ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ભારત / Video: નેપાળ સરહદથી ઘૂસ્યાં 'ડઝનબંધ' ડ્રોન! લોકોમાં ખળભળાટ, તંત્ર થયું દોડતું

બિહાર / Video: નેપાળ સરહદથી ઘૂસ્યાં 'ડઝનબંધ' ડ્રોન! લોકોમાં ખળભળાટ, તંત્ર થયું દોડતું

Published By: Dinesh Chaudhary

Last Updated: 11:17 AM, 27 May 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મધુબનીમાં મોડી રાત્રે ડઝનબંધ ડ્રોન ઉડતા જોવા મળ્યા હતા. એવું કહેવામાં આવી રહ્યું છે કે, ઘણા ડ્રોન નેપાળથી સરહદ પાર કરીને ભારતીય ક્ષેત્રમાં પ્રવેશ્યા હતા.

ADVERTISEMENT

બિહારના મધુબની અને પૂર્ણિયા જિલ્લામાંથી મોટા સમાચાર આવી રહ્યા છે. મધુબની અને પૂર્ણિયામાં મોડી રાત્રે આકાશમાં ડ્રોન જેવી વસ્તુઓ ફરતી જોવા મળી હતી. જેના પછી સમગ્ર બિહારમાં ખળભળાટ મચી ગયો હતો. મધુબનીમાં મોડી રાત્રે ડઝનબંધ ડ્રોન ઉડતા જોવા મળ્યા હતા. એવું કહેવામાં આવી રહ્યું છે કે, ઘણા ડ્રોન નેપાળથી સરહદ પાર કરીને ભારતીય ક્ષેત્રમાં પ્રવેશ્યા હતા. ત્યારબાદ થોડી વાર ઉડ્યાબાદ નેપાળ સરહદ પર પાછા ગયા હતા. મળતી માહિતી મુજબ, આ બધા ડ્રોન મધુબની જિલ્લામાં 165 કિમી લાંબી ભારત-નેપાળ સરહદ પર જોવા મળ્યા છે. લોકો કહે છે કે આ ડ્રોન મધુબની એરપોર્ટથી દરભંગા એરફોર્સ સ્ટેશન સુધી ઉડતા જોવા મળ્યા હતા. આકાશમાં તેજસ્વી વસ્તુઓ જોઈને, લોકો ઉત્સુક બની રહ્યા છે અને વિવિધ અનુમાન લગાવી રહ્યા છે. સરહદ પર તૈનાત SSB અને વહીવટીતંત્ર આ મામલાની તપાસમાં વ્યસ્ત છે. 48મી બટાલિયન એસએસબીએ તેના અધિકારીઓને આ ઘટના વિશે જાણ કરી છે. દરભંગામાં એરફોર્સ સ્ટેશન હોવાને કારણે વિસ્તારમાં ગભરાટનો માહોલ છે.

ડ્રોન જેવા ઉપકરણો નેપાળ તરફ આવ્યા હતા!

SSB તરફથી મળેલી માહિતી અનુસાર, 26 મેના રોજ સાંજે 7:35 વાગ્યે, મધુબનીમાં આકાશમાં લગભગ 15-20 ચમકતી વસ્તુઓ ઉડતી જોવા મળી. એવું કહેવામાં આવી રહ્યું છે કે, ડ્રોન જેવી વસ્તુઓ સૌપ્રથમ 48મી બીએન એસએસબી, જયનગરના એઓઆરમાં જોવા મળી હતી. પછી લગભગ 8 વાગ્યે, ડ્રોન જેવા ઉપકરણો નેપાળ તરફ આગળ વધ્યા અને ખૂબ જ ઊંચાઈએ ઉડવા લાગ્યા. આ બાબતની માહિતી દિલ્હી વાયુસેના મુખ્યાલય તેમજ વાયુસેના દરભંગાના અધિકારીઓને આપવામાં આવી છે. ગઈકાલે રાત્રે દરભંગા-મધુબની ઉપરાંત પૂર્ણિયામાં પણ ડ્રોન જેવી વસ્તુઓ ઉડતી જોવા મળી હતી.

આકાશમાં ડ્રોન જેવું દેખાતા લોકોમાં ડર

તમને જણાવી દઈએ કે, પૂર્ણિયામાં પણ રાત્રે લગભગ 8:15 વાગ્યે આકાશમાં ડ્રોન જેવું કંઈક જોવા મળ્યું હતું. કેટલાક લોકોએ તેને પોતાના કેમેરામાં રેકોર્ડ પણ કરી લીધું છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, તે પૂર્ણિયાના આકાશમાં ત્રણથી ચાર મિનિટ સુધી જોવા મળ્યો હતો. જોકે હજુ સુધી એ વાતની પુષ્ટિ થઈ નથી કે તે ડ્રોન છે, કે બીજું કંઈક. લોકોનું કહેવું છે કે પૂર્ણિયાથી લઈને મધુબની અને રક્સૌલ સુધી આકાશમાં ડ્રોન જેવી 10 થી 15 વસ્તુઓ જોવા મળી હતી. SSB એ પણ આ અંગે જાણ કરી છે. પૂર્ણિયામાં એક એરફોર્સ સ્ટેશન પણ છે, જ્યાં સુરક્ષા વ્યવસ્થા ખૂબ જ મજબૂત છે. જે સ્થિતિમાં પ્રશ્નએ ઊભો થાય છે કે શું આટલી બધી સુરક્ષા વચ્ચે કોઈ ડ્રોન અહીં ઘૂસી શકે છે.

vtv app promotion

આ પણ વાંચો: ગાંધીનગરમાં PM મોદીનો ભવ્ય રોડ શો, મોટી સંખ્યામાં લોકોએ કર્યુ સ્વાગત, જુઓ VIDEO

'પ્રથમ દ્રષ્ટિએ તે ડ્રોન જેવું લાગતું નથી'

તાજેતરમાં ઓપરેશન સિંદૂર દરમિયાન પૂર્ણિયા સહિતના સરહદી વિસ્તારોને હાઇ એલર્ટ પર રાખવામાં આવ્યા હતા અને સરહદી વિસ્તારોમાં સુરક્ષા વધારી દેવામાં આવી છે. તાજેતરમાં મુખ્યમંત્રી નીતિશ કુમાર પોતે પૂર્ણિયા આવ્યા હતા અને સરહદી વિસ્તારની સુરક્ષાનો અભ્યાસ કર્યો હતો. તેમણે વાયુસેના, બીએસએફ, એસએસબી અને જિલ્લા વહીવટીતંત્રના અધિકારીઓ સાથે બેઠક યોજી હતી અને સુરક્ષા માટે સૂચનાઓ આપી હતી. તેમણે કહ્યું કે, એસપી સાહેબ તેની તપાસ કરી રહ્યા છે. પરંતુ પહેલી નજરે તે ડ્રોન નથી લાગતું. પૂર્ણિયાના ડીઆઈજી પ્રમોદ કુમાર મંડલે જણાવ્યું હતું કે પ્રથમ દ્રષ્ટિએ તે ડ્રોન જેવું લાગતું નથી. પરંતુ, શું છે અને શું નથી તેની તપાસ કરવામાં આવી રહી છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લે સ્ટોર/ એપ સ્ટોર પર જઈને અથવા આ લાઈન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Bihar Drone activity Bihar Drone News Drone sightings

Published by

Dinesh Chaudhary

Dinesh Chaudhary is a journalist at VTV Gujarati, covering breaking news, politics, and social issues with deep insights and a commitment to truth.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ