કી કરવાનો હક્ક નથી કે તે કોનું પાણી છે. પાકિસ્તાનના લોકો બહાદુર અને ગર્વિત છે, અમે બહાદુરીથી લડીશું, સરહદો પર આપણી સેના દરેક હુમલાનો જવાબ આપવા તૈયાર છે.

આખા રાષ્ટ્રએ આનો જવાબ સાથે મળીને આપવો પડશેઃ બિલાવલ

બિલાવલે પોતાના નિવેદનમાં સિંધુ નદીને સમગ્ર પાકિસ્તાનનો સહિયારો વારસો ગણાવ્યો અને દેશના લોકોને એકતાની અપીલ કરી અને કહ્યું કે આપણો દરેક પાકિસ્તાની સિંધુનો સંદેશ લેશે અને દુનિયાને કહેશે કે પાણીની લૂંટ સ્વીકાર્ય નથી. દુશ્મનની નજર આપણા પાણી પર છે, આખા રાષ્ટ્રે સાથે મળીને આનો જવાબ આપવો પડશે.

આ પણ વાંચોઃ પાણીના એક એક ટીપા માટે તડપશે પાકિસ્તાન! સિંધુ જળ સંધિને સમાપ્ત કરવાનો પ્લાન તૈયાર

ચાર પ્રાંતો ચાર ભાઇઓ જેવા છેઃ બિલાવલ

ચાર પ્રાંતોની એકતા વિશે વાત કરતા બિલાવલે કહ્યું કે આ ચાર પ્રાંત ચાર ભાઈઓ જેવા છે. તેમણે ધમકી આપી હતી કે આ ચારેય મળીને ભારતના દરેક ઈરાદાનો યોગ્ય જવાબ આપશે. આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે ભારતે પહેલગામ હુમલા પછી સિંધુ જળ સંધિને સ્થગિત કરવાનું પગલું ભર્યું છે, જેને પાકિસ્તાને 'યુદ્ધ સમાન' ગણાવ્યું છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લે સ્ટોર/ એપ સ્ટોર પર જઈને અથવા આ લાઈન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Bilawal Bhutto Threat Indus River
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ