બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / Politics / અમદાવાદના સમાચાર / અન્ય જિલ્લા / Big revelation in Ahmedabad serial blast case: SP connection, Anurag Thakur seeks reply from Akhilesh Yadav

યુપી ચૂંટણી 2022 / અમદાવાદ સીરિયલ બ્લાસ્ટ મામલે મોટો ઘટસ્ફોટ: સપાનું કનેક્શન, અનુરાગ ઠાકુરે માંગ્યો અખિલેશ યાદવ પાસેથી જવાબ

Published By: Mehul

Last Updated: 03:44 PM, 19 February 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઉત્તરપ્રદેશ વિધાનસભા ચૂંટણીમાં ત્રીજા ચરણના મતદાનને પહેલા કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે એક પ્રેસ કોન્ફરન્સમાં અખિલેશ યાદવ અને સમાજવાદી પાર્ટી પર સીધું નિશાન તાક્યું હતું. .

  • યૂપીમાં ત્રીજા ચરણનાં મતદાન પહેલા તનાતની 
  • અનુરાગ ઠાકુરે,અખિલેશ સામે તાક્યું તાતું તીર 
  • અમદાવાદ બ્લાસ્ટ સાથે SPનું કનેક્શન 


ઉત્તરપ્રદેશ વિધાનસભા ચૂંટણીમાં ત્રીજા ચરણના મતદાનને શરુ થવામાં  હવે ગણતરીના કલાકો જ બાકી છે. ત્યારે એક-બીજા પર આરોપ લગાવાનો દુર યથાવત છે. આજે કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે એક પ્રેસ કોન્ફરન્સમાં અખિલેશ યાદવ અને સમાજવાદી પાર્ટી પર સીધું નિશાન તાક્યું હતું.
 
અપરાધીઓને બચાવે છે સમાજવાદી પાર્ટી 

અનુરાગ ઠાકુરે કહ્યું કે, 'સમાજવાદી પાર્ટી (SP)એ હંમેશા અપરાધીઓ અને તોફાની તત્વોને રક્ષણ આપ્યું છે.અને અપરાધીઓ પર લગાવાયેલા કેસોને હટાવાના આશ્વાસન આપે છે. 

અમદાવાદ બ્લાસ્ટ કેસમાં SPનું કનેક્શન -અનુરાગ ઠાકુર 

કેન્દ્રિય મંત્રી અનુરાગ ઠાકુરે કહ્યું કે, 2008 અમદાવાદ સીરીયલ બ્લાસ્ટમાં 56 લોકોના મોત થયા હતા. સેંકડો લોકો ઘાયલ થયા.કોર્ટના આદેશનું અમે સ્વાગત કરીએ છીએ. બીજેપી સ્વાગત કરે છે. જેમાં 49 આરોપીઓને સજા સંભળાવવામાં આવી.28 આતંકીઓને ફાંસીની સજા તો 11 ને આજીવન કેદની સજા સંભળાવાઈ છે. આ ત્યારે શક્ય બન્યું કે, ગુજરાતના મુખ્યમંત્રી મોદી જી હતા. SITની રચના થઇ. 19 દિવસોમાં તમામ આતંકીઓને સામે કાર્યવાહી કરાઈ.પુરાવા પહોચાડવાથી આતંકીઓને ઝડપી લેવા સુધી મોદી સરકારે કામ કર્યું અને આજે પણ આતંકવાદને જડમૂળથી નાબૂદ કરવાના માટે મોદી સરકાર વચનબદ્ધ છે. એ બ્લાસ્ટનું SP અને તેના નેતાઓ સાથે કનેક્શન રહ્યું છે.એવામાં અખિલેશ યાદવ  અને સમાજવાદી પાર્ટી એ આકેસમાં જવાબ આપી પોતાનું વલણ સ્પષ્ઠ કરવું જોઈએ 
 
 

સંકળાયેલા મુદ્દાઓ

અખિલેશ યાદવ અપરાધીઓ અમદાવાદ બ્લાસ્ટ કેસ ભાજપ યૂપી ચૂંટણી-2022 સમાજવાદી પાર્ટી New delhi

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ