બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / ટેક અને ઓટો / બાઈક પ્રેમીઓ આનંદો, ભારતમાં જલદી આવી રહી છે BMWની આ સસ્તી બાઈક, મજા પડી જશે

ઓટો ન્યુઝ / બાઈક પ્રેમીઓ આનંદો, ભારતમાં જલદી આવી રહી છે BMWની આ સસ્તી બાઈક, મજા પડી જશે

Nirav Kumar

Last Updated: 08:50 PM, 28 December 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

BMW તેનું F-450-GS બાઈક વર્ષ 2026 ની શરૂઆતમાં ભારતમાં લોન્ચ કરી શકે છે. જો આ બાઇક ઓછી કિંમતે લોન્ચ કરવામાં આવે તો GS બ્રાન્ડ એ રાઈડર્સ સુધી પણ પહોંચી શકે છે જે અત્યાર સુધી મોંઘા બાઈકથી ડિસ્ટન્સ રાખી રહ્યા છે.

BMW વર્ષ 2026 ની શરૂઆતમાં ભારતીય માર્કેટમાં તેનું F-450-GS બાઈક લોન્ચ કરે તેવી શક્યતા છે. આ બાઈક મીડ કેપેસીટી એડવેન્ચર સેગમેન્ટમાં એક મોટું ગેમ-ચેન્જર સાબિત થઈ શકે છે. આ બાઇક F 850 GS ની નીચે પોઝીશન કરાશે. તેનું સીરીઝ પ્રોડક્શન પહેલા જ TVS મોટર કંપનીના હોસુર પ્લાન્ટમાં શરૂ થઈ ગયું છે.

BMWના આ F 450 GS બાઈકની મોટી ખાસિયત તેનું એડવાન્સ્ડ ઇલેક્ટ્રોનિક્સ પેકેજ છે જે તેને આ સેગમેન્ટમાં એકદમ યુનિક બનાવે છે. આ બાઇકમાં ટ્રેક્શન કંટ્રોલ, કોર્નરિંગ ABS, ડાયનેમિક બ્રેક કંટ્રોલ અને એન્જિન બ્રેક મેનેજમેન્ટ જેવા ફીચર્સ પણ મળશે. જેમાં રાઇડર્સને Rain, Road અને Enduro જેવા રાઇડિંગ મોડ્સ સ્ટાન્ડર્ડ તરીકે મળશે.

vtv app promotion

આ બાઈકમાં 6.5-ઇંચ TFT ડિસ્પ્લે, બ્લૂટૂથ કનેક્ટિવિટી, નેવિગેશન સપોર્ટ, હીટેડ ગ્રિપ્સ અને USB-C ચાર્જિંગ પોર્ટ જેવા પ્રીમિયમ ફીચર્સ પણ સામેલ કરાશે. આ સિવાય હાઈ વેરિઅન્ટ પર Enduro Pro મોડ ઓફર કરાશે. આ બાઇકમાં ચાર વેરિઅન્ટ Basic, Exclusive, Sport અને GS Trophy માં રજુ કરાશે.

ચેસિસ અને હાર્ડવેરની દ્રષ્ટિએ આ બાઈકમાં નવી ટ્યુબ્યુલર સ્ટીલ ફ્રેમ ડિઝાઇન કરાઈ છે. તેનું વજન લગભગ 178 કિલો હોઈ શકે છે. તેના સસ્પેન્શનના આગળના ભાગમાં 43 mm અપસાઇડ-ડાઉન ફોર્ક અને પાછળના ભાગમાં એડજસ્ટેબલ મોનોશોક હશે. બ્રેકિંગ માટે ફ્રન્ટમાં Brembo અને રીયરમાં ByBre કોમ્પોનેન્ટ અપાશે.

વધુ વાંચો : Xiaomi 17 Ultra ફોન થયો લોન્ચ, 6800mAh બેટરી અને 200MP કેમેરા સાથે થઇ એન્ટ્રી

જો તેના લુકની વાત કરવી હોય તો તેને  સિગ્નેચર GS લુકમાં જ કન્ટિન્યુ કરાશે. તેમાં હાઈ અને સીધી રાઇડિંગ પોઝિશન, શાર્પ બીક સ્ટાઇલ ફ્રન્ટ અને  X શેપ LED હેડલેમ્પ અપાયો છે. આ બાઇકના એન્જિનમાં નવી 420cc પેરેલલ -ટ્વીન મોટર છે જે 48 bhp અને 43 Nm ટોર્ક જનરેટ કરે છે. તેમાં 135-ડિગ્રી ક્રેન્કપિન ઓફસેટ પણ હશે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

F 450 GS GS Brand BMW
Nirav Kumar

I am working as a Jr. Sub Editor at VTVGujarati.com

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ